Mi-17V5 Crash: તમિળનાડુ ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટ ટીમ હેલિકોપ્ટર ક્રેશ સાઇટ પર પહોંચી

author img

By

Published : Dec 9, 2021, 1:00 PM IST

Mi-17V5 Crash: તમિળનાડુ ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટ ટીમ હેલિકોપ્ટર ક્રેશ સાઇટ પર પહોંચી

તમિળનાડુના ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટની એક ટીમ (Tamil Nadu forensic department team) ડાયરેક્ટર શ્રીનિવાસનની આગેવાની હેઠળ ગુરુવારે તમિલનાડુના કુન્નુરમાં કેટરી નજીક (Mi-17V5 Bipin Rawat chopper crash) હેલિકોપ્ટર ક્રેશ સાઇટ પર (Bipin Rawat chopper crash) પહોંચી હતી.

  • તમિળનાડુ ફોરેન્સિક સાયન્સ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી
  • ડાયરેક્ટર શ્રીનિવાસનની આગેવાનીમાં ટીમ કરશે તપાસ
  • કુન્નુરના કેટરી નજીક હેલિકોપ્ટર ક્રેશ સાઇટ પર તપાસ શરુ

નીલગિરિ (તમિલનાડુ): તમિલનાડુ ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટની એક ટીમ (Tamil Nadu forensic department team) ડાયરેક્ટર શ્રીનિવાસનની આગેવાની હેઠળ ગુરુવારે તમિળનાડુના કુન્નુરમાં કેટરી નજીક હેલિકોપ્ટર ક્રેશ સાઇટ (Mi-17V5 Bipin Rawat chopper crash)પર પહોંચી હતી.

IAF Mi-17V5 હેલિકોપ્ટરમાં સવાર હતાં જનરલ રાવત

ગઈકાલે આ સ્થળ પર બપોરના સમયે હેલિકોપ્ટર દુર્ઘટનામાં Mi-17V5 Bipin Rawat chopper crash) ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 લોકોના મોત (Demise of Gen. Bipin Rawat) થયા હતાં.તેઓ IAF Mi-17V5 હેલિકોપ્ટરમાં સવાર હતાં. અગાઉના દિવસે ભારતીય વાયુસેના (IAF) વડા, એર ચીફ માર્શલ વીઆર ચૌધરી, તમિલનાડુ ડીજીપી સી સિલેંદ્ર બાબુ સાથે સ્થળ પર પહોંચ્યાં હતાં. જનરલ રાવત સુલુરથી વેલિંગ્ટન જઈ રહ્યા હતાં ત્યારે કુન્નુર પાસે બુધવારે તેમનું હેલિકોપ્ટર ક્રેશ (CDS chopper crash) થયું હતું.

જનરલ રાવત ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજની મુલાકાતે હતાં

જનરલ રાવત, (CDS General Bipin Rawat) ભારતના પ્રથમ CDS, સ્ટાફ કોર્સના ફેકલ્ટી અને વિદ્યાર્થી અધિકારીઓને સંબોધવા વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજની મુલાકાતે ગયા હતાં. જનરલ રાવતને 31 ડિસેમ્બર, 2019ના રોજ ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં. તેઓએ અગાઉ જાન્યુઆરી 2017થી ડિસેમ્બર 2019 સુધી આર્મીના વડા તરીકે સેવા આપી હતી. જનરલ બિપિન રાવત ડિસેમ્બર 1978માં ભારતીય સેનામાં સામેલ થયા હતાં. IAF એ (Mi-17V5 Bipin Rawat chopper crash) અકસ્માતની તપાસનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ Bipin Rawat Chopper Crash: રાજનાથ સિંહ અને સ્પીકર ઓમ બિરલાએ શ્રદ્ધાંજલિ આપી

આ પણ વાંચોઃ EXCLUSIVE Chopper Crash Video: CDS બિપિન રાઉતના હેલિકોપ્ટર ક્રેશ સમય પહેલાની ઘટના કેમેરામાં થઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.