AMARCHAND BANTHIYA: દેશની આઝાદીમાં આ ખજાનચીનું યોગદાન અમૂલ્ય, આ રીતે મોતને ભેટ્યા

author img

By

Published : Nov 20, 2021, 8:45 AM IST

MARTYR AMARCHAND BANTHIYA

ભારત માતાની આધીનતાની બેડીઓ કાપવામાં અનેક સપુત દેશ માટે કામે આવ્યા હતા. દેશના આવા બહાદુર સપૂતોના (heroes of independence war) નામ સુવર્ણ અક્ષરે લખવામાં આવ્યા છે. કેટલાક અમર શહીદો પણ હતા, જેમના વિશે ઈતિહાસમાં બહુ લખાયું નથી. ભારત માતાના આવા જ એક સપુત અમરચંદ્ર બાંઠિયા (MARTYR AMARCHAND BANTHIYA) છે, જેમણે હસતા મોંએ ફાંસી ચડી ગયા હતા.

  • ભારત માતાની આધીનતાની બેડીઓ કાપવામાં અનેક સપુત દેશ માટે કામે આવ્યા
  • દેશની આઝાદીમાં આ ખજાનચીનું યોગદાન અમૂલ્ય
  • ભારત માતાના એક સપુત અમરચંદ્ર બાંઠિયા

ગ્વાલિયર: હિંદુસ્તાનમાં ઘણા એવા ક્રાંતિકારીઓ હતા, જેમણે ભારતમાં અંગ્રેજોના પાયા હચમચાવી નાંખ્યાં હતા. તેમાંથી એક ક્રાંતિકારી હતાં અમરચંદ્ર બાંઠિયા (MARTYR AMARCHAND BANTHIYA). સિંધિયા વંશના ખજાનચી અમરચંદ્ર બાંઠિયાનો જન્મ ત્યાં થયો હતો, જ્યાં મહારાણા પ્રતાપ માટે તેની સંપત્તિ દાન કરનારા ભામાશાહનો જન્મ થયો હતો. શહીદ અમરચંદ્ર બાંઠિયાનો 1793માં વીર માતૃત્વ રાજસ્થાનની ભૂમિ બિકાનેરમાં (Bikaner) થયો હતો. બાળપણથી જ તેમના મનમાં દ્રઢ નિશ્ચય હતો કે દેશની આન- બાન -શાન અને ગૌરવ માટે કંઈક કરવું છે. શહીદ અમરચંદ્રના પિતાનો પૈત્રિક વ્યવસાય હતો પરંતુ ધંધામાં ખોટ આવવાને કારણે તેમના પિતાને પરિવાર સાથે ગ્વાલિયર જવું પડ્યું હતું. ગ્વાલિયરના તત્કાલીન મહારાજાએ બાંઠિયા પરિવારને આશ્રય આપ્યો હતો. તેમના સહકારથી જ બાંઠિયા પરિવાને ગ્વાલિયરમાં ફરી ધંધો શરૂ કરવાની હિંમત મળી હતી.

દેશની આઝાદીમાં આ ખજાનચીનું યોગદાન અમૂલ્ય, આ રીતે મોતને ભેટ્યા

જયાજીરાવ સિંધિયાએ અમરચંદ બાંઠિયાને રજવાડાના ખજાનચી બનાવ્યાં

બાંઠિયા પરિવારની મહેનત અને પ્રમાણિકતા અંગે લોકચર્ચાઓ થવા લાગી હતી. તેના કારણે આર્થિક વ્યવસ્થાપનમાં તેમની નિપુણતાને કારણે, જયાજીરાવ સિંધિયાએ અમરચંદ બાંઠિયાને (MARTYR AMARCHAND BANTHIYA) રજવાડાના ખજાનચી બનાવ્યાં હતાં. તે સમયે કોઈપણ ઉદ્યોગપતિ માટે તિજોરીનો ખજાનચી બનવું એ મોટી વાત હતી. તે સમયે ગ્વાલિયરના ગંગાજલી ખજાના વિશે ખૂબ જ ઓછા લોકોને માહિતી હતી.

આ પણ વાંચો: 21મી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ 19 નવેમ્બરના, જાણો તમારી રાશી પર થશે કેવી અસર

અમરચંદ્ર બાંઠિયાએ ગ્વાલિયરના ગંગાજલી તિજોરી રાણી લક્ષ્મીબાઈને સોંપી દીધી

વર્ષ 1857માં અંગ્રેજો (WAR OF INDEPENDENCE IN 1857) સામે બાથ ભીડવામાં 'ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ' મોખરે હતાં. ઝાંસીની આજુબાજુ જે રજવાડા અંગ્રેજો પર નિર્ભર હતાં, તેમના પર રાણી હુમલો કરતા હતાં. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ ગ્વાલિયર પર કબ્જો કરી લીધો હતો પરંતુ સંઘર્ષ હજૂ પૂરો થયો ન હતો. લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપે તેમની બાકીની સેના સાથે અંગ્રેજો (Brirish Government) સામે લડી રહ્યાં હતાં. યુદ્ધમાં રાણીની તિજોરી ખાલી થઇ ગઇ હતી. તેમની સેનાને પણ ઘણા મહિનાઓથી પગાર મળ્યો ન હતો. સેનાનું રાશન પણ પુરુ થઇ રહ્યું હતું. પૈસાની તંગીને કારણે આઝાદીની લડત ધીમી પડી ગઇ હતી. યુવાન અમરચંદ્રને (MARTYR AMARCHAND BANTHIYA) લાગ્યું કે દેશ માટે કંઈક કરવાની આનાથી વધારે સારી તક કદાચ ફરી નહીં આવે.

આ પણ વાંચો: Gurunanak jayanti 2021: લોકોને એકતાનો સંદેશ આપનારા ગુરુ નાનકજીના અમૂલ્ય શબ્દો

સરાફા બજારમાં એક લીમડાના ઝાડ પર જાહેરમાં અમરચંદ્ર બાંઠિયાને ફાંસી અપાઈ

તારીખ 8 જૂન, 1858ના દિવસે અમરચંદ્ર બાંઠિયાએ પોતાના જીવના જોખમે ગ્વાલિયરના ગંગાજલી તિજોરી રાણી લક્ષ્મીબાઈને સોંપી દીધી. અમરચંદ્ર બાંઠિયા પોતાનું કામ કરી ચુક્યા હતાં. ભારતમાંથી અંગ્રેજોને ખદેડી મુકવા માટે તેઓ પોતાનો આખરી દાવ લગાવી ચુક્યા હતાં. તેમને ખબર હતી કે હવે અંગ્રેજો હવે શાંત નહીં રહે. 18 જૂને રાણી લક્ષ્મીબાઇનું મૃત્યુ થયું. તેના ચાર દિવસ પછી શેઠ અમરચંદ્ર બાંઠિયા (MARTYR AMARCHAND BANTHIYA) પર રાજદ્રોહના કેસ કરવામાં આવ્યો અને સુનવણી બાદ તેમને મૃત્યુની સજા ફટકારવામાં આવી. 22 જૂન સરાફા બજારમાં એક લીમડાના ઝાડ પર જાહેરમાં અમરચંદ્ર બાંઠિયાને ફાંસી આપવામાં આવી. અંગ્રેજોએ 3 દિવસ સુધી શહીદનો મૃતદેહ લીમડાના ઝાડ પર લટકાવેલો રાખ્યો. અંગ્રેજો (Brirish Government) ઇચ્છતા હતા કે આ ઘટનાથી લોકોમાં ભયનું વાતાવરણ બને અને ફરી કોઇ ક્રાંતિકારીઓની મદદ કરવાની હિંમત ન કરે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.