Ind vs WI T20 : આગામી બે T20 મેચ રમવા બન્ને ટીમો જશે અમેરીકા

author img

By

Published : Aug 4, 2022, 5:03 PM IST

Ind vs WI T20

ઘણા દિવસોની રાહ જોયા બાદ ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમના(India West Indies T20 Series ) તમામ સભ્યોને સત્તાવાર રીતે અમેરિકા જવાની મંજૂરી મળી ગઈ(players were allowed to go to America) છે. તેઓ આ સપ્તાહના અંતમાં ફ્લોરિડામાં બે T20 મેચ રમાશે.

ફ્લોરિડાઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે છેલ્લી બે T20 મેચ ફ્લોરિડામાં 6 અને 7 ઓગસ્ટે(India West Indies T20 Series ) રમાશે. બંને ટીમોએ અમેરિકાના વિઝા મેળવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગયાનાના પ્રમુખ ઈરફાન અલીના હસ્તક્ષેપ બાદ કેટલાક કલાકોમાં બંને ટીમોના કેટલાક ખેલાડીઓ અને સહાયક સ્ટાફ માટે યુએસએના વિઝા મળી ગયા(players were allowed to go to America) હતા.

આ પણ વાંચો - ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા ભારત સામે મેદાનેજંગ માટે છે તૈયાર

અમેરીકામાં યોજાશે T20 - ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI) ના પ્રમુખ રિકી સ્કીરિટે અલીનો આભાર માન્યો અને કહ્યું કે, તે મહામહિમ દ્વારા સમયસર અને પ્રભાવશાળી રાજદ્વારી પ્રયાસ હતો. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે યુએસએના વિઝા વગરના ખેલાડીઓને ગયાનાની રાજધાની જ્યોર્જટાઉન મોકલવામાં આવ્યા હતા. સેન્ટ કિટ્સમાં ત્રીજી T20 પછી, યુએસ એમ્બેસીમાં ઇન્ટરવ્યુ માટેની પ્રક્રિયા મંગળવારે રાત્રે પૂર્ણ થઈ હતી.

આ ખેલાડીઓને મળ્યા વિઝા - રિપોર્ટ અનુસાર ઈન્ટરવ્યુમાં સામેલ થનારાઓમાં ઈન્ડિયા કેપ્ટન રોહિત શર્મા અને હેડ કોચ રાહુલ દ્રવિડ પણ સામેલ હતા. વાસ્તવમાં, તેમાંથી 14 એવા ભારતીય ખેલાડીઓ હતા જેમની પાસે મુસાફરીની પરવાનગી નહોતી. રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, દિનેશ કાર્તિક, રવિ બિશ્નોઈ, સૂર્યકુમાર યાદવ અને કુલદીપ યાદવ આ દરમિયાન મિયામી પહોંચી ગયા છે. ટીમના બાકીના ખેલાડીઓ પણ તેની સાથે જોડાશે.

આ પણ વાંચો - સૂર્યકુમારની અડધી સદીની મદદથી ભારતે વેસ્ટ ઈન્ડિઝને સાત વિકેટે હરાવ્યું

2 મેચ રમાશે - સ્કેરિટે વધુમાં કહ્યું કે, ભારતીય ખેલાડીઓ ગુરુવારે બપોરે જ ઉડાન ભરશે. તમામ વિઝાની અરજીઓને મંજૂર કરવામાં આવી છે, પરંતુ આ (બુધવાર) બપોર સુધી પાસપોર્ટ પરત કરવાના નથી. CWI જે કંઈ કરી શક્યું હોત, તે થઈ ગયું છે. ભારત હાલમાં પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે, આગામી બે મેચો શનિવાર અને રવિવારે ફ્લોરિડાના લોડરહિલ ખાતે સેન્ટ્રલ બ્રોવર્ડ પાર્ક ખાતે યોજાનાર છે. ભારતે વર્ષ 2016 અને 2019માં આ મેદાન પર ટી20 મેચ રમી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.