femina miss india 2022: સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયા 2022નો ખિતાબ જીત્યો

author img

By

Published : Jul 4, 2022, 7:49 AM IST

femina miss india 2022

કર્ણાટકની સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયા 2022નો ખિતાબ (Femina Miss India 2022) જીત્યો. જ્યારે રાજસ્થાનની રૂબલ શેખાવત ફર્સ્ટ રનર અપ અને ઉત્તર (Sini Shetty crowned Femina Miss India 2022) પ્રદેશની શિનાતા ચૌહાણ સેકન્ડ રનર અપ રહી હતી.

મુંબઈઃ સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયા 2022નો ખિતાબ જીતી લીધો (Femina Miss India 2022) છે. રવિવારે મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે મિસ ઈન્ડિયા 2022ની ગ્રાન્ડ ફિનાલે યોજાઈ હતી, જેમાં એક શાનદાર સ્પર્ધા બાદ સિની (Sini Shetty crowned Femina Miss India 2022) શેટ્ટીને મિસ ઈન્ડિયાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ વખતે મિસ ઈન્ડિયા રેસમાં 31 સ્પર્ધકો વચ્ચે જોરદાર સ્પર્ધા હતી, જેમાં સિની શેટ્ટીએ એ બધાને પાછળ (karnataka sini shetty) છોડીને ટાઈટલ જીત્યું હતું.

આ પણ વાંચો: આ એક્ટર ભારે વરસાદમાં રમ્યો જોરદાર ફૂટબોલ અને પછી શું કહ્યું જૂઓ

મિસ ટેલેન્ટનો એવોર્ડ જીતી ચૂકી છે: શેટ્ટી મિસ ઈન્ડિયા 2022ની વિજેતા (Sini Shetty Femina Miss India 2022) બનેલી સિની શેટ્ટી 21 વર્ષની છે. સિની શેટ્ટીનો જન્મ મુંબઈમાં થયો હતો, પરંતુ તે કર્ણાટકની છે. આ સિવાય મિસ ઈન્ડિયાનો તાજ પહેરનાર સિની શેટ્ટી એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ ડાન્સર પણ છે. મિસ ઈન્ડિયા 2022ના ખિતાબ પહેલા તે પેટા સ્પર્ધાઓમાં મિસ ટેલેન્ટનો એવોર્ડ જીતી ચૂકી છે.

રૂબલ શેખાવત પ્રથમ રનર અપ બની: રાજસ્થાનની રૂબલ શેખાવતને ફેમિના મિસ ઈન્ડિયા 2022ની પ્રથમ રનર અપનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. તે પોતાને એક જિજ્ઞાસુ વિદ્યાર્થી માને છે. રૂબલને નૃત્ય, અભિનય, પેઇન્ટિંગ અને અન્ય ઘણી બાબતોમાં રસ છે, આ સાથે તેને બેડમિન્ટન રમવાનું પણ પસંદ છે.

શિનાતા ચૌહાણ સેકન્ડ રનર અપ બની: તેમજ ઉત્તર પ્રદેશની રહેવાસી શિનાતા ચૌહાણને ફેમિના મિસ ઈન્ડિયા 2022ની સેકન્ડ રનર અપનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. શિનાતાની ઉંમર B માત્ર 21 વર્ષની છે. શિનાતા પોતાની જાતને વ્યક્ત કરવાનું પસંદ કરે છે. તેને સંગીત સાંભળવું અને તેના ફેન્સ સાથે વાત કરવાનું પસંદ છે. તેણે સેલ્ફ કેર જેવી પ્રવૃત્તિઓ ગમે છે.

આ પણ વાંચો: આ બિઝનેસવુમને લંડનમાં હાઈ-ફેશન પાર્ટીમાં 'રેઈનપ્રૂફ' પોશાક પહેરીને સર્જયુ કુતુહલ, જુઓ તસવીરો

પસંદગી મંડળ: અભિનેત્રી નેહા ધૂપિયા અને મલાઈકા અરોરા, ડીનો મોરિયા, ભૂતપૂર્વ ક્રિકેટર મિતાલી રાજ, ડિઝાઇનર રોહિત ગાંધી અને રાહુલ ખન્ના, કોરિયોગ્રાફર શ્યામક દાવરનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.