બિહારનો બદલો ગુજરાતમાં લીધો, BJPએ JDUનો છેદ ઉડાડ્યો

author img

By

Published : Sep 13, 2022, 3:28 PM IST

Updated : Sep 13, 2022, 5:08 PM IST

બિહારનો બદલો ગુજરાતમાં લીધો

ભારતમાં વિપક્ષને એક કરવાના અભિયાનમાં લાગેલા બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને (Chief Minister Nitish Kumar) ભાજપે હવે વધુ એક મોટો ઝટકો આપ્યો છે. દમણ અને દીવમાં JDUના 17માંથી 15 પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા છે.

દમણ : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતમાં શાસક પક્ષ JDU અને મોહન ડેલકર (Mohan Delkar member Join BJP) સમર્થકોએ સામૂહિક પક્ષપલટો કર્યો છે. જણાવી દઈએ કે, મોહન ડેલકર અને JDUના સમર્થકોનું ગઠબંધન સત્તામાં હતું. જેમાં ચૂંટાયેલા 17માંથી 15 સભ્યોએ ભગવો ધારણ કર્યો છે. દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની (Dadra Nagar Haveli District Panchayat) કુલ 20 બેઠકોમાંથી 17 બેઠકો પર JD(U) અને ડેલકર સમર્થક હતા, જ્યારે 3 બેઠકો ભાજપ પાસે હતી. હાલ, માત્ર 3 સભ્યો સાથે ભાજપે જિલ્લા પંચાયતમાં સત્તા મેળવી હતી. ગઠબંધનના સભ્યોએ કલેક્ટરને લેખિતમાં જાણ કરી હતી કે, તેઓ ભાજપમાં જોડાયા છે, ત્યારે જણાવવામાં આવ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં પ્રદેશના રાજકારણમાં ઘણા ચોંકાવનારા ફેરફારો જોવા મળશે. (jdu panchayat member join bjp)

JDUનું અસ્તિત્વ ખતમ : બિહારમાં નીતીશ કુમારે ભાજપ સાથેના સંબંધો તોડીને RJD સાથે સરકાર બનાવી હતી, આ બાદ ભાજપની સત્તા જતી રહી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દાદર નગર હવેલીમાં નીતિશ કુમાર દ્વારા છોડવામાં આવેલા સમર્થનનો ભાજપે બદલો લીધો છે, જ્યાં ભાજપે કેન્દ્રશાસિત પ્રદેશની દાદરા નગર હવેલીમાંથી JDUનું અસ્તિત્વ ખતમ કરી દીધું ( Diu And Daman BJP Governance) છે. દાદરાનગર હવેલી JDUના પ્રદેશ અધ્યક્ષ સહિત રાજ્ય સંગઠનના તમામ અધિકારીઓ અને કાર્યકરો JDU છોડીને ભાજપમાં જોડાયા છે. આ રીતે ભાજપે કેન્દ્રશાસિત પ્રદેશ બિહારની દાદરા નગર હવેલીમાં નીતિશ કુમાર દ્વારા રમાયેલી રાજનીતિનો બદલો લીધો છે. આ સાથે જ આ વિસ્તારમાંથી JDUનું નામ પણ ભુંસી દેવામાં આવ્યું છે. Nitish Kumar JDU In Diu

રાજકારણમાંથી બાદબાકી : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત પર JDUનો કબજો હતો. દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતમાં કુલ 20 સભ્યોની સંખ્યા સાથે, JDU દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતમાં 17 સભ્યોની પ્રચંડ બહુમતી સાથે સત્તામાં હતી. પરંતુ આજે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના JDU પ્રદેશ અધ્યક્ષ ધર્મેશ સિંહ ચૌહાણ તેમના સંગઠનની સમગ્ર ટીમ સાથે JDUના 17 સભ્યોમાંથી 15 સભ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ પણ JDU છોડીને ભાજપમાં જોડાયા છે. આ રીતે ભાજપે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના રાજકારણમાંથી JDUની બાદબાકી થઈ ગઈ છે.

JDU સાથે નાતો તોડ્યો : આ રીતે ભાજપે કેન્દ્રશાસિત પ્રદેશ બિહારની દાદરા નગર હવેલીમાં નીતિશ કુમાર દ્વારા રમાયેલી રાજરમતનો બદલો લીધો છે. JDU છોડીને સમગ્ર સંગઠન સાથે ભાજપમાં જોડાયેલા JDUના પ્રદેશ અધ્યક્ષ ધર્મેશ સિંહ ચૌહાણે પણ કહ્યું કે, JDUની આખી ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિથી પ્રેરિત થઈને ભાજપમાં જોડાઈ અને JDU સાથે નાતો તોડી નાખ્યો હતો.

Last Updated :Sep 13, 2022, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.