IND vs NZ 1st T20: ન્યુઝીલેન્ડ સામેની જીત સાથે ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર શરુઆત

author img

By

Published : Nov 18, 2021, 2:59 PM IST

IND vs NZ 1st T20: ન્યુઝીલેન્ડ સામેની જીત સાથે ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર શરુઆત

ભારતીય ક્રિકેટ ટીમના (indian cricket team)નવા યુગની શરૂઆત કરતા, સુકાની 'રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની' શાનદાર ઇનિંગ્સના બળે ભારતીય ક્રિકેટ ટીમએ (INDIA WON) બુધવારે પ્રથમ T20 ઇન્ટરનેશનલ મેચમાં ન્યૂઝીલેન્ડને પાંચ વિકેટે હરાવી ભારતીય ટીમે શાનદાર એન્ટ્રી કરી હતી.

  • ટી 20 ઇન્ટરનેશનલ મેચમાં 'રાહુલ દ્રવિડ' અને કપ્તાન 'રોહિત શર્માના' નેતૃત્વ હેઠળ શાનદાર પ્રદર્શન
  • ભારતની જીતનો શિલ્પકાર 'સૂર્યકુમાર' અને 'રોહિત શર્મા'
  • આખરે ઋુષભ પંતે વિજયી રન બનાવી ભારતને જીત અપાવી

જયપુર:- ટી 20 વર્લ્ડ કપના (T20 World cup 2021) ખરાબ પ્રદર્શનને ભુલી ભારતના નવા કોચ રાહુલ દ્રવિડ (coach rahul dravid) અને કપ્તાન રોહિત શર્માના (captain rohit sharma) નેતૃત્વ હેઠળ T20 ઇન્ટરનેશનલ મેચમાં (IND vs NZ 1st T20) શાનદાર જીત સાથે ફરી મેદાને ઉતર્યા હતાં. ભારતીય ક્રિકેટ ટીમની જીત બાદ (india won) માટે 165 રનનો લક્ષ્ય રાખ્યો હતો. આ સાથે 165 રનનો લક્ષ્ય રાખી માત્ર બે બોલ બાકી રહેતા પાંચ વિકેટ ગુમાવીને હાંસીલ કર્યો હતો.ભારતની જીતનો શિલ્પકાર 'સૂર્યકુમાર અને રોહિત શર્મા' જેમણે અનુક્રમે 62 અને 48 રન બનાવ્યા હતા. સૂર્યકુમારે 40 બોલમાં છ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતાં, જયારે રોહિતે 36 બોલનો સામનો કરીને પાંચ ચોગ્ગા અને બે છગ્ગા માર્યા હતાં.

ભારતની જીતનો શિલ્પકાર સૂર્યકુમાર અને રોહિત શર્મા

ભારતની જીતનો શિલ્પકાર સૂર્યકુમાર અને રોહિત શર્મા જેમણે અનુક્રમે 62 અને 48 રન બનાવી શાનદાર શરૂઆત કરી હતી. સૂર્યકુમારે 40 બોલની ઇનિંગમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા, જ્યારે રોહિતે 36 બોલનો સામનો કરીને પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ન્યૂઝીલેન્ડ સામેની જીત સાથે ભારતીય ક્રિકેટના નવા યુગની શાનદાર થઇ છે. T20 વર્લ્ડ કપમાંથી (T20 World cup 2021) બહાર થયા બાદ ટીમમાં પરત આવેલ 'શ્રેયસ અય્યરે' પાંચ રન બનાવતાની સાથે જ પોતાની વીકેટ ગુમાવી દીધી હતી.

આ પણ વાંચો: ICC T20 બેટિંગ રેન્કિંગ 2021ઃ કોહલીની રેન્કિંગ પર અસર, રાહુલની છંલાગ

'ઋુષભ પંતે' વિજયી રન બનાવી ભારતને જીત અપાવી

પ્રથમ ઇન્ટરનેશનલ મેચ રમી રહેલા વેંકટેશ અય્યરે ડેરીલ મિશેલ સામે ચોગ્ગો ફટકાર્યો હતો, પરંતુ આગલા બોલ પર રિવર્સ સ્વીપ મારવાના ચક્કરમાં રવિન્દ્ર રચિનને કેચ મળી ગયો હતો. ત્યાર બાદ ઋુષભ પંતે વિજયી રન બનાવી ભારતને જીત અપાવી હતી. આ પહેલા માર્ટીન ગુટીલ અને માર્ક ચૈપમેનની મદદથી ન્યૂઝીલેન્ડે છ વિકેટ પર 164 રન બનાવ્યા હતા. ગુપ્ટિલે 42 બોલમાં 70 રન અને ચેપમેને 50 બોલમાં 63 રન બનાવ્યા હતા. તે સાથે અશ્વિને ચાર ઓવરમાં 23 રન આપીને બે અને ભુવનેશ્વર કુમારે 24 રનમાં બે વિકેટ મેળવી લીઘી હતી.

ન્યૂઝીલેન્ડનો સ્કોર 15 ઓવર પછી ત્રણ વિકેટે 123 રન

હોંગકોંગમાં જન્મેલા ચેપમેને છઠ્ઠી ઓવરમાં ચાહરને એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો. જયારે દસ ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર એક વિકેટે 65 રન હતો. ત્યાર બાદ બંને બેટ્સમેનોએ આગલી ત્રણ ઓવરમાં જોરદાર રન બનાવ્યા હતાં. ચૈપમેને આગલી ઓવરમાં અક્ષર પટેલને એક ચોગ્ગો અને છગ્ગો ફટકારીને 15 રન બનાવ્યા હતાં. આ પેહલાં હોંગકોંગ તરફથી રમી ચૂકેલા ચેપમેને ન્યૂઝીલેન્ડ માટે પહેલા અડધી સદી ફટકારી ચૂકયાં હતાં. બીજી બાજુ ગુપ્ટીલે મોહમ્મદ સિરાજ વિરુધ્ધ સિકસર ફટકારી હતી. ત્યાં અશ્વીન બોલિંગ કરવા માટે મેદાને ઉતરતા જ ન્યૂઝીલેન્ડને બે ઝટકા આપતા, ન્યૂઝીલેન્ડનો સ્કોર 15 ઓવર પછી ત્રણ વિકેટે 123 રન હતાં.

આ પણ વાંચો: t20 world cup : ભારતે નામીબિયા સામે મેળવ્યો 9 વિકેટથી વિજય

ભારતે છેલ્લી પાંચ ઓવરમાં 41 રનમાં ત્રણ વિકેટ ઝડપી

ગુપ્ટીલે બીજી તરફ રન બનાવાનુ ચાલુ રાખ્યું હતું. ભુવનેશ્વર કુમારે સિક્સર ફટકારી હતી, પરંતુ તે 18મી ઓવરમાં આઉટ થઇ ગયા હતા, જેના લીધે ન્યૂઝીલેન્ડ 180 સુધી પહોંચવામા નિષ્ફળ રહયાં હતાં. ભારતે છેલ્લી પાંચ ઓવરમાં 41 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.