ભારતે સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે ટોચનું સ્થાન જાળવી રાખ્યું: UN રિપોર્ટ

author img

By

Published : May 20, 2022, 4:08 PM IST

ભારતે સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે ટોચનું સ્થાન જાળવી રાખ્યું: UN રિપોર્ટ

એક આર્થિક રીપોર્ટ અનુસાર ભારતની આર્થિક વૃદ્ધિ (Global GDP Reports )વૈશ્વિક વિકાસદરથી વિપરીત (Contrast Development Rate) રહી છે. જે આ વર્ષે અને આગામી વર્ષે 3.1 ટકા રહેવાનું અનુમાન (Economic Prediction) કરવામાં આવે છે. WESPના રીપોર્ટ અનુસાર ડૉમેસ્ટિક પ્રોડક્શન, અર્થવ્યવસ્થા એક એવો સંકેત આપે છે કે, આગામી વર્ષે આ ટકાવારી 6 ટકા નીચે જવાના એંધાણ છે.

અમેરિકા: સંયુક્ત રાષ્ટ્રના રીપોર્ટ (UN Economic Reports 2022) અનુસાર આ નાણાકીય વર્ષ માટે આર્થિક વિકાસનો (Development Rates) દર 6.4 ટકા રહે એવું અનુમાન છે. આ સાથે ભારત દુનિયામાં ઝડપથી આગળ વધતી (Fastest Growing Economy) અર્થવ્યવસ્થા પૈકીની એક હશે. સંયુક્ત રાષ્ટ્રના ગ્લોબલ ઈકોનોમિક ઓબઝર્વેશનના (Global Economic Observation) પ્રમુખ હામિદ રાશિદે બુધવારે વર્લ્ડ ઈકોનોમિક સિચ્યુવેશન એન્ડ પ્રોસ્પેક્ટની એક જાહેરાતમાં કહ્યું હતું કે, અમને એવી આશા છે કે, આવતા વર્ષે ટૂંકાગાળામાં ભારતીય રિક્વરી (Revenue Recovery) મજબુત થઈ જશે. એક રીપોર્ટ અનુસાર ભારતની આર્થિક વૃદ્ધિ વૈશ્વિક વિકાસદરથી વિપરીત છે. જે આ વર્ષે અને આગલા વર્ષે 3.1 ટકા રહેવાનું ચોક્કસ અનુમાન છે. આ રીપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, ભારતની અર્થવ્યવસ્થામાં 8.8 ટકાનો આર્થિક વધારો થયો છે. જે જાન્યુઆરીના 9 ટકાના પૂર્વાનુમાન કરતા ટકાવારી થોડી ઓછી છે.

આ પણ વાંચો: Share Market India: છેલ્લા દિવસે મજબૂત શરૂઆત, રોકાણકારોમાં જાગી આશા

યુક્રેન યુદ્ધની અસર: ગત વર્ષની તુલનામાં વર્ષ 2022-23 માટે ઓછા વિકાસનું અનુમાનને ઉચ્ચ ફુગાવાના દબાણો અને શ્રમ બજારની અસમાન પુનઃપ્રાપ્તિ ખાનગી વપરાશ અને રોકાણ પર અંકુશને આભારી છે." યુક્રેન-રશિયા વચ્ચે થયેલી લડાઈથી વૈશ્વિક ઉથલપાથલ થઈ છે. આ માહોલ વચ્ચે ચાલું નાણાકીય વર્ષના પૂર્વાનુમાનમાં મામુલીરૂપે 0.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સરેરાશ વૈશ્વિક ચિત્ર પર ટિપ્પણી કરતા તેમણે એવું કહ્યું હતું કે, આર્થિક પોલીસી અને વિશ્લેષણ ડાયરેક્ટર શાંતનું મુખર્જીએ કહ્યું કે, યુક્રેનમાં યુદ્ધ, કોવિડની મહામારીને કારણે આર્થિક સ્થિતિ નાજુક થઈ ગઈ છે.

આવું અનુમાન છે: જેમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે. આ પહેલા કરવામાં આવેલા પૂર્વાનુમાન બાદ વૈશ્વિક આર્થિક સંભાવનાઓ નાટકીય રીતે બદલી ગઈ છે. જાન્યુઆરીમાં જ્યારે અમે વર્ષ 2022માં 4 ટકા વૃદ્ધિદરની આર્થિક પ્રગતિની આશા રાખતા હતા. વિકાસની સંભાવનાઓમાં ઘટાડો થતા એની વ્યાપક અસર થઈ છે. અમેરિકા, યુરોપીયન સંઘ, ચીન અને કેટલાય વિકાસશીલ દેશ સહિત દુનિયાની કેટલીય અર્થ વ્યવસ્થાને અસર થઈ રહી છે. દુનિયાની બીજા ક્રમની અર્થ વ્યવસ્થા તરીકે ચીન આ વર્ષે 4.5 ટકા અને આગામી વર્ષે 5.2 ટકાવારી પદે રહેવાનું અનુમાન છે.

આ પણ વાંચો: Cement Shares Hike: સિમેન્ટ કંપનીના શેર્સ ખરીદ્યા હોય તો આજે થશે જોરદાર ફાયદો, જૂઓ

ભારત સ્થિતિ સારી: અમેરિકાએ આ વર્ષે 2.6 ટકા અને આગામી વર્ષે 1.8 ટકા આર્થિક રીતે પ્રગતિ કરે એવું અનુમાન છે. અન્ય પ્રમુખ અર્થ વ્યવસ્થાની તુલનામાં ભારતની શ્રેષ્ઠ આર્થિક પ્રગતિ અંગે પૂછવા પર રાશિદે એક અપેક્ષાકૃત ફુગાવાના દરને જવાબદાર ગણાવી દીધો છે. જેના માટે અન્ય દેશના ફુગાવા દર સાથે તુલના કરવાની કોઈ જરૂર નથી. પૂર્વી એશિયા અને દક્ષિણ એશિયાને બાદ કરતા દુનિયાના લગભગ તમામ ક્ષેત્રમાં ફુગાવાનો ઊંચો દર નોંધાયો છે. પણ ભારતમાં આ દ્રષ્ટિકોણથી જોતા સ્થિતિ સારી છે. અન્ય દેશની જેમ આક્રમકરૂપે મોટો ફુગાવો જોવા મળતો નથી.

જોખમ યથાવત છે: આ સાથે રાશિદે એલર્ટ આપતી વાત પણ કહી હતી, તેમણે ઉમેર્યું કે, અમે બહારની ચેનલ્સ પાસેથી નકારાત્મક જોખમને સંપૂર્ણ રીતે છૂટછાટ ન આપી શકાય. એટલે વૈશ્વિક સ્તરે જોખમ તો છે જ. દક્ષિણ એશિયા ક્ષેત્ર માટે, WESP આ વર્ષે 5.5 ટકાના વૃદ્ધિ દરની આગાહી કરે છે - જે જાન્યુઆરીની આગાહી કરતા 0.4 ટકા ઓછો છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે, યુક્રેનમાં ચાલી રહેલા ઘર્ષણને ધ્યાને લઈને કોમોડિટીની ઊંચી કિંમત અને સંયુક્ત રાજ્યમાં ફુગાવાનો મુદ્દો સંભવિત નકારાત્મક દિશા દેખાડે છે. નેગેટિવ સ્પિલઓવરની અસર સામે હાલના મહિનામાં દક્ષિણ એશિયામાં દ્રષ્ટિકોણ હતો એના કરતા ઘણો ખરાબ થઈ ગયો છે.

આ પણ વાંચો: શું તમે શેરબજારમાં રોકાણ કરો છો? તો તમે આ વાતનું ધ્યાન નહીં રાખો તો થશે મોટું નુકસાન

ઉત્પાદનને અસર: જેના કારણ આ વર્ષે પાક ઉત્પાદન ઓછું થવાની પૂરી સંભાવના છે.જેની અસર ભવિષ્યની કિંમત પર પડશે. આર્થિક રીતે ભારણ વધી પણ શકે છે. ગ્રાહકોના દ્રષ્ટિકોણમાં વર્ષ 2022માં ટકાવારી વધીને કુલ 9.5 ટકા રહેવાની આશા છે. જે વર્ષ 2021માં 8.9 ટકા રહી હતી. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અને વર્લ્ડ બેંક (WB) ને ગયા મહિને યુક્રેન યુદ્ધની સંપૂર્ણ અસરનો અહેસાસ થયો તે પહેલાં ભારત માટે સંયુક્ત રાષ્ટ્રના અંદાજો ઓછા છે. IMFએ 8.2 ટકા અને WBએ 8 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.