રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ સિઝન 2માં ઇન્ડિયા લિજેન્ડ્સ બન્યું ચેમ્પિયન

author img

By

Published : Oct 2, 2022, 9:22 AM IST

Updated : Oct 2, 2022, 9:48 AM IST

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ સિઝન 2માં ઇન્ડિયા લિજેન્ડ્સ બન્યું ચેમ્પિયન

શનિવારે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની ફાઇનલમાં(Road Safety World Series Season two), ભારત લિજેન્ડ્સ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ સીઝન 2નું ચેમ્પિયન બન્યું છે(India champions in Legends Road Safety World Series). નમન ઓઝા મેન ઓફ ધ મેચ બન્યો હતો(Naman Ojha became man of the match). ટીમનો કેપ્ટન સચિન તેંડુલકર પહેલા જ બોલમાં આઉટ થયો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈન્ડિયા લિજેન્ડ્સે 6 વિકેટના નુકસાને 195 રન બનાવ્યા હતા. વિરોધી ટીમ 18.5 ઓવરમાં માત્ર 162 રન જ બનાવી શકી હતી.

છત્તિસગઢ : ભારત લિજેન્ડ્સ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ સીઝન 2નું ચેમ્પિયન બન્યું છે(India champions in Legends Road Safety World Series). વિજય બાદ સીએમ ભૂપેશ બઘેલે ટુર્નામેન્ટના વિજેતા ઈન્ડિયા લિજેન્ડ્સ અને રનર અપ શ્રીલંકા લિજેન્ડ્સને ટ્રોફી આપી હતી(India Legends defeated Sri Lanka Legends). રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની ફાઈનલ મેચમાં ઈન્ડિયા લિજેન્ડ્સે શ્રીલંકા લિજેન્ડ્સને કપરા મુકાબલામાં હરાવ્યું હતું. મેન ઓફ ધ મેચ નમન ઓઝાએ ETV ભારત સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, "તેમના માટે મેચ અને ટૂર્નામેન્ટ ઘણી સારી રહી છે''.

નમન ઓઝા મેન ઓફ ધ મેચ ઈન્ડિયા લિજેન્ડ્સની જીત બાદ મેદાનમાં વંદે માતરમ ગુંજી ઉઠ્યું હતું. મેચ બાદ મેદાનમાં ફાયર શો અને લેસર લાઈટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈન્ડિયા લિજેન્ડ્સની શાનદાર બોલિંગ સામે શ્રીલંકા લિજેન્ડ્સની ટીમ 18.5 ઓવરમાં 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈન્ડિયા લિજેન્ડ્સ તરફથી વિનય કુમારે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. શાનદાર બેટિંગ કરતા નમન ઓઝાએ માત્ર 71 બોલમાં 108 રન બનાવ્યા હતા.

195 રનનો લક્ષ્યાંક આપ્યો ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઇન્ડિયા લિજેન્ડ્સે 6 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા. ઈન્ડિયા લિજેન્ડ્સની શરૂઆત એટલી ખાસ નહોતી થઈ. ટીમનો કેપ્ટન સચિન તેંડુલકર પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. સુરેશ રૈના પણ વધુ રન બનાવી શક્યો નહોતો. ઇન્ડિયા લિજેન્ડ્સના ઓપનર નમન ઓઝાએ બેટિંગ કરતી વખતે ઇન્ડિયા લિજેન્ડ્સની ઇનિંગ્સને સંભાળી હતી અને 71 બોલમાં 108 રન બનાવ્યા હતા. વિનય કુમારે પણ બેટિંગમાં 21 બોલમાં 36 રન બનાવ્યા અને બોલિંગમાં પણ ત્રણ વિકેટ લીધી. ઈન્ડિયા લિજેન્ડ્સે ઝડપી બેટિંગ કરતા 20 ઓવરમાં 195 રન બનાવ્યા હતા.

ભારતનો ભવ્ય વિજય ભારતના 195 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકા લિજેન્ડ્સ 18.5 ઓવરમાં 162 રન જ બનાવી શકી હતી. શ્રીલંકા લિજેન્ડ્સની શરૂઆત ખરાબ રહી હતી. શ્રીલંકા લિજેન્ડ્સે 7.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ઇશાન જયરત્ને અને મહેલા ઉદાવતેએ ઇનિંગ્સને સંભાળી હતી. ઈશાન જયરત્નેએ બેટિંગ કરતા 22 બોલમાં 51 રન બનાવ્યા હતા. મહેલા ઉદાવતેએ પણ 29 બોલમાં 26 રન બનાવ્યા હતા. બંનેની બેટિંગ છતાં શ્રીલંકા ફાઈનલ મેચ હારી ગયું.

Last Updated :Oct 2, 2022, 9:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.