આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ, અત્યાર સુધીમાં 20 લોકોના મોત, 100થી વધુ લોકો ગુમ

author img

By

Published : Nov 20, 2021, 1:33 PM IST

આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ, અત્યાર સુધીમાં 20 લોકોના મોત, 100થી વધુ લોકો ગુમ

આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને(Heavy rains in Andhra Pradesh) કારણે આવેલા અચાનક પૂરમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે અને 100 થી વધુ લોકો ગુમ(20 killed, more than 100 missing ) હોવાનું કહેવાય છે. બંગાળની ખાડીમાં નીચા દબાણના (Low pressure in the Bay of Bengal)વિસ્તારની રચનાને કારણે રાયલસીમાના ત્રણ જિલ્લા અને એક દક્ષિણ તટીય જિલ્લામાં 20 સેમી સુધી વરસાદ પડ્યો છે.

  • આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ
  • મુખ્યપ્રધાન આજે પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે
  • આ ઘટનામાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા

અમરાવતીઃ આંધ્રપ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને (Heavy rains in Andhra Pradesh )કારણે ભારે તારાજી સર્જાઈ છે. ભારે વરસાદ અને પૂરના (Floods in Andhra Pradesh)કારણે ભારે નુકસાન થયું છે. અપ્રિય ઘટનાઓમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકો ગુમ (20 killed, more than 100 missing ) હોવાનું કહેવાય છે. એરફોર્સ, SDRF અને ફાયર સર્વિસના જવાનો (Deployment of Air Force, SDRF and Fire Service)પૂર પ્રભાવિત જિલ્લાઓમાં રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડી સાથે ફોન પર વાત કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)મુખ્ય પ્રધાન વાયએસ જગનમોહન રેડ્ડી (Chief Minister Jaganmohan Reddy)સાથે ફોન પર વાત કરી અને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી અને રાજ્યને તમામ સહાયનું વચન આપ્યું. મુખ્યપ્રધાન કાર્યાલયે એક પ્રકાશનમાં જણાવ્યું કે મુખ્યપ્રધાન આજે પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે.

પૂરના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું

વધતી જતી નદીઓ અને નહેરોને કારણે અનેક જિલ્લાઓમાં પૂર આવ્યું છે, રસ્તાઓને નુકસાન થયું છે અને કેટલીક જગ્યાએ સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. કડપા જિલ્લામાં પૂરના કારણે ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને 12 લોકો હજુ પણ લાપતા છે.

ભારે વરસાદને કારણે નદીઓ ઉભરાઈ

બંગાળની ખાડીમાં નીચા દબાણના કારણે ભારે વરસાદને કારણે નદીઓ ઉભરાઈ રહી છે અને તેના કારણે ચિત્તૂર અને કુડ્ડાપહમાં ઘણા વર્ષોમાં સૌથી ખરાબ પૂર આવ્યું છે.નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો બચાવ અને રાહત કાર્યમાં વ્યસ્ત છે.

મુખ્યપ્રધાને રાહત અને બચાવ પગલાં લેવાનો નિર્દેશ આપ્યા

મુખ્યપ્રધા જગન મોહન રેડ્ડીએ વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વિડિયો કોન્ફરન્સ યોજી અને તેમને રાહત અને બચાવ પગલાં લેવાનો નિર્દેશ આપ્યા.

આ પણ વાંચોઃ TOP NEWS: કોંગ્રેસ 20 નવેમ્બરે દેશભરમાં કિસાન વિજય દિવસની ઉજવણી કરશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પાછા ખેચ્યાં, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

આ પણ વાંચોઃ કન્ટેમ્પ્ટ કેસને બોર્ડ પર સુનાવણી માટે લાવવામાં આવે - ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસનો મહત્વપૂર્ણ આદેશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.