અભિનેતા અન્નુ કપૂરને છાતીમાં દુખાવો થતા સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા
Updated on: 22 hours ago

અભિનેતા અન્નુ કપૂરને છાતીમાં દુખાવો થતા સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા
Updated on: 22 hours ago
22:31 January 26
અભિનેતા અન્નુ કપૂરને છાતીમાં દુખાવો થતા સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા
અમદાવાદ : અભિનેતા અન્નુ કપૂરને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ ગુરુવારે સવારે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના ચેરમેન (બોર્ડ ઓફ મેનેજમેન્ટ) ડૉ. અજય સ્વરૂપે તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ શેર કર્યું. તેમણે કહ્યું, "શ્રી કપૂરને છાતીની સમસ્યા માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ડૉ. સુશાંત વટ્ટલ હેઠળ કાર્ડિયોલોજીમાં દાખલ છે. હાલમાં તે સ્થિર છે અને સ્વસ્થ થઈ રહ્યા છે."
20:58 January 26
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું
સુરત : ઉધના BRC પાસે કારના ગોડાઉનમાં આગ લાગી છે. ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી. ઉધના, ભેસ્તાન માન દરવાજા ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગ કાબુ મેળવા કવાયત હાથ ધરાઈ છે. કોઈ જાનહાનિ થઇ નહીં. કાર અને સામાન બળીને ખાખ થયો છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
19:56 January 26
હવામાન વિભાગ દ્વારા 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
ગુજરાતમાં ઠંડીના માહોલ વચ્ચે હવે હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડી શકે છે.
16:14 January 26
અમદાવાદમાં શહેર કોટડામાં મોડી રાત્રે પથ્થરમારો, પોલીસ પર પથ્થરમારો કરનાર 32 આરોપીઓ સામે ફરિયાદ
અમદાવાદમાં શહેર કોટડામાં મોડી રાત્રે પથ્થરમારો થયો હતો. બે જુથો વચ્ચે ચાલતી મારામારીને વિખેરવા જતી પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસ પર પથ્થરમારો કરનાર 32 આરોપી સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી હતી. જે મામલે 28 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 150થી વધુના ટોળા વિરૃધ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
14:59 January 26
વિધાનસભા ચૂંટણીના પરિણામને લઈને હારેલા ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરી
વિધાનસભા ચૂંટણીના પરિણામને લઈને હારેલા ઉમેદવારોએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા, હર્ષદ રિબડીયા, લલિત કથગરા, રઘુ દેસાઈ અને હિતેશ વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરી છે, વિજેતા ઉમેદવારોના ફોર્મમાં ભૂલ હોવા છતાં ફોર્મ સ્વીકાર્યા હોવાનો અરજીમાં આક્ષેપ કરાયો છે.
13:29 January 26
અમદાવાદના વેજલપુરમાં પત્નીની હત્યા કેસમાં IB ઓફિસરની ધરપકડ
અમદાવાદ: વેજલપુરમાં પત્નીની હત્યા કેસમાં IB ઓફિસરની ધરપકડ કરવામાં આવી છે. પતિ પત્ની વચ્ચે મનભેદ હોવાની કારણે અલગ રહેતા હતા. 6 મહિના પહેલા મહિલાની હત્યા કરી હતી, જેમાં મુખ્યસૂત્રધાર તરીકે પતિનું નામ ખુલ્યું હતું. પત્નીની હત્યા કરવા માટે પતિએ સોપારી આપી હતી. IB ઓફિસર રાધાકૃષ્ણ મધુકર દુધેલાની ધરપકડ કરવામાં આવી છે.
11:43 January 26
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવ્યો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહ્યા હાજર
દિલ્હી: આજે 74મો પ્રજાસત્તાક દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સાથે મુખ્ય અતિથિ અબ્દેલ ફતેહ અલ સીસી પણ હાજર હતા, જેમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પછી રાષ્ટ્રગીત શરું થયું હતું. આ દરમિયાન પ્રથમ વખત ભારતીય તોપોએ સલામી આપી હતી. અત્યાર સુધી બ્રિટનમાં બનેલી તોપોથી સલામી આપવામાં આવતી હતી.
11:36 January 26
બાટોદ જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી
બાટોદ જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ત્રિરંગો ફરકાવ્યો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા મુખ્ય સચિવ પંકજકુમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. 74મા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
10:47 January 26
કર્તવ્ય પથ પર ઇજિપ્તની સેનાએ પરેડ કરી
દિલ્હી: પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પ્રથમ વખત ઇજિપ્તની સેનાએ પરેડ કરી
10:43 January 26
કર્તવ્ય પથ પર 21 તોપોની સલામી
પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમઃ કર્તવ્ય પથ પર 21 તોપોની સલામી આપવામાં આવી હતી
09:36 January 26
રાજ્યભરમાં 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, પ્રધાન ઋષિકેશ પટેલે ધ્વજવંદન કર્યું
રાજ્યભરમાં 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી. શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી, પ્રધાન ઋષિકેશ પટેલે એ ધ્વજવંદન કર્યું, ધ્વજવંદન કાર્યક્રમમાં પોલીસ કમિશનર, કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરી, રાષ્ટ્રપતિ અને પીએમ દ્વારા પોલીસને સારી કામગીરી બદલ જાહેર થયેલ એવોર્ડ એનાયત કરાશે, ટ્રાફિક પોલીસ, ટી.આર.બી અને એસપીજી કેડેડ્સએ પણ પરેડમાં લીધો ભાગ
09:36 January 26
CA ની વિદ્યાર્થીનીએ પરીક્ષામાં ત્રણ વખત નાપાસ થતાં કર્યો આપઘાત
સુરતમાં એક સાથે બે વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત. CA ની વિદ્યાર્થીની એ કર્યો આપઘાત. ગળે ફાસો ખાઈ કર્યો આપઘાત. CA ની વિદ્યાર્થીનીએ પરીક્ષામાં ત્રણ વખત નાપાસ થતાં અંતિમ પગલું ભર્યું.
08:18 January 26
ભારતે મેલબોર્નમાં ત્રણ હિંદુ મંદિરોની તોડફોડની નિંદા કરી
મેલબોર્નના આલ્બર્ટ પાર્કમાં આવેલા ઈસ્કોન મંદિરના મેનેજમેન્ટે જણાવ્યું કે મંદિર પરિસરમાં તોડફોડ કરવામાં આવી હતી અને દિવાલો પર હિન્દુસ્તાન મુર્દાબાદના નારા લખવામાં આવ્યા હતા. માનવામાં આવે છે કે આ ઘટનાઓ પાછળ ખાલિસ્તાની સમર્થકોનો હાથ છે. ઈસ્કોન મંદિરના ભક્ત દાસે કહ્યું કે આ ઘટનાથી આપણે બધા ચોંકી ગયા છીએ, આ બાદ ભારતે આ ઘટનાની નીંદા કરી છે.
07:20 January 26
ડોનાલ્ડ ટ્રમ્પ 2 વર્ષના પ્રતિબંધ પછી ફરીથી ફેસબુક-ઇન્સ્ટાગ્રામ ચલાવી શકશે, મેટાએ જાહેરાત કરી
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફરીથી ખોલવામાં આવશે. મેટાએ આની જાહેરાત કરી છે. મેટાનું કહેવું છે કે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આગામી અઠવાડિયામાં પુનઃસ્થાપિત કરવામાં આવશે. તાજેતરમાં, ટ્વિટરની માલિકી એલોન મસ્ક પાસે આવ્યા પછી, ટ્રમ્પનું એકાઉન્ટ પણ ટ્વિટર પર પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું.
06:48 January 26
અમેરીકા યુક્રેનને 31 M1 અબ્રામ્સ ટેન્કો આપશે
USના પ્રમુખ જો બાઈડને યુક્રેનને કરી મોટી મદદની જાહેરાત કરી છે, જો બાઈડને લશ્કરી સહાયની જાહેરાત કરી છે, અમેરીકા યુક્રેનને 31 M1 અબ્રામ્સ ટેન્કો આપશે
06:40 January 26
સુપ્રીમ કોર્ટના નિર્ણયો આજથી અંગ્રેજી સિવાય અન્ય ભાષાઓમાં પણ
નવી દિલ્હીઃ આજે 26મી જાન્યુઆરીના દિવસે સરકાર તરફથી મહત્વનો નીર્ણય લેવામાં આવ્યો છે. જેમા સરકારે જણાવ્યું હતુ કે સુપ્રીમ કોર્ટના નિર્ણયો આજથી અંગ્રેજી સિવાય અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ થશે
06:14 January 26
Gujarat Breaking News: Republic Day 2023: બાટોદ જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી
મોરબીઃ મોરબી પુલહોનારત મામલે થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢીને આકરા સવાલ કર્યા છે. હાઈકોર્ટે પૂછ્યું હતું કે, હાઈકોર્ટે જે પ્રશ્નો નગરપાલિકાને કરેલા તે અંગે સોગંદનામામાં કંઈ કહ્યું નથી. એના પરથી એવું લાગે છે કે, પુલની સારસંભાળ કરનાર અજંતા મેનુફેક્ચરિંગ પ્રા.લી. અને મોરબી નગરપાલિકાની મિલીભગત છે. તારીખ 29.12.2023ના રોજ આ પત્ર લખીને જાણ કરવામાં આવી હતી કે પુલની સ્થિતિ સારી નથી. એ સમયે પાલિકાએ વહીવટ કેમ હાથમાં ન લીધો, કંપનીએ મંજૂરી વગર પુલ ખુલ્લો મૂક્યો એ સમયે પાલિકા શું કરતી હતી?
