RRR ફિલ્મનું ગીત 'નાટૂ-નાટૂ' ઓસ્કર માટે નોમિનેટ, ખુશીથી ઝુમી ઉઠી RRR ટીમ
Updated on: Jan 24, 2023, 10:49 PM IST

RRR ફિલ્મનું ગીત 'નાટૂ-નાટૂ' ઓસ્કર માટે નોમિનેટ, ખુશીથી ઝુમી ઉઠી RRR ટીમ
Updated on: Jan 24, 2023, 10:49 PM IST
22:46 January 24
ઈન્દોરના હોલકરમાં ત્રીજી વન-ડે મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું
આજે ઈન્દોરના હોલકરમાં ત્રીજી વન-ડે મેચ રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું હતું. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને વાઇટવોશ કર્યું છે. ટીમ ઈન્ડિયાએ આપેલા 386 રનના ટાર્ગેટ કિવીઝ 41.2 ઓવરમાં 295 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
22:46 January 24
યુપી-લખનઉમાં ભૂકંપના આંચકા, 5 માળની બિલ્ડિંગ તૂટી પડી, 24થી વધુ દટાયાં, 3ની લાશ મળી
દિલ્હીમાં આવેલા ભૂકંપની છેક યુપી સુધી અસર પડી હતી. ભૂકંપને પગલે લખનઉમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. લખનઉમાં વઝીર હસનગંજ રોડ પર એક રહેણાંક મકાન ધરાશાયી થયું હતું. આ અકસ્માતમાં 24થી વધુ લોકો ફસાયા હતા જેમાંથી અત્યાર સુધી 3થી વધુ લોકોની લાશ બહાર કાઢવામાં આવી છે.
19:39 January 24
રાજકોટના ઉપલેટાની સગીરા સાથે થયેલ દુષ્કર્મના કેસમાં મૃત બાળકની ફોરેન્સિક તપાસ માટે કબર ખોદવા માટેની કામગીરી શરૂ
રાજકોટ: ઉપલેટાની સગીરા સાથે થયેલ દુષ્કર્મના કેસમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ હોવાનું સામે આવ્યું છે. સગીરાના દુષ્કર્મ બાદ જન્મેલા મૃત બાળકની તપાસને લઈને ઉપલેટા કબ્રસ્તાન ખાતે અધિકારીઓની ટીમ પહોંચી હતી. મૃત બાળકની ફોરેન્સિક તપાસ માટે કબર ખોદવા માટેની કામગીરી શરૂ કરાઈ છે. દુષ્કર્મના કેસની અંદર DNA તપાસને લઈને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
19:38 January 24
રાજકોટના ઉપલેટામાં આવેલ રિલાયન્સ મોલમાં બબાલ
રાજકોટ: ઉપલેટામાં આવેલ રિલાયન્સ મોલમાં બબાલ સર્જાઈ હતી. પેમેન્ટ બાબતે અજાણ્યા વ્યક્તિઓને કામ કરતા કર્મચારી પર હુમલો કર્યો હતો. અજાણ્યા ગ્રાહકોએ મોલમાં કામ કરતા વ્યક્તિ સાથે ગાળાગાળી કરી અને મારામારી કરી હતી. સમગ્ર બાબતે ઉપલેટા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. બબાલની સમગ્ર ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ છે.
19:36 January 24
રાજકોટના ઉપલેટામાં એક યુવકને ભોજન લીધા બાદ અચાનક તબિયત લથડી
રાજકોટ: ઉપલેટામાં એક યુવકને ભોજન લીધા બાદ અચાનક તબિયત બગડતા સારવાર અર્થે ખસેડાયો હતો. ઉપલેટાના સોની બજારમાં રહેતા યુવકને ભોજન લીધા બાદ અચાનક તબિયત લથડતાં તેમને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. એકસપાયાર થયેલ ટોમેટો કેચઅપ ખાવાથી અસર થઈ હોવાનું પરિવારે જણાવ્યું હતું.
19:23 January 24
પ્રદેશ કોંગ્રેસે બળવાખોર અને પક્ષની વિરુદ્ધમાં કામ કરનાર નેતાઓને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થતાં જ પ્રદેશ કોંગ્રેસે બળવાખોર અને પક્ષની વિરુદ્ધમાં કામ કરનાર નેતાઓને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા. જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલને જૂનાગઢ વિધાનસભામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ તો બીજી તરફ કોંગ્રેસ સેવાદળના મહિલા મોરચાના પ્રમુખ પ્રગતિબેન આહીરને પણ કેશોદ વિધાનસભામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કરાયા. સસ્પેન્ડ આ ઉપરાંત જુનાગઢ શહેરના પૂર્વ કોર્પોરેટર રાજુ સોલંકી અને પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર રાવણ પરમારને કોંગ્રેસ પાર્ટીએ છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા.
18:57 January 24
2002 કોમી તોફાનો દરમિયાન પંચમહાલના દેલોલ ગામના રાયોટિંગ કેસમાં સેશન્સ કોર્ટે તમામ 19 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
પંચમહાલ: 2002ના દેલોલ ગામના રાયોટિંગ કેસમાં હાલોલ સેશન્સ કોર્ટે તમામ 19 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. 2002 કોમી તોફાનો દરમિયાન કાલોલ તાલુકાના દેલોલ ગામમાં પણ તોફાનો થયા હતા. વર્ષ 2003માં કાલોલ પોલીસ મથકે રાયોટિંગ હત્યા સહિતની જોગવાઈ મુજબ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ટ્રેન હત્યાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી તોફાનોની બનેલી ઘટના મુદ્દે 19 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પુરાવાના અભાવે આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.
17:31 January 24
સાબરકાંઠામાં પ્રેમીની હત્યા કરનાર પ્રેમિકા અને તેના પતિને આજીવન કેદની સજા
સાબરકાંઠા: પ્રેમીની હત્યા કરનાર પ્રેમિકા અને તેના પતિને આજીવન કેદની સજા ફટકારી છે. હિંમતનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો હતો. 2020માં યુવાનની હત્યા કરી લાશ હાજીપુર કેનાલમાં નાખી દીધી હતી. યુવતીની સગાઇ બાદ પણ પ્રેમી પ્રેમ સબંધ રાખવા દબાણ કરતો હતો.
17:29 January 24
કારોબારી બેઠકમાં સીએમ ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલે માર્ગદર્શન આપ્યું
ગાંધીનગર: કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે. સીએમ ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલે માર્ગદર્શન આપ્યું હતું. હવે સંગઠનના કાર્યક્રમો શરુ થશે. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ સંગઠન દ્વારા કરવામાં આવશે. બજેટ માટે લોકોના સૂચનો લેવામાં આવશે. 2024 લોકસભાની ચૂંટણીમાં નબળા બુથો છે એને ટાર્ગેટ કરીને સશક્તિકરણના અભિયાનથી એમને મજબૂત કરવામાં આવશે.
14:49 January 24
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ભૂકંપની તીવ્રતા 5.8 રિક્ટર સ્કેલ નોંધાઈ
દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 2.28 કલાકે ભૂકંપ આવ્યો હતો. તેમની તીવ્રતા 5.8 હતી. ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન, પિથોરાગઢ અને અલ્મોડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
14:38 January 24
રાજ ભારતી બાપુના આપધાત પૂર્વે બાપુની મહિલાઓ સાથે વાતચીતનો ઓડિયો સામે આવ્યો
જુનાગઢ: ખેતલીયા દાદાના મંદિરના મહંત રાજ ભારતી બાપુએ કર્યો હતો. આપઘાત થોડા સમય પૂર્વે બાપુની મહિલાઓ સાથે થયેલી વાતચીતનો ઓડિયો આવ્યો હતો. જે પોલીસે તપાસ શરૂ કરી હતી.
14:37 January 24
સુરેન્દ્રનગરમાં ભાજપની કારોબારી બેઠક યોજાઈ, વ્યાજમુક્તિ મુહિમને લઈને રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન
સુરેન્દ્રનગર: ભાજપની કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં એક એક કાર્યકર્તાઓ જનતાની સેવામાં કઈ રીતે સહયોગી થઈ શકે તે માટે ચર્ચા થઈ હતી. જેમાં વ્યાજમુક્તિ મુહિમને લઈને રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વ્યાજખોરો સામે સરકાર લડી રહી છે. નાના મોટા વ્યક્તિ હોય જે વિશ્વાસ લઈને પૈસા લે છે પછી હેરાન કરે તો આવા વ્યક્તિને શોધીને તેની સામે પગલાં લેવાશે.
13:30 January 24
પાલિકાના સતાધીશો દ્વારા દર મહિને નિશ્ચિત કરેલી રકમો ચૂકવાતી હોવાની ચર્ચા
અમરેલી: બગસરા પાલિકાના સદસ્યોને 10-10 હજારની વહેંચણીનો વિડીયો વાયરલ થયો છે. પાલિકાના સતાધીશો દ્વારા દર મહિને નિશ્ચિત કરેલી રકમો ચૂકવાતી હોવાની લોક ચર્ચા છે. વિધાનસભાની ચૂંટણી વખતે વોર્ડમાં વાહન ભાડા, રિક્ષાઓ અને મીટીંગો ના ખર્ચ પેટે લીધા હોવાની પાલિકાના ઉપપ્રમુખ રાજુભાઈ ગીડાએ સ્વીકાર્યું.
13:07 January 24
શામળભાઈ પટેલની ફરી ચેરમેન તરીકે વર્ણી થયા ખુશીનો માહોલ
સાબરકાંઠા: સાબર ડેરીના ચેરમેન ફરી એક વાર અમૂલ ફેડરેશનના ચેરમેન પદે ચુંટાયા છે. શામળભાઈ પટેલની ફરી ચેરમેન તરીકે વર્ણી કરાઈ. અઢી વર્ષની ટર્મ માટે શામળ પટેલ અમુલ ફેડરેશનના ચેરમેન બન્યા. સતત બીજીવાર ચેરમેન બનતા સાબર ડેરીમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. સાબર ડેરી સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવા દોરી છે.
12:37 January 24
હોસ્પિટલમાં શોર્ટ સર્કિટ થતા અફડાતફડીનો મામલો
રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ બિલ્ડિંગના ઇલેક્ટ્રિક રૂમમાં નોળિયો ઘુસી જતા શોર્ટ સર્કિટ થયું. હોસ્પિટલમાં શોર્ટ સર્કિટ થતા અફડાતફડીનો મામલો સામે આવ્યો છે. સિક્યુરિટી સ્ટાફ દ્વારા તાત્કાલિક ઇલેક્ટ્રિક રૂમમાંથી નોળિયો દૂર કરવામાં આવ્યો. સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના થતા અટકી ગઈ છે.
12:32 January 24
લોકસભાની ચૂંટણીમાં ભાજપ 26 બેઠક પર જીત મેળવે તે માટે આયોજન
સુરેન્દ્રનગર: ભાજપ કારોબારીનો આજે અંતિમ દિવસ છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો 156 બેઠક પર જીત મેળવવા માટે આભાર પ્રસ્તાવ કરવામાં આવ્યો. વિધાનસભાની ચુંટણીમાં ભાજપને જે બૂથમાં ઓછા મત પ્રાપ્ત થયા છે અને જે ઉમેદવારો હાર્યા છે તેની સમીક્ષા કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ 26 બેઠક પર જીત મેળવે તે માટે આયોજન કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીમાં વિપક્ષ ના ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થાય તે માટેની વ્યૂહરચના કરવાની પાટિલે સૂચના આપી.
12:23 January 24
3 માસની સજા, 1 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ 1 માસની સજાનો હુકમ કરાયો
સુરત: વરાછામાં શ્રધ્ધા હોસ્પિટલ એન્ડ પ્રસુતિ ગૃહ પર તપાસનો મામલો સામો આવ્યો છે. 16 એપ્રિલ, 2011ના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસ કરી હતી, જ્યાં ક્ષતિઓ મળી હતી. આ મામલે સુરત કોર્ટે 2 ડોક્ટરોને દોષી ઠેરવી 3 મહિનાની સજા ફટકારી છે. 3 માસની સજા, 1 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ 1 માસની સજાનો હુકમ કરાયો છે. કસૂરવાર ડોક્ટરોએ હોસ્પિટલમાં સગર્ભાની નોંધણી રાખી ન હતી. સર્ટિફિકેટ ક્લિનિકની જગ્યાએ ઘરે રાખ્યું હતું.
11:29 January 24
24 ફેબ્રુઆરીના રોજ નવી સરકારનું બજેટ રજૂ થશે
ગાંધીનગર: આગામી 23 ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર શરૂ થશે. 24 ફેબ્રુઆરીના રોજ નવી સરકારનું બજેટ રજૂ થશે. આગામી 29 માર્ચ સુધી વિધાનસભાનું સત્ર યોજાશે. બજેટ સત્ર દરમિયાન 25 દિવસ ચાલશે વિધાનસભાના સત્રનું કામકાજ ચાલશે.
10:59 January 24
ભવનગરમાં ત્રણ થી ચાર પેઢી પર આયકર વિભાગે દરોડા પાડ્યા
ભાવનગર: ભાવનગરના કુંભરવાડામાં આયકર વિભાગના દરોડા પડ્યા છે. vip, શિશુવિહાર,વિસ્તરમાં આયકર વિભાગના દરોડા પડ્યા છે. વહેલી સવારથી ભવનગરમાં ત્રણ થી ચાર પેઢી પર આયકર વિભાગે દરોડા પાડ્યા છે.
10:35 January 24
અકસ્માતમાં રિક્ષામાં બેઠેલ મુસાફરને ગંભીર ઇજાઓ થતા થયુ મોત
પાટણ: હારિજના જાસ્કા મુજપુર રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. છોટા હાથી બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં રિક્ષામાં બેઠેલ મુસાફરને ગંભીર ઇજાઓ થતા મોત થયુ. બાઇક ચાલકને 108 મારફતે સારવાર અર્થે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
10:05 January 24
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ટિકિટનું કોઈપણ ફિઝિકલ વેચાણ નહીં
અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં આગામી 1 ફેબ્રુઆરીના રોજ T20 મેચ રમાવા જઈ રહી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવા જઈ રહેલી મેચની ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. માત્ર ઓનલાઇન જ ટિકિટ બુક કરી શકાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ટિકિટનું કોઈપણ ફિઝિકલ વેચાણ કરવામાં આવશે નહીં.
09:38 January 24
પીવીસી પાઈપની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો
ભાવનગર: ભાવનગર સિહોરના ખોડીયાર મંદિર નજીકથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો. લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વહેલી સવારે 5 વાગે વિદેશી દારૂ ઝડપી લીધો. મહારાષ્ટ્ર પાસિંગના આઇસરમાં પીવીસી પાઈપની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હતો. હરિયાણાથી વિદેશી દારૂનો જથ્થો ભાવનગર જિલ્લામાં ઘૂસાડવાનો હોવાની પોલીસને બાતમી મળી હતી. 300 પેટીથી વધુ વિદેશી દારૂ, 9 મોબાઈલ, અલ્ટો કાર, આઇસર અને પીવીસી પાઇપ સહિત 31 લાખનો મુદ્દામાલ જપ્ત. એલસીબીએ દારુ અને મુદ્દામાલ સહિત કુલ પાંચ આરોપીઓ ને ઝડપી ગુન્હો નોંધાવતા સિહોર પોલીસે તપાસ હાથ ધરી.
09:10 January 24
માથે ઉભા રહીને કમિશનરએ કરાવી કાર્યવાહી
ભાવનગર: ભાવનગરની મુખ્ય શાકમાર્કેટમાં કમિશનરનું બુલડોઝર ચાલી ગયું. માથાના દુખાવા સમાન દબાણ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી. લારીઓ વાળા લારીઓ લઈને ભાગ્યા, શાકમાર્કેટમાં લારી કેબીનો સહિત દબાણ હટાવ્યા. માથે ઉભા રહીને કમિશનરએ કાર્યવાહી કરાવી.
09:06 January 24
વહેલી સવારે ધુમ્મસ છવાતા વીઝીબીલીટી ઘટી ગઈ
સાબરકાંઠા: હિંમતનગર સહિત જિલ્લામાં ધુમ્મસ છવાયું. વહેલી સવારે ધુમ્મસ છવાતા વીઝીબીલીટી ઘટી ગઈ. ઠંડીમાં વધારા સાથે ધુમ્મસ છવાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં. ૫ ફુટ દુર સુધી જોવું પણ મુશ્કેલ બન્યુ હતું.
08:12 January 24
આજે સાંજે 4 વાગ્યે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર વિજેતાઓ સાથે વાર્તાલાપ કરશે
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24મી જાન્યુઆરીના રોજ સાંજે 4 વાગ્યે તેમના નિવાસસ્થાન 7 LKM ખાતે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર (PMRBP) વિજેતાઓ સાથે વાર્તાલાપ કરશે.
07:28 January 24
સવારના 10 થી બપોરના 4 વાગ્યા સુધી ગુજકેટની પરીક્ષા
નવી દિલ્હી: રાજ્યમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી કે ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જરુરી એવી ગુજકેટની પરીક્ષા આગામી તા.3 એપ્રિલના રોજ યોજાશે. સવારના 10 થી બપોરના 4 વાગ્યા દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે આ પરીક્ષા યોજાવાની જાહેરાત શિક્ષણ બોર્ડે કરી છે.
06:56 January 24
11 જુલાઈ 2022થી અગમચેતીના ભાગરૂપે બંધ કરાયો હતો
ડાંગ: ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ભુસ્ખલનને કારણે નુકશાન પામેલા આ ઘાટમાર્ગને, 11 જુલાઈ 2022થી અગમચેતીના ભાગરૂપે બંધ કરાયો હતો. સાપુતારાના સહેલાણીઓને પ્રજાસ્તાક પર્વની ભેટ ગિરિમથક સાપુતારાને જોડતા નેશનલ હાઇ-વે નંબર 953 ભારે વાહનો માટે શરૂ કરાયો. અગમચેતીના ભાગરૂપે બંધ કરાયો હતો જે ઘાટ માર્ગ 25મી જાન્યુઆરીથી સાપુતારા હેવી વેહિકલ માટે શરૂ કરાશે. 25 મી જાન્યુઆરીથી સાપુતારાના બન્ને નાકા ઉપર ટોલ ટેક્ષ શરૂ કરાશે.
06:16 January 24
Gujarat Breaking News 24 january 2022 today news live update
સુરેન્દ્રનગરઃ પ્રદેશ ભાજપની કારોબારી બેઠક શરૂ થઈ ચૂકી છે. સોમવારે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 55 એ મત વિસ્તારોમાં ભાજપના મત વધારવાના છે. તાલુકા પંચાયતની યોજાનારી ચૂંટણીમાં અને લોકસભામાં ડિસેમ્બર 2022નું પુનરાવર્તન ન થવું જોઈએ. ભાજપના મત વધારવા માટે ધ્યાન આપો. મંગળવારે આ બેઠકમાં સરકારના તમામ પ્રધાન હાજરી આપશે. ડેટા મેનેજમેન્ટ અને તેના ઉપયોગ અંગે હર્ષ સંઘવી એક ખાસ પ્રેઝન્ટેશન આપશે.
