મહિસાગરમાં સંતરામપુરના હોન્ડા શોરૂમમાં આગ લાગતાં 100 જેટલી બાઈકો સળગી, કરોડોના નુકસાનની આશંકા
Updated on: Jan 23, 2023, 10:36 PM IST

મહિસાગરમાં સંતરામપુરના હોન્ડા શોરૂમમાં આગ લાગતાં 100 જેટલી બાઈકો સળગી, કરોડોના નુકસાનની આશંકા
Updated on: Jan 23, 2023, 10:36 PM IST
22:31 January 23
મહિસાગરમાં સંતરામપુરના હોન્ડા શોરૂમમાં આગ લાગતાં 100 જેટલી બાઈકો સળગી, કરોડોના નુકસાનની આશંકા
મહિસાગરઃ સંતરામપુરના નરસિંગપુર વિસ્તારમાં આવેલા ગાંધી મોટર્સ હોન્ડા શોરૂમમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. શો રુમમાં રાખવામાં આવેલા લગભગ 100 જેટલી બાઈકો સળગી ઉઠી હતી. જેમાં 1.5 કરોડ જેવા નુકસાનની આશંકા છે.
20:42 January 23
ભાવનગરમાં મનપાના કમિશનરે ગેરકાયદેસર 45 તબેલાને નોટિસ પાઠવી, પાંચ દિવસમાં સ્થળ ખાલી કરવા આદેશ
ભાવનગર: મનપાના કમિશનરે તબેલાવાળાને નોટિસો પાઠવી હતી. ગેરકાયદેસર 45 તબેલાને નોટિસ આપવામાં આવી હતી. પાંચ દિવસમાં સ્થળ ખાલી કરવા આદેશ આપ્યો હતો. નોટિસ સમયે ખાલી નહિ કરાય તો મનપા સ્વ ખર્ચે તબેલાઓ હટાવશે.
19:56 January 23
ભગતસિંહ કોશ્યારીએ મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી
મહારાષ્ટ્ર: ભગતસિંહ કોશ્યારીએ મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કહ્યું કે મેં વડાપ્રધાનને વિનંતી કરી હતી કે મને તમામ પ્રકારની રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવે. રાજ્યપાલ કોશ્યારીએ પોતાનું બાકીનું જીવન વાંચન, લેખન અને અન્ય નવરાશની પ્રવૃત્તિઓ પસાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
19:37 January 23
IIM અમદાવાદના નવા ડિરેક્ટર તરીકે પ્રોફેસર ભરત ભાસ્કરની વરણી
અમદાવાદ: IIMA દ્વારા નવા ડિરેક્ટરની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ડિરેક્ટર પદે પ્રોફેસર ભરત ભાસ્કરની વરણી કરાઈ છે. તેઓ 1 માર્ચથી પાંચ વર્ષના કાર્યકાળ માટે ડિરેક્ટર તરીકે સેવા આપશે.
18:33 January 23
કચ્છના માતાના મઢમાં સસલાના શિકારની પ્રવૃતિ કરતાં બે શખ્સો ઝડપાયા
કચ્છ: માતાના મઢમાં ફરી એકવાર સસલાના શિકારની પ્રવૃતિ સામે આવી. વનવિભાગે તળાવ નજીક સસલાનો શિકાર કરતા બે શખ્સોને ઝડપ્યા હતા.અગાઉ પણ આ વિસ્તારમાં પોલીસ અને લોકોએ સસલાના શિકારીઓને ઝડપ્યા છે. પવિત્ર સ્થાનક માતાનામઢમાં ફરી આવી પ્રવુતિ ન થાય તે માટે કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે.
17:14 January 23
રાજકોટમાં બે બાળકોને સાફ સફાઈ માટે શાળાની છત પર ચડાવ્યા
રાજકોટઃ રાજકોટમાં નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત શાળાનો વિડીયો ફરી વાઈરલ થયો છે, શાળા નંબર 81માં બે બાળકોને સ્કૂલના છત પર ચડાવામાં આવ્યા, છત પર સાફ સફાઈ કરાવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાનો વિડીયો વાઈરલ થતા શાસનધિકારી શાળાએ દોડી આવ્યા હતા અને તપાસના આદેશ આપ્યા હતા.
15:46 January 23
ભાવનગરના સિહોરમાં બે શખ્સો પર 10થી વધુ લોકોએ હુમલો કર્યો
ભાવનગર: સિહોરમાં એક દિવસ પૂર્વે માર મારવાની ઘટના સામે આવી છે. રસ્તા પર બે શખ્સો પર 10 થી વધુ લોકો તૂટી પડ્યા હતા. રાત્રે બનેલી ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
15:22 January 23
સી.આર.પાટીલની રાજ્યના તમામ ધારાસભ્યો સાથે બેઠક, આગામી લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચા
સુરેન્દ્રનગર: પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, રત્નાકરજીની અધ્યક્ષતામાં શહેરની પ્રેસિડેન્ટ હોટલ ખાતે રાજ્યના તમામ ધારાસભ્યો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં આગામી લોકસભાની ચૂંટણી તેમજ સંગઠનને મજબૂત બનાવવું, સંગઠનમાં ફેરફાર સહિતની બાબતોની ચર્ચા કરાઈ હતી.
14:43 January 23
3 એપ્રિલના રોજ લેવાશે ગુજકેટની પરીક્ષા, સોમવારે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા દરમિયાન યોજાશે પરીક્ષા
ગુજરાત: ગુજકેટની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે. આગામી 3 એપ્રિલના રોજ ગુજકેટની પરીક્ષા યોજાશે. સોમવારે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે. જેમાં NCERT આધારીત ધો.12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયમ થયેલા અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવાશે.
14:36 January 23
આગામી 23 ફેબ્રુઆરીથી મળશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર
ગાંધીનગર: આગામી 23 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ રજૂ થશે. માર્ચ મહિનાના અંત સુધી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનું પ્રથમ બજેટ સત્ર મળશે.
13:50 January 23
7વર્ષની બાળકીને માતા NICU વોર્ડમાં મૂકી ફરાર થઇ ગઈ હતી
સુરત: સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકીને તરછોડીને ફરાર થઇ ગયેલા માતા-પિતા મળી આવ્યા. પોલીસે બારડોલ પોલીસની મદદથી માતા-પિતાને શોધી સિવિલ હોસ્પિટલ લઈને આવી છે. શનિવારે 7વર્ષની બાળકીને માતા NICU વોર્ડમાં મૂકી ફરાર થઇ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ હોસ્પિટલનું તંત્ર દોડતું થઈ ગયું હતું. આ મામલે તબીબોએ ખટોદરા પોલીસને જાણ કરતા પોલીસે માતાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
13:30 January 23
વ્યાજે લીધેલા નાણા અને વ્યાજ ના ચૂકવી શકતા આપઘાત કર્યો
ગાંધિનગર: ગાંધિનગરના કાલોલમાં 29 વર્ષીય યુવકે કેનાલમાં કુદકો માર્યો. તેણે વ્યાજે લીધેલા નાણા અને વ્યાજ ના ચૂકવી શકતા આપઘાત કર્યો છે. તેમજ મૃતક પાસેથી વ્યાજે લીધેલી મૂડીની ચિઠ્ઠી મળી આવી છે. આ ઉપરાંત વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો પરિજનોનો આક્ષેપ છે. પોલીસે સમગ્ર મામલે સુસાઇડ નોટને આધારે વધુ તપાસ શરુ કરી છે.
12:28 January 23
દેશમાં સૌ પ્રથમ વાર સુરત પોલીસની અનોખી પહેલ
સુરત: દેશમાં સૌ પ્રથમ વાર સુરત પોલીસની અનોખી પહેલ કરવામાં આવી છે. વ્યાજખોરોના દૂષણમાંથી લોકોને મુક્તિ મળશે. હવે પોલીસને 100 નંબર પર ફોન કરશો એટલે લોન અપાવવામાં પણ મદદરૂપ થશે. ઓછા વ્યાજદરે લોન માટે રહેઠાણના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકાશે. લોકોને અલગ-અલગ 13 સ્કીમો આધારે લોન અપાવવામાં મદદરૂપ થશે. પોલીસે અલગ-અલગ પ્રકારની સરકારી સ્કીમોમાં લોનનું વ્યાજ દર તેમજ કયા-કયા ડોક્યુમેન્ટોના આધારે લોન મળી શકે તેની માહિતી પણ આપશે. પોલીસ માનવતાના ધોરણે જરૂરીયાતમંદ લોકોને લોન અપાવવાનું પણ કામ કરશે.
12:03 January 23
પોલીસ મદદ વગર મોર્નિંગ સફાઈ ચકાસણી સમયે એક્શનનો પ્રારંભ
ભાવનગર: કમિશનરે સાઢિયાવાડમાં દબાણ હટાવડાવ્યું. ફાયર,જીઈબી,દબાણ સેલને કામે લગાડ્યા. ત્રણ ટ્રેકટર,બે ટ્રક, જેસીબી અને ક્રેઇનથી ડીમોલેશન, મુસ્લિમ વિસ્તારમાં વર્ષો બાદ ડિમોલેશનની ચર્ચા, 30 થી વધુ લારી ગલ્લા ઉઠાવ્યા,પોલીસ મદદ વગર મોર્નિંગ સફાઈ ચકાસણી સમયે મહાનગરપાલિકાનો એક્શન મુડ દેખાયો.
11:58 January 23
PM મોદીએ આંદામાન-નિકોબારના 21 ટાપુઓના નામ શહીદોના નામ પર રાખ્યા
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ નિમિત્તે વીડિયો કોન્ફરન્સ દ્વારા આંદામાન-નિકોબાર ટાપુઓમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે પીએમ મોદીએ આંદામાન-નિકોબારના 21 ટાપુઓના નામ શહીદોના નામ પર રાખ્યા. અત્યાર સુધી આ બેનામી ટાપુઓ હતા, પરંતુ આજથી આ ટાપુઓ પરમવીર ચક્ર વિજેતા તરીકે ઓળખાશે.
11:19 January 23
ગાંધીનગરના રાયસણ BAPS સ્કૂલ નજીકના અક્સમાતમાં બેનાં ઘટનાસ્થળે જ મોત
ગાંધીનગર: ગાંધીનગરના રાયસણ BAPS સ્કૂલ નજીક વીજળીના થાંભલા સાથે અથડાઈને કાર પલટી ખાઈ ગઈ. તેમાં બેનાં ઘટનાસ્થળે જ મોત થયા છે અને ત્રણને ઈજા થઈ છે.
10:25 January 23
એક જ યુવતીને બે યુવકો કરતા હતા પ્રેમ
સાબરકાંઠા: સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં એક બનાવ બન્યો છે. સગીર વયમાં પ્રેમનો કરુણ અંજામ. એક જ યુવતીને બે યુવકો પ્રેમ કરતા હતા. એક જ જગ્યા ઉપર બે પ્રેમી એક સાથે આવતા આ બનાવ બન્યો. એક યુવકે બીજા યુવકને છરી માળતા મોત થયું. બે યુવકો સહિત યુવતી સગીર વયના છે. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
10:15 January 23
પશુઓ માટે સંગ્રહ કરેલ ઘાસચારામાં લાગી આગ
સાબરકાંઠા: વડાલીના ભંડવાલ ગામમાં વીજ વાયરના તણખલા ઝરતા આગ લાગી. ખેતર પરથી પસાર થતા વીજ વાયર મામલે અનેકવાર રજુઆત કરી હતી. વીજ વાયર ટુટતા આગ લાગી. ખેતરમાં આગના ગોટા, પશુઓ માટે સંગ્રહ કરેલ ઘાસચારામાં લાગી આગ. યુજીવીસીએલની બેદરકારીને લઈ આ ઘટના સર્જાઈ. ખેડુતોએ વળતરની માંગ કરી.
09:56 January 23
મણીનગરમાં પ્રેઝન્ટ લેક હોટલમાં બની લૂંટની ઘટના
અમદાવાદ: અમદાવાદમાં વધુ એક લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો. મણીનગરમાં પ્રેઝન્ટ લેક હોટલમાં આ ઘટના બની છે. હથોડા સાથે ઘુસેલા યુવકે લૂંટનો પ્રયાસ કર્યો. રિસેપ્સનિસ્ટને માથામાં હથોડો માર્યો. યુવકને પકડી મણીનગર પોલીસને સોંપાયો. શાહઆલમ શેખ નામના યુવકની ધરપકડ કરાઈ.
09:49 January 23
ફઝલઅહેમદ અને અલ્તાફ સહિત 6 સામે ફરિયાદ કરવામાં આવી
અમદાવાદ: રખિયાલમાં ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કરાયો. કાશીબાઈની ચાલીના ગેટ પાસે મોડી રાત્રે ઘટના બની. ઇકબાલ બાટલી ક્યાં છે, તેમ પૂછીને યુવકને માર માર્યો. બે રાઉન્ડ હવામાં અને એક રાઉન્ડ યુવક સામે ફાયરિંગ કર્યું. નાસિર હુસેન શેખ નામના યુવક તરફ મીસફાયર થયું. ફઝલઅહેમદ અને અલ્તાફ સહિત 6 સામે ફરિયાદ કરવામાં આવી. રખિયાલ પોલીસે હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધ્યો.
09:42 January 23
રાજકોટના માધાપર ચોકડી નજીકની આ ઘટના
રાજકોટ: રાજકોટમાં દિલ્હી જેવી ઘટના બનતા અટકી છે. નર્સને ઢસડીને દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો. નર્સે યુવકનો પ્રતિકાર કરતા ઘટના સ્થળેથી ભાગ્યો હતો. શહેરના માધાપર ચોકડી નજીકની આ ઘટના છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.
09:36 January 23
બાળકીનું પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી ફૂટપાથ પર વસવાટ કરે
સુરત: સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલ રુવાલા ટેકરા પાસે ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું. બાળકીનું પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી ફૂટપાથ પર વસવાટ કરે છે. દરરોજ બાળકીને રમાડવા આવતી જ મહિલાએ અપહરણ કરીયું હોય તેવો માતાનો આક્ષેપ છે. બાળકીને અપહરણની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હાલતો સીસીટીવીના આધારે મહિધરપુરા પોલીસ દ્વારા અપહરણ કરનાર મહિલાને શોધવાની તાજવીજ હાથ ધરાઈ છે.
09:08 January 23
સુરતમાં પોલીસ બંદોબસ્ત હોવા છતાં પકડેલા 10 ઢોરને છોડાવી ગયા
સુરત: પશુપાલકો અને પાલિકાની ટીમ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ. સુરતમાં પોલીસ બંદોબસ્ત હોવા છતાં પકડેલા 10 ઢોરને છોડાવી ગયા. એક મહિલા સહિત 4 સામે ગુનો નોંધાયો. સરકારી ફરજમાં રુકાવટનો ગુનો નોંધવામાં આવ્યો. એક પશુપાલક મહિલા તેના બે સાગરીતો સાથે આવી દોરી કાપી પકડવામાં આવેલી 10 ભેંસો છોડાવી ગયા. સચિન જીઆઇડીસી પોલીસે ગુનો નોંધ્યો.
08:19 January 23
ભારતીય ક્રિકેટરોએ ઉજ્જૈનમાં બાબા મહાકાલની ભસ્મ આરતી કરી
મધ્યપ્રદેશ: ભારતીય ક્રિકેટરો સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી અને બાબા મહાકાલની ભસ્મ આરતી કરી હતી.
07:34 January 23
મલપ્પુરમના વતની પાસેથી મળી આવ્યુ સોનું
કેરળ: કસ્ટમ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) એ ગઈકાલે કોચી એરપોર્ટ પર એક મુસાફર પાસેથી રૂપિયા 85 લાખની કિંમતનું 1978.89 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. મુસાફરની ઓળખ અબ્દુલ તરીકે થઈ છે, જે મલપ્પુરમનો વતની છે.
06:59 January 23
વડાપ્રધાન મોદી આંદામાન અને નિકોબારમાં 21 ટાપુઓને નામ આપશે
નવી દિલ્લી: પરાક્રમ દિવસ 2023 પર વડાપ્રધાન મોદી આંદામાન અને નિકોબારમાં 21 ટાપુઓને નામ આપશે.
06:09 January 23
Gujarat Breaking News: કારને ઓવરટેક કરવાના મામલે ભાજપ અગ્રણીના પુત્રએ મહિલાને લાફાવાળી કરી
અમદાવાદઃ કારને ઓવરટેક કરવાના મામલે ભાજપ અગ્રણીના પુત્રએ મહિલાને લાફાવાળી કરી છે. અમદાવાદની પોલીટેકનિક પાસે કારને ઓવરટેક કરવાના મામલે મહિલાને બે શખ્સોએ જાહેરમાં લાફાવાળી કરી હતી. લોકોએ એકઠા થઈને મહિલા સાથે લાફાવાળી કરનારને પાઠ ભણાવ્યો હતો. આ કેસમાં વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર દેસાઈએ પત્ની પર હુમલો કરનારા કાર ચાલક સામે પોલીસ ફરિયાદ કરી છે. સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, લાફાવાળી કરનાર નારણપુરા વિસ્તારમાં રહેતા ભાજપના એક અગ્રણીનો પુત્ર છે. ફરિયાદ ન કરવા માટે ભાજપના અગ્રણીના પરિવારે પીડિતા સાથે સમજાવટ કરવા દોડધામ કરી છે.
