આગામી ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીને લઈને અમિત શાહના નિવાસસ્થાને બેઠક
Updated on: Jan 22, 2023, 8:54 PM IST

આગામી ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીને લઈને અમિત શાહના નિવાસસ્થાને બેઠક
Updated on: Jan 22, 2023, 8:54 PM IST
18:55 January 22
સુરતમાં એક વ્યક્તિ ટ્રકની પાછળ દોરડા સાથે બંધાયેલી હાલતમાં 1 કિલોમીટર દૂર સુધી ખેંચાઈ આવ્યો
સુરત: હજીરા વિસ્તારમાં એક વ્યક્તિ ટ્રકની પાછળ દોરડા સાથે બંધાયેલી હાલતમાં એક કિલોમીટર દૂર સુધી રસ્તા પર ઘસાઈ આવ્યો હોવાની ઘટના સામે આવી છે. દોરડું પણ અર્ધો કિલોમીટર લાંબુ હોવાનું સામે આવ્યું. યુવકને ઘસડાતો જોતા કાર ચાલકે દોરડા પર કારનું ટાયર મૂકી દોરડું કાપી બચાવ્યો. હાલ યુવક કેવી રીતે દોરડા સાથે બંધાયેલી હાલતમાં ઘસાઈ આવ્યો તે જાણી શકાયું નથી.
18:52 January 22
બોટાદ ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની થશે ઉજવણી
બોટાદ: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી બોટાદ ખાતે કરવામાં આવશે. ઊજવણી અને કાર્યક્રમો અંગેની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. અને યોજાનાર તમામ કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
18:33 January 22
દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે દેશના સૌ પ્રથમ સોલાર ઉર્જા વિલેજ મોઢેરાની ઝાંખી રજૂ થશે
દિલ્હીમાં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના રોજ દેશના સૌ પ્રથમ સોલાર ઉર્જા વિલેજ મોઢેરાની ઝાંખી રજૂ થશે. "ક્લિન-ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત" વિષય આધારિત ટેબ્લો રજૂ કરાશે.
17:35 January 22
ન્યુઝીલેન્ડ ખાતે રહેતા ગુજરાતના અમદાવાદના બે યુવકોના ઓકલેન્ડના પીહા બીચ પર ડૂબવાથી મોત
ન્યુઝીલેન્ડ ખાતે રહેતા ગુજરાતના અમદાવાદના બે યુવકો ઓકલેન્ડના પીહા બીચ પર ડૂબવાથી મોત નીપજ્યાં હતા. આ બંને યુવકોને તરતા નહીં આવડતું હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. આ સમાચાર પરિવારજનોને મળતા પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.
17:29 January 22
વિધાનસભાના અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત શંકર ચૌધરીએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા
અંબાજી: વિધાનસભાના અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત શંકર ચૌધરીએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા. મહા મહિનાની ગુપ્ત નવરાત્રીના પ્રથમ દિવસે માના આશીર્વાદ લીધા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
16:33 January 22
બોટાદમાં બરવાળા ખાતે હત્યાના આરોપીઓના ઘરને આગ લાગી
બોટાદ: બરવાળા ખાતે હત્યાના આરોપીઓના ઘરને આગ લાગી હતી. ગત 14 જાન્યુઆરીએ કૌટુંબિક ઝઘડામાં યુવાનની હત્યા થઈ હતી. હત્યા કરનાર 4 આરોપી પિતા પુત્રના રહેણાંકી મકાનમાં આગ લાગી હતી. આગમાં 2 બાઇક સહિત ઘરવખરી બળીને ખાખ થઈ હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે.
15:35 January 22
અમેરિકાના કેલિફોર્નિયામાં ચીનના નવા વર્ષનો જશ્ન મનાવી રહેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર, 10થી વધુના મોત
અમેરિકા: કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં ચીનના નવા વર્ષની ઉજવણી ચાલી રહી હતી. ત્યારે કોઈ અજાણ્યા હુમલાખોરે જશ્ન મનાવી રહેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાંથી 10થી વધુના મોત થયા છે તથા બીજા ગંભીર રીતે ઘાયલ થયા છે.
14:49 January 22
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતમાં વરસાદની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગ અનુસાર 24 અને 25 જાન્યુઆરીએ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ પડી શકે છે. રાજધાની દિલ્હીમાં 24થી 26 જાન્યુઆરી સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
14:03 January 22
આરોપી વાઈટ હાઉસ નામની હોટલનો માલિક છે
સુરત: સરથાણા વિસ્તારમાંથી બંદૂક અને જીવતા કારતુસ સાથે હોટલ માલિક સહીત બે ઝડપાયા. વેરના કારમા બાતમીના આધારે SOG પોલીસ પાર્થ સરોલા અને જાસ્મીન ફાચરાને ઝડપી લીધા. આરોપી વાઈટ હાઉસ નામની હોટલનો માલિક છે. પિસ્તોલ કેમ અને કોની પાસે થી લાવ્યા તે દિશામાં પોલીસ એ તપાસ હાથ ધરી છે.
13:33 January 22
આર્થિક ગુના નિવારણ શાખાએ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી
અમદાવાદ: કરોડોની વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ. આર્થિક ગુના નિવારણ શાખાએ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. કોંગ્રેસ નેતા વ્યાજખોરીમાં ઝડપાયા. જયેન્દ્રસિંહ પરમાર અમદાવાદ શહેર પ્રવક્તા છે. જમીનમા રૂપિયા રોકાઈ જતા વ્યાજે રૂપિયા લીધા હતા. વ્યાજખોરોએ 10 થી 40 ટકા સુધીનું વ્યાજ વસુલ્યુ. 3.78 કરોડની સામે 9.95 કરોડ ચૂકવ્યા. છતા 3.36 કરોડની ઉઘરાણી કરી. ફરિયાદીની મિલકત પચાવી લેવા ધમકી આપી.
13:04 January 22
આ આયોજન ઓલ ઈન્ડિયા ફુટબોલ ટુર્નામેન્ટ દ્વારા કરવામાં આવ્યુ
સુરત: ભારતમાં પ્રથમવાર સુરતના ડુમસ બીચ સોકર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ઓલ ઈન્ડિયા ફુટબોલ ટુર્નામેન્ટ દ્વારા કરવામાં આવ્યુ છે. આ બીચ સોકર ટુર્નામેન્ટ 26 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી રમાડવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં કુલ 19 રાજ્યની ટીમોંએ ભાગ લીધો છે. આ તમામ ટીમોને ગ્રુપ વાઇસ રમાડવામાં આવશે.
12:50 January 22
આ પુસ્તક ગુજરાતી સહિત અન્ય 15 ભાષામાં પ્રકાશિત કરવામાં આવશે
અમદાવાદ: જૈનાચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ દ્વારા 400 સ્પર્શ નામ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તક ગુજરાતી સહિત અન્ય 15 ભાષામાં પ્રકાશિત કરવામાં આવશે. જેમાં ગુજરાતી,હિન્દી, અંગેજી, સ્પેનિશ, બંગાળી, તમિલ, પંજાબી, મરાઠી સહિતની ભાષામાં પ્રકાશિત કરવામાં આવશે.
12:12 January 22
સાયકલોથોનમાં 5 અને 21 કિમીની બે રાઈડ યોજાઈ
સુરત: સુરતમાં સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું. આ સાયકલોથોનમાં 5 અને 21 કિમીની બે રાઈડ યોજાઈ હતી. સુરત શહેરમાં નોન-મોટરાઈઝડ વ્હીકલોને પ્રોત્સાહન આપવા તથા સુરત શહેરને સાયકલિંગ-ફ્રેન્ડલી બનાવવાં હેતુથી સાયકલિંગ અવેરનેસ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, સાંસદ સી.આર પાટીલ, મેયર સહીતના મહાનુભવોએ સાયકલોથોનને ફ્લેગઓફ કરાવ્યું હતું.
12:06 January 22
રાજયકક્ષાના નાણાપ્રધાને રાણકી વાવની ઐતિહાસિક વિગતોની જાણકારી મેળવી
પાટણ: રાજયકક્ષાના નાણાપ્રધાન ભાગવત કરાડેએ રાણકી વાવ અને પટોળાની મુલાકાત લીધી. રાણકી વાવની ઐતિહાસિક વિગતોની જાણકારી મેળવી. વૈશ્વિક ધરોહર બન્યા બાદ મુલાકાત લેનારા પ્રવાસીઓની જાણકારી મેળવી. ભવ્ય ઐતિહાસિક ધરોહર રાણકી વાવ ભારતની વૈશ્વિક ઓળખ બની. પટોળાની હસ્તકલાના બેનમૂન નમુનો જોઈ અભિભૂત થયા. હસ્તકલાના કસબીઓ સાથે પટોળાની પેટન લેવા અંગેની નાણાપ્રધાને ચર્ચાઓ કરી.
12:02 January 22
રાજકીય નેતાઓએ વીર શહીદને પાઠવી શ્રદ્ધાંજલી
અમરેલી: અમરેલીના શહીદ જવાનનો પાર્થિવ દેહ અમરેલી પહોંચ્યો. વીરગતિ પામેલા શહીદ મનીષ મહેતાને શ્રદ્ધાંજલી પાઠવવા જનમેદની ઉમટી પડી. વીર શહીદ મનીષ મહેતાના પરિજનો દ્વારા ભારત માતા કી જય વંદે માતરમ્ સાથે સદગતને શ્રદ્ધાંજલી પાઠવી. વીર શહીદ મનીષ મહેતા એ બે પુત્ર ને પત્નીને વિલાપ કરતા અલવિદા કરી. સહકારી નેતા દિલીપ સંઘાણી, ધારાસભ્ય કૌશિક વેકરીયા, અશ્વિન સાવલિયા સહિતના રાજકીય નેતાઓએ વીર શહીદને પાઠવી શ્રદ્ધાંજલી. વીર શહીદના પાર્થિવ દેહને નિવાસસ્થાને લાવ્યા બાદ અમરેલી શહેરના માર્ગો પરથી સ્મશાન યાત્રા નીકળી.
11:21 January 22
50 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો
સુરત: સુરતમાં SOGએ MD ડ્રગ્સ ઝડપાયું. 50 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો. શ્યામધામ મંદિર પાસે જાહેર રોડ પરથી ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો. કેતન જાપાની નામનો યુવક ઝડપાયો. પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.
11:00 January 22
સમગ્ર મામલે દુષ્કર્મ અને પોકસો કલમ હેઠળ નોંધાયો ગુનો
રાજકોટ: રાજકોટના ઉપલેટામાં હવસ સંતોષવા સગીરાને બે વ્યક્તિઓએ પીંખી નાખી. સગા બનેવીએ ત્રણવાર ગર્ભપાત કરાવ્યો. મંગેતરે ગર્ભ રાખતા બાળકને જન્મ આપ્યો. સમગ્ર મામલે દુષ્કર્મ અને પોકસો કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
10:52 January 22
14 વર્ષના બાળકને આખલા દ્વારા કચડી નાખવામાં આવ્યો
તમિલનાડુ: તમિલનાડુમાં જલ્લીકટ્ટુ ઉત્સવ જોવા આવેલા એક બાળકનું મોત થયું છે. આ ઘટના ધર્મપુરીની છે. અહીં એક 14 વર્ષના બાળકને આખલા દ્વારા કચડી નાખવામાં આવ્યો હતો. તે તેના સંબંધીઓ સાથે જલ્લીકટ્ટુ ઉત્સવ નિહાળવા આવ્યો હતો. આ વર્ષે જલ્લીકટ્ટુ દરમિયાન આ ચોથું મૃત્યુ છે. આ કાર્યક્રમનું આયોજન થડાંગમ ગામે કરવામાં આવ્યું હતું.
10:06 January 22
ખેતર માલિકે ઈડર ફાયર બ્રિગેડને જાણ કરતા ટીમ ધટના સ્થળે પહોંચી
સાબરકાંઠા: ઈડર તાલુકાના વીરપુર મસાલ પાસે કુવામાં યુવક ગરકાવ થઈ ગયો. કુવામાથી મોટર બહાર લાવવા જતાં યુવક કુવામા પડ્યો. કૂવામાં પડતાં યુવકનું મોત થયું. ખેતર માલિકે ઈડર ફાયર બ્રિગેડ ને જાણ કરતા ટીમ ધટના સ્થળે પહોંચી. ફાયર બ્રિગેડની ટીમ યુવકનો મૃતદેહ બહાર લાવી. મૃતદેહને પીએમ અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. મજુરી અર્થે ગયેલ દીકરાનું મોત થતાં પરિવારમાં આક્રદ.
10:02 January 22
100 કરોડથી વધુનુ કર્યું હતુ ટ્રાંઝેક્શન
સુરત: ભાવનગરના GST કૌભાંડના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી. ઉસ્માન ગની ફટાણીની સુરત પોલીસે ધરપકડ કરી. 2706 કરોડના કૌભાંડમાં ઉસ્માન ગની મુખ્ય સૂત્રધાર. અગાઉ ઇકોસેલે 16 વ્યક્તિની ધરપકડ કરી હતી. ઉસ્માન ગનીએ ત્રણ લોકો સાથે મળી 100 કરોડથી વધુનુ ટ્રાંઝેક્શન કર્યું હતું. પોલીસે ઉસ્માન ગનીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
09:59 January 22
પુણા વિસ્તારમાં 8 વર્ષીય બાળકીની કરી હતી છેડતી કરનારને 7 વર્ષ ની સજા
સુરત: સુરતમાં છેડતીખોરને 7 વર્ષ ની સજા ફટકારાઈ. પુણા વિસ્તારમાં 8 વર્ષીય બાળકીની કરી હતી છેડતી. ચાર વર્ષ પહેલાંની આ ઘટના છે. હરિહર ચૌહાણ નામના યુવકે કરી હતી છેડતી. બાળકીને અવાવરું જગ્યાએ લઈ જઈ માર મારી કરી હતી છેડતી. બાળકીએ બુમાબુમ કરતા હવસખોરના ચુંગાલમાંથી બચી હતી. કોર્ટે દાખલો બેસાડવા માટે 7 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો.
08:12 January 22
ચાલુ વાહનમાંથી અંદાજે રૂપિયા 1.07 કરોડના મુદ્દામાલની ચોરીની ફરિયાદ
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા લીંબડી હાઇવે પર થયેલ દિલધડક હાઇવે ચોરી ગેંગને ઝડપી પાડી. લીંબડી નેશનલ હાઇવે પર ચાલુ વાહનમાંથી ચોરી થયેલ મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ સહિતના મુદ્દામાલની ચોરી કરતી ગેંગના ૦૬ શખ્શોને ઝડપી પાડયા. ગત તારીખ 06 જાન્યુઆરીના રોજ લીંબડી નેશનલ હાઇવે પર ચાલુ વાહનમાંથી અંદાજે રૂપિયા 1.07 કરોડના મુદ્દામાલની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી. ચોરી થયેલ મુદ્દામાલ પૈકી મોબાઈલ સહિત અંદાજે રૂપિયા 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પ્રાથમિક તપાસમાં મધ્યપ્રદેશની કુખ્યાત કંજર ગેંગના શખ્શો હોવાનું બહાર આવ્યું.
07:40 January 22
માતા 7 વર્ષની બાળકીને NICU વોર્ડમાં મૂકી ફરાર થઇ ગઈ
સુરત: સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ફરી પાછી નવજાત બાળકીને માતા તરછોડીને ફરાર થઇ ગઈ. 7 વર્ષની બાળકીને માતાએ NICU વોર્ડમાં મૂકી ફરાર થઇ ગઈ છે. ઘટનાની જાણ થતા જ હોસ્પિટલનું તંત્ર દોડતું થઈ ગયું હતું. આ મામલે તબીબોએ ખટોદરા પોલીસને જાણ કરતા પોલીસે માતાની શોધખોળ હાથ ધરી છે. એક સપ્તાહ પહેલા પ્રસવ પીડા સાથે નવી સિવિલ હોસ્પિટલમાં માતાને દાખલ કરવામાં આવી હતી.
06:44 January 22
કોચી એરપોર્ટ પરથી 47 લાખની કિંમતનું 955.14 ગ્રામ સોનું જપ્ત કરાયું
કેરળ: કસ્ટમ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટે (AIU) ગઈકાલે એટલે કે 21 જાન્યુઆરીના રોજ કોચી એરપોર્ટ પર એક મુસાફર પાસેથી રૂપિયા 47 લાખની કિંમતનું 955.14 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું.
06:28 January 22
છેલ્લા દોઢથી બે વર્ષથી આ પ્રકારની જાસુસી ચાલતી હતી
ભરુચ: સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓની જાસુસી કરવાના કેસમાં તપાસનો રેલો છેક વડોદરા સુધી પહોંચ્યો છે. તપાસમાંથી એ વાત સામે આવી છે કે, ભરૂચના બે કોન્સ્ટેબલ વડોદરાના બુટલેગરને ઉચ્ચ અધિકારીઓના લોકેશન શેર કરતા હતા. વડોદરાના કુખ્યાત બુટલેગર પરેશ ચૌહાણ ઉર્ફે ચકા સુધી આ લોકેશન પહોંચતા હતા. આ બન્ને બુટલેગર પાસેથી મોટી રકમના હપ્તા પણ લેતા હતા. છેલ્લા દોઢથી બે વર્ષથી આ પ્રકારની જાસુસી ચાલતી હતી.
06:06 January 22
Gujarat Breaking News: આજથી G20ના કાર્યક્રમો શરૂ, મહાત્મા મંદિરે B20 ઈન્સેપ્શન મિટ
ગાંધીનગરઃ ભારત આ વખતે જી-20 મિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. જે અંતર્ગત યોજાનારા 15 કાર્યક્રમનો રવિવારથી (તા.22 જાન્યુઆરીથી) શુભારંભ થઈ રહ્યો છે. જેને લઈને મહાત્મા મંદિરે જોરદાર તૈયારીઓ કરી લેવાઈ છે. મહાત્મા મંદિરે આ કાર્યક્રમની પ્રથમ બેઠક યોજાશે. જેના પહેલા તબક્કામાં ત્રણ દિવસીય જી20 દેશના બિઝનેશ ઈન્સેપ્શન મિટ યોજાશે. જાણીતા ઉદ્યોગપતિ તેમજ વૈશ્વિક સ્તરે જાણીતા કોર્પોરેટ ગ્રૂપના પ્રતિનિધિઓ ખાસ હાજરી આપશે. આ કાર્યક્રમ માટે ઘણા ઉદ્યોગપતિઓ તથા સરકારના પ્રધાન એક દિવસ અગાઉ ગાંધીનગર આવી પહોંચ્યા હતા.
