Telangana road accident: પ્રી-વેડિંગ શૂટ કરવા જતા થયો અકસ્માતમાં, 4 લોકોના થયા મૃત્યુ

Telangana road accident: પ્રી-વેડિંગ શૂટ કરવા જતા થયો અકસ્માતમાં, 4 લોકોના થયા મૃત્યુ
આંધ્ર પ્રદેશમાં પ્રી-વેડિંગ શૂટ માટે જઈ રહ્યા હતા ત્યારે અક્સ્માત (Telangana pre-wedding shoot accident) થયો હતો. તેલંગાણાના કોથાગુડેમ શહેરમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં (Telangana road accident) ચાર લોકોના મોત થયા છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.
તેલંગણા: તેલંગણાના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મૃત્યુ થયા છે અને અન્ય ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કાર અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર લોકોના મૃત્યુ થયા છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Farrukhabad Wedding News : વરરાજા પૈસા ગણી ન શકતાં કન્યાએ લગ્ન કરવાનો કરી દીધો ઇનકાર
પ્રી-વેડિંગ શૂટ માટે જતા થયો અક્સ્માત: પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાત્રે યેલાંડુ અને મહબૂબાબાદ વચ્ચે કોટિલિંગલા નજીક ટ્રક-કારની ટક્કરમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા અને એક ઈજાગ્રસ્ત થયો હતો. તમામ મૃતકો ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફર હતા. જેઓ પડોશી રાજ્ય આંધ્ર પ્રદેશમાં પ્રી-વેડિંગ શૂટ માટે જઈ રહ્યા હતા. કાર ચાલક અને અન્ય બે વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ચોથા વ્યક્તિએ યેલાન્ડુની હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. મૃતકોના નામ ઓળખ કલ્યાણ (34) અને શિવ (33) છે, બંને વારંગલના રહેવાસી છે. અરવિંદ (20) અને રામુ (34) હનમકોંડા જિલ્લાના કમાલપુરના છે. ઈજાગ્રસ્ત રણધીરને ખમ્મામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ધટનાનો પોલીસે કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો: Ganga Vilas Cruise થી સાહિબગંજ પહોંચેલા ગંગા વિલાસ ક્રુઝના મુસાફરોનું ભવ્ય સ્વાગત
માર્ગ અકસ્માતમાં 3 લોકોના મોત: આ પહેલા 6 જાન્યુઆરીએ તેલંગણાના નાલગોંડા જિલ્લામાં વહેલી સવારે એક માર્ગ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા અને 6 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે માહિતી આપતાં જણાવ્યું કે, આ અકસ્માત કટ્ટનગુર મંડલના યારસાનીગુડા ગામ પાસે થયો હતો. જ્યાં ડિવાઈડર સાથે અથડાયા બાદ વાહન પલટી મારી ગયું હતું. તેમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે છ અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ડ્રાઇવરને ડ્રાઇવિંગ કરતી વખતે નિદ્રા આવી: પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પરિવારના સભ્યો લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે, ડ્રાઇવરને ડ્રાઇવિંગ કરતી વખતે નિદ્રા આવી હતી. જેના કારણે વાહન ડિવાઈડર સાથે અથડાતા પલટી મારી ગઈ હતી. જે બાદ ઈજાગ્રસ્તોને નરકેટપલ્લીની કામીનેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પીડિતો ખમ્મમ શહેરના કિલા બજાર વિસ્તારના રહેવાસી હતા.
