વૈશાલી એક્સપ્રેસ સહિત બે ટ્રેનોમાં આગની ઘટના મામલે તપાસનો ધમધમાટ, ઈટાવા રેલવેના તમામ સ્ટાફનું લેવાશે નિવેદન

વૈશાલી એક્સપ્રેસ સહિત બે ટ્રેનોમાં આગની ઘટના મામલે તપાસનો ધમધમાટ, ઈટાવા રેલવેના તમામ સ્ટાફનું લેવાશે નિવેદન
નવી દિલ્હી દરભંગા ક્લોન એક્સપ્રેસ અને વૈશાલી એક્સપ્રેસમાં બે દિવસ પહેલાં આગની ઘટનાની તપાસ કરવા માટે બે વરિષ્ઠ અધિકારીઓ પોતાની ટીમ સાથે ઈટાવા પહોંચ્યા છે. બંને અધિકારીઓએ પોતાની ટીમ સાથે આગ લાગવાના કારણે નુકસાનગ્રસ્ત થયેલા કોચનું નિરીક્ષણ કર્યુ, નિરીક્ષણ બાદ અધિકારીઓએ સ્ટેશન પર અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. હવે આ અકસ્માતોની તપાસની સાથે રેલવે સ્ટાફના નિવેદન પણ લેવામાં આવશે.
ઇટાવાઃ નવી દિલ્હી દરભંગા ક્લોન એક્સપ્રેસ અને વૈશાલી એક્સપ્રેસ માં બે દિવસ પહેલાં આગની ઘટનાની તપાસ કરવા માટે શુક્રવારે સવારે મુખ્ય સંરક્ષા કમિશનર જેકે ગર્ગ અને પ્રયાગરાજના ડીઆરએમ હિમાંશુ બુડાની સ્વર્ણ શતાબ્દી એક્સપ્રેસ દ્વારા ઈટાવા પહોંચ્યા હતાં. બંને અઘિકારીઓએ પોતાની ટીમ સાથે આગ લાગવાના કારણે નુકસાનગ્રસ્ત થયેલા કોચનું નિરીક્ષણ કર્યુ, નિરીક્ષણ બાદ અધિકારીઓએ સ્ટેશન પર અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ સીઆરએસ અને ડીઆરએમ પ્રયાગરાજ ટીમ સાથે ઘાયલોના ખબર-અંતર પુછવા માટે સૈફઈ મિની પીજીઆઈ માટે રવાના થયા. આ અકસ્માતોની તપાસની સાથે રેલવે સ્ટાફના નિવેદન પણ લેવામાં આવશે.
ટ્રેનમાં આગની ઘટના: ઈટાવમાં બે દિવસ પહેલાં બુધવારે નવી દિલ્હી થી દરભંગા જતી નવી દિલ્હી દરભંગા ક્લોન એક્સપ્રેસના એસ 1 કોચમાં આગનું કારણ જાણવા માટે એજન્સીઓ સાથે સીઆરએસ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી, ઘટનાના 48 કલાક બાદ શુક્રવારે રેલ્વે સુરક્ષા બોર્ડના ચીફ સેફ્ટી કમિશનર જગન કુમાર ગર્ગ સળગેલા કોચનું નિરીક્ષણ કરવા અને તપાસ અર્થે નવી દિલ્હીથી ઈટાવા પહોંચ્યા હતા, આ તકે પ્રયાગરાજ વિભાગના ડીઆરએમ હિમાંશુ બુદાણી પણ સાથે હતા. બંને અધિકારીઓએ તેમની ટીમ સાથે આગમાં નુકસાન થયેલા કોચનું નિરીક્ષણ કર્યું હતું.
બે વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તપાસ: નિરીક્ષણ બાદ સ્ટેશનના એસએસ રૂમમાં રેલવે વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ સીઆરએસ અને ડીઆરેમ પ્રયાગરાજની ટીમ સાથે આ ઘટનામાં ઘાયલ થયેલા મુસાફરોની સ્થિતિ વિશે જાણવા માટે સૈફઈ મિની પીજીઆઈ ગયા. બંને અધિકારીઓ પરત ફર્યા બાદ તેઓ રેલવે સ્ટેશનના સુપ્રિટેન્ડેન્ટ, ગાર્ડ, ડ્રાઈવર, એન્જિનિયર, વીજળી વિભાગના કર્મચારીઓ, આરપીએફ, જીઆરપીએફની પૂછપરછ કરશે.
તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કંઈ પણ કહેવું મુશ્કેલ: આ અંગે ચીફ સેફ્ટી કમિશનર જેકે ગર્ગનું કહેવું છે કે, દિલ્હીથી દરભંગા જતી હમસફર એક્સપ્રેસમાં લાગેલી આગની તપાસ ચાલી રહી છે, જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કંઈ કહી શકાય તેમ નથી. તેમણે ટ્રેનોમાં જ્વલનશીલ પદાર્થોના વહનને રોકવા માટે મીડિયા પાસેથી સહકાર માંગ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે બંને અકસ્માતો અંગે અત્યારે કંઈ કહી શકાય તેમ નથી. તપાસમાં કેટલાક લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે, અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. રેલવેના સહયોગ અને સારવારથી ઘાયલો રાજી છે. અકસ્માત અંગેના વાયરલ વીડિયો વિશે પણ કહ્યું કે અમે તેને નકારી શકીએ નહીં. અમારી પાસે જે પણ માહિતી છે તેની અમે તપાસ કરી રહ્યા છીએ.
