TOP NEWS: આજથી સંસદના શિયાળા સત્રની શરૂઆત આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Nov 29, 2021, 6:05 AM IST

TOP NEWS: આજથી સંસદના શિયાળા સત્રની શરૂઆત આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1 આજથી સંસદના શિયાળા સત્રની શરૂઆત

સંસદનું શિયાળુ સત્ર (Winter Session of Parliament) આજથી શરૂ થઈ રહ્યું છે. અગાઉ સરકારે સર્વપક્ષીય બેઠક (All party meeting) બોલાવી હતી. આ બેઠકમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહ (Rajnath sinh at All party meeting) હાજર રહ્યા હતા. સંસદના સત્ર દરમિયાન એ વાત પર ચર્ચા કરવામાં આવી હતી કે, વધુમાં વધુ કામ થવુ જોઈએ અને ઓછો વિક્ષેપ થવો જોઈએ. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં પહોંચી શક્યા ન હતા. Click Here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1 અમૂલની ઉત્પાદન ક્ષમતા વધારતા 4 પ્લાન્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનાં હસ્તે કરાયું હતું

સહકારિતાના ક્ષેત્રે દૂધ ઉત્પાદન કરતી અમૂલ આગામી સમયમાં સહકારિતાના માધ્યમથી ઓર્ગેનિક ખેતી(Organic farming) તરફ આગળ વધી શકે છે. અમિત શાહે(Union Home Minister Amit Shah) અમૂલના પ્લાન્ટના ઉદ્ઘાટન(Inauguration of Amul plant) સમયે અમૂલને આ દિશામાં આગળ વધવા, માર્કેટિંગ કરવા અને રિસર્ચ કરવા માટે સૂચન(Suggestions for marketing and research) કર્યું છે. જેથી અમૂલ પણ ઓર્ગેનિક ખેતીમાં ખેડુતોને પ્રોત્સાહન મળે એ દિશા તરફ ભવિષ્યમાં આગળ વધશે. જેની શરૂઆત જિલ્લા લેવલે મીટીંગો કરી શરૂ કરી છે. અમૂલના 75 વર્ષના સ્થાપના દિનની(Celebrating Amul's 75th founding day) ચાલી રહેલી ઉજવણી નિમિતે ગાંધીનગરનાં ભાટ ખાતે આવેલ એશિયાના સૌથી મોટા ડેરી પ્લાન્ટ સંકુલમાં 4 પ્લાન્ટનું ઉદ્ઘાટન(Amul Asia's largest dairy plant) કેન્દ્રીય પ્રધાન અમિત શાહના હસ્તે કરાયું હતું. Click Here

2 વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કહ્યું, અમૃત મહોત્સવની ગુંજ પંચાયતથી સંસદ સુધી

વડાપ્રધાન મોદી (PM MODI) દર મહિનાના છેલ્લા રવિવારે માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' (mann ki baat november 2021) દ્વારા દેશવાસીઓને સંબોધિત કરે છે ત્યારે આજે પણ વડાપ્રધાને આ રેડિયોના મારફતે દેશને સંબોધન કર્યું હતું. જેમાં દેશના સુરક્ષા દળોને અને આપણા નાયકોને યાદ કર્યા હતા. Click Here

3 ગાંધીનગરમાં દારૂની પાર્ટી કરતાં અન્ય રાજ્યોના 13 વિદ્યાર્થીઓ ઝડપાયા

ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ (Alcohol ban in Gujarat) છે, તેવામાં ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તેલંગાના અને મધ્યપ્રદેશના પરપ્રાંતિય વિદ્યાર્થીઓ દારૂની મહેફીલ માણતા(Students having liquor party in Gandhinagar) ઝડપાયા છે, આ અંગે એક સોસાયટીના રહીશોએ ફરિયાદ કરતાં પોલીસે દારૂની મહેફિલ માણતા ૧૩ વિદ્યાર્થીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. Click Here

4 સુરત જિલ્લામાં 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી

હાલમાં સક્રિય થેયલા પશ્ચિમી વિક્ષેપને કારણે સુરત જિલ્લામાં આગામી 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમ્યાન ભારેથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગાહી(Rainfall forecast in Surat district) કરવામાં આવી છે. કૃષિ હવામાન વિભાગ(Department of Agricultural Meteorology) દ્વારા ખેડૂતોને હાલ શાકભાજી રોપણી કાર્ય મુલતવી રાખવાની સલાહ આપવામાં આવી છે. Click Here

  • સુખીભવ:

1 Harmful Effects of Plastic on Health: પ્લાસ્ટિકમાં ફૂડ ગરમ કરવું-રાખવું હાનિકારક બની શકે છે

પર્યાવરણ અને જીવન માટે પ્લાસ્ટિકના જોખમો (Harmful Effects of Plastic on Health) વિશે વિશ્વભરમાં જનજાગૃતિ ફેલાવવા ( Awareness of Plastic Hazards ) માટે વિવિધ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. આમ છતાં પ્લાસ્ટિક આપણા જીવનમાં અલગ-અલગ સ્વરૂપે અસ્તિત્વ જાળવી રાખે છે. ત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ બને છે કે સ્વાસ્થ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિકનો ઉપયોગ (Harmful Effects of Plastic on Health ) કરતી વખતે તે સંબંધિત સાવચેતીઓનું ધ્યાન રાખવામાં આવે. પ્લાસ્ટિક કૂકવેરના જોખમ ( Cooking or Heating Food in Plastic ) અંગે જાણો. Click Here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.