16 તણાવગ્રસ્ત સહકારી બેન્કોના ગ્રાહકોને મળશે 5 લાખ રૂપિયા જમા વીમા કવચ

author img

By

Published : Nov 29, 2021, 4:53 PM IST

16 તણાવગ્રસ્ત સહકારી બેન્કોના ગ્રાહકોને મળશે 5 લાખ રૂપિયા જમા વીમા કવચ

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India - RBI)ના આનુષંગિક એકમ ડીઆઈસીજીસી (DICGC)થી સંબંધિત એક કાયદા હેઠળ 16 તણાવગ્રસ્ત સહકારી બેન્કોના ગ્રાહકોને (Depositors of 16 stressed Cooperative Banks) આજથી 5 લાખ રૂપિયા સુધીનું જમા વીમા કવચ (Deposit insurance cover) મળવા લાગશે.

  • 16 તણાવગ્રસ્ત સહકારી બેન્કોના ગ્રાહકોને મળશે લાભ
  • DICGCથી સંબંધિત એક કાયદા હેઠળ ગ્રાહકોને થશે લાભ
  • આ બેન્કોના ગ્રાહકોને સોમવારથી 5 લાખ રૂપિયા સુધીનું જમા વીમા કવચ મળશે
  • ભારતીય રિઝર્વ બેન્કના આનુષંગિક એકમ DICGCથી સંબંધિત કાયદા હેઠળ મળશે લાભ

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક (Reserve Bank of India - RBI)ના આનુષંગિક એકમ ડીઆઈસીજીસી (DICGC)થી સંબંધિત એક કાયદા હેઠળ 16 તણાવગ્રસ્ત સહકારી બેન્કોના ગ્રાહકોને સોમવારથી 5 લાખ રૂપિયા સુધીનું જમા વીમા કવચ (Deposit insurance cover) મળશે.

આ પણ વાંચો- Tega Industries IPO: ટેગા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો IPO 1 ડિસેમ્બર, 2021ના રોજ ખુલશે

DICGCએ 21 બેન્કોની યાદી બનાવી હતી

ડિપોઝિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશને (Deposit Insurance and Credit Guarantee Corporation- DICGC) આ માટે પહેલા 21 બેન્કોની યાદી બનાવી હતી, પરંતુ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક (Punjab and Maharashtra Co-operative Bank) સહિત 5 અન્ય સહકારી બેન્કોની સમાધાન પ્રક્રિયાથી (Reconciliation process of co-operative banks) પસાર થવાના કારણે આ યાદીથી બહાર કરવામાં આવી હતી.

RBIના પ્રતિબંધના 90 દિવસની અંદર ખાતાધારકોને રૂપિયા મળે

સંસદે ગયા મહિને ડિપોઝિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (સુધારા) બિલ 2021 (Deposit Insurance and Credit Guarantee Corporation (Amendment) Bill) 2021) પસાર કર્યું હતું, જેનો ઉદ્દેશ એ નક્કી કરવાનું છે કે, RBI દ્વારા બેન્કો પર પ્રતિબંધ લગાવવાના 90 દિવસની અંદર ખાતાધારકોને 5 લાખ રૂપિયા મળે. (Account holders get rupee within 90 days of RBI ban)

આ પણ વાંચો- પ્રત્યક્ષ વિદેશી રોકાણના માત્ર 29 જોગવાઈ જ મંજૂરી માટે પેન્ડિંગઃ DPIIT સચિવ

થાપણદારોએ અત્યાર સુધી દાવા જમા નથી કરાવ્યા

આ કાયદો 1 સપ્ટેમ્બર 2021થી અમલમાં છે અને આનો 90 દિવસનો સમયગાળો 30 નવેમ્બર 2021એ પૂર્ણ થશે. પહેલા તબક્કામાં ચૂકવણી માટે 90 દિવસના સમયગાળો 30 નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે. ડીઆઈસીજીસી (DICGC) તરફથી જાહેર કરવામાં આવેલી નોટિસ અનુસાર, આ બેન્કોના જે થાપણદારોએ અત્યાર સુધી પોતાના દાવા જમા નથી કરાવ્યા, તેઓ પોતાના સંબંધિત બેન્કોથી સંપર્ક કરી શકે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, થાપણદારોની ઓળખ માટે સત્તાવાર રીતે કાયદાકીય દસ્તાવેજ તથા તેમના ખાતામાં જમા રાશિ પ્રાપ્ત કરવા માટે લેખિત સંમતિ આપવી પડશે, જે મહત્તમ 5 લાખ રૂપિયા થઈ શકે છે. ગ્રાહકોને પોતાના એક અલગ બેન્ક ખાતાની જાણકારી પણ આપવી પડશે, જેમાં પેસા મોકલી શકાય. DICGC અનુસાર, માન્ય દસ્તાવેજો જમા કરનારા થાપણદારોને આધાર કાર્ડથી જોડાયેલા બીજા બેન્ક ખાતામાં રકમ (The money will be sent to another bank account linked to the Aadhaar card) મોકલવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.