Cryptocurrency Regulation Bill : સંસદના શિયાળુ સત્રમાં નિયમન અંગે બિલ લાવશે સરકાર

author img

By

Published : Nov 24, 2021, 7:41 AM IST

Cryptocurrency Regulation Bill

ક્રિપ્ટોકરન્સી નિયમન (Crypto Regulation) સંબંધિત મોદી સરકારનું બિલ (Cryptocurrency Regulation Bill) સંસદના શિયાળુ સત્રમાં (parliament winter session) રજૂ કરવામાં આવશે. સમગ્ર સત્ર માટે 26 બિલોની યાદી આપવામાં આવી છે. ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) ઉપરાંત, ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવા માટેનું બિલ પણ તેમાં સામેલ કરવામાં આવશે છે.

  • સંસદના શિયાળુ સત્રમાં સરકાર દ્વારા 26 બિલો રજૂ કરવામાં આવશે
  • સત્રમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત બિલનો સમાવેશ કરવામાં આવશે
  • બિલમાં દેશમાં તમામ પ્રકારની ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ

નવી દિલ્હી : સંસદના શિયાળુ સત્ર (Parliament Winter Session) માટે 26 બિલોની સૂચિ તૈયાર કરવામાં આવી છે, જેમાં ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા અને ક્રિપ્ટોકરન્સી (Crypto Regulation) સંબંધિત બિલનો સમાવેશ કરવામાં આવ્યો છે. લોકસભા સચિવાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી.

ક્રિપ્ટોકરન્સી અને અધિકૃત ડિજિટલ કરન્સી રેગ્યુલેશન બિલ 2021

લોકસભા તરફથી મળતી માહિતી અનુસાર, ક્રિપ્ટોકરન્સી અને અધિકૃત ડિજિટલ કરન્સી રેગ્યુલેશન બિલ 2021 ( Cryptocurrency Regulation Bill ) સંસદના શિયાળુ સત્ર ( Parliament Winter Session)દરમિયાન નીચલા ગૃહમાં રજૂ કરવામાં આવનાર બિલોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ બિલ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલા સત્તાવાર ડિજિટલ ચલણના નિર્માણ માટે સહાયક માળખું બનાવવા માંગે છે. આ પ્રસ્તાવિત બિલમાં ભારતમાં તમામ પ્રકારની ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની વાત કહેવામાં આવી છે. જો કે, ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) સંબંધિત ટેક્નોલોજી અને તેના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે આમાં અપવાદો પણ જોવા મળી રહ્યા છે.

ક્રિપ્ટોકરન્સીના ઉપયોગ પર પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે, હાલમાં ભારતમાં ક્રિપ્ટોકરન્સીના (Cryptocurrency) ઉપયોગ અંગે ન તો કોઈ પ્રતિબંધ છે, કે ન તો કોઈ નિયમન પ્રણાલી. આ પૃષ્ઠભૂમિ સામે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહિનાની શરૂઆતમાં ક્રિપ્ટોકરન્સી પર વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સંકેત આપ્યો હતો કે, આ મુદ્દા સાથે વ્યવહાર કરવા માટે કડક નિયમનકારી પગલાં લેવામાં આવશે. લોકસભા સચિવાલયના બુલેટિન મુજબ, સત્ર દરમિયાન ત્રણ કૃષિ કાયદાઓને રદ્દ કરવા સંબંધિત બિલો રજૂ કરવા માટે સૂચિબદ્ધ છે.

કૃષિ બિલ પરત લેશે કેન્દ્ર સરકાર

નોંધનીય છે કે, ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્ર સરકારે ખેડૂત ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (સવર્ધન અને સુવિધા) અધિનિયમ, કૃષિ (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી અને કૃષિ સેવાઓ કરાર કાયદો અને આવશ્યક ચીજવસ્તુઓ સુધારણા કાયદો 2020 પસાર કર્યો હતો. આ બાદ વિરોધ પક્ષો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂતોના સંગઠનો છેલ્લા એક વર્ષથી દિલ્હીની સરહદ પર ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા રાષ્ટ્રને સંબોધનમાં ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી.

સત્ર દરમિયાન અનેક બિલો રજૂ કરવામાં આવશે

નાર્કોટિક સબસ્ટન્સ એન્ડ સાયકોટ્રોપિક ડ્રગ્સ એમેન્ડમેન્ટ બિલ 2021 સંસદના શિયાળુ સત્ર દરમિયાન રજૂ કરવા માટે સૂચિબદ્ધ છે. આ બિલ તેનાથી સંબંધિત વટહુકમના સ્થાને લાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એમેન્ડમેન્ટ બિલ 2021 અને દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એમેન્ડમેન્ટ બિલ 2021 પણ સત્ર દરમિયાન રજૂ કરવા માટે સૂચિબદ્ધ છે. આ બન્ને બિલો પણ સંબંધિત વટહુકમના સ્થાને લાવવામાં આવશે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.