Corona Vaccine For Children: હવે 6થી 12 વર્ષના બાળકો માટે પણ આવી ગઈ વેક્સિન

author img

By

Published : Apr 26, 2022, 5:15 PM IST

Corona Vaccine For Children: હવે 6થી 12 વર્ષના બાળકો માટે પણ આવી ગઈ વેક્સિન

DCGIએ 5થી 12 વર્ષની વયના બાળકો માટે એન્ટિ-કોવિડ-19 રસી (Corona Vaccine For Children) 'કોર્બેક્સ' અને 6થી 12 વર્ષની વય જૂથના બાળકો માટે 'કોવેક્સિન' રસીના કટોકટીના ઉપયોગની મંજૂરી આપી છે.

નવી દિલ્હી: ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI) એ 6 થી 12 વર્ષની વયના બાળકો માટે કટોકટીના ઉપયોગ માટે ભારત બાયોટેકની કોવિડ રસી (Corona Vaccine For Children) કોવેક્સિનને મંજૂરી આપી છે. હવે દેશમાં 6 થી 12 વર્ષની વયના બાળકો પણ કોરોનાની રસી મેળવી શકશે.

આ પણ વાંચો: આખરે લાંબી ચર્ચા બાદ પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાનો કર્યો ઈન્કાર, આપ્યુ કઈક આવુ નિવેદન

સૂત્રોના જણાવ્યા અનુસાર, DCGI એ 5 થી 12 વર્ષની વયના બાળકો માટે એન્ટિ-કોવિડ-19 (Anti covid 19) રસી 'કોર્બેક્સ' અને 6 થી 12 વર્ષની વય જૂથના બાળકો માટે 'કોવેક્સિન' રસીના કટોકટીના ઉપયોગની મંજૂરી (Covaxin emergency use for children) આપી છે.

આ પણ વાંચો: મહીલા સળગતી રહી અને લોકો જોતા રહ્યા, ઝારખંડનો દિલ દેહલાવતો વીડિયો

અગાઉ, DCGI ની નિષ્ણાંત પેનલે 5-12 વર્ષની વયના બાળકોને બાયોલોજીક ઈ ની કોવિડ રસી Corbevax નો ઈમરજન્સી ઉપયોગ કરવાની ભલામણ કરી હતી. પેનલ અગાઉ 5-12 વર્ષની વયના બાળકોમાં રસીના ડેટા (Corona Vaccine For Children Data) અને ઉપયોગ અંગે ચર્ચા કરવા માટે મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.