Commonwealth Games 2022: રેસલર રવિ કુમારનો 'ગોલ્ડનપંચ', કુશ્તીમાં ચોથો ગોલ્ડ

author img

By

Published : Aug 6, 2022, 10:31 PM IST

Commonwealth Games 2022: રેસલર રવિ કુમારનો 'ગોલ્ડનપંચ', કુશ્તીમાં ચોથો ગોલ્ડ

ભારતના રવિ દહિયાએ 57 કિગ્રા કેટેગરીમાં (RAVI DAHIYA WON GOLD MEDAL) ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે નાઈજીરિયાના એબીકેવેનિમો વેલ્સનને 10-0થી હરાવ્યો હતો. તેણે ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે આ ફાઈનલ મેચ (COMMONWEALTH GAMES 2022 ) જીતી હતી.

બર્મિંઘમ: ભારતના સ્ટાર રેસલર રવિ કુમાર દહિયા (RAVI DAHIYA WON GOLD MEDAL)એ પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો છે. તેનો આ પહેલો મેડલ ગોલ્ડ છે. રવિએ ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા વર્ગની ફાઇનલમાં નાઇજીરિયાના એબીકેવેનિમો વિલ્સનને 10-0થી હરાવ્યો હતો. કુસ્તીમાં ભારતનો આ ચોથો (INDIA GOT 10TH GOLD IN BIRMINGHAM) ગોલ્ડ છે. આ સાથે જ આ રમતમાં કુલ મેડલની સંખ્યા આઠ થઈ ગઈ છે. રવિએ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પછી તે ગોલ્ડ ચૂકી ગયો, પરંતુ આ વખતે તેણે કોઈ ભૂલ કરી નહીં. રવિ પહેલા દીપક પુનિયા, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક બર્મિંગહામમાં કુસ્તીમાં ગોલ્ડ જીતી ચૂક્યા છે.

આ પણ વાંચો: CWG 2022 : ભારતીય મહિલા ટીમેં ફાઇનલમાં બનાવી જગ્યા

ભારતના નામે કેટલા મેડલ

10 ગોલ્ડ: મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, વિમેન્સ લૉન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ, સુધીર (પાવર લિફ્ટિંગ), બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા, રવિ દહિયા

11 સિલ્વર: સંકેત સરગરી, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક, પ્રિયંકા, અવિનાશ સાબલે, પુરુષોની લૉન બોલ ટીમ

11 બ્રોન્ઝ: ગુરુરાજા પૂજારી, વિજય કુમાર યાદવ, હરજિંદર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર, દિવ્યા કકરાન, મોહિત ગ્રેવાલ, જાસ્મીન, પૂજા ગેહલોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.