જાણો કોણ છે, રિયા તિર્કીને જેને ઝારખંડના મુખ્યપ્રધાને અભિનંદન પાઠવ્યા

author img

By

Published : Jul 4, 2022, 3:52 PM IST

રિયા તિર્કી

રાંચીની રિયા તિર્કીની ફેમિના મિસ ઈન્ડિયા ગ્રાન્ડ ફિનાલેમાં(Riya Tirkey reached Femina Miss India) પહોંચવા પર મુખ્યપ્રધાન હેમંત સોરેને ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા(CM Hemant Soren congratulates Riya Tirkey) છે. રિયાએ ફિનાલેમાં ઝારખંડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આદિવાસી સમુદાયમાંથી આવતી રિયા તિર્કી ઝારખંડની પ્રથમ આદિવાસી છોકરી છે.

રાંચીઃ રાજધાની રાંચીની રહેવાસી રિયા તિર્કી ફેમિના મિસ ઈન્ડિયાની ફાઈનલિસ્ટ(Femina Miss India Grand Finale) છે. તેણે ગ્રાન્ડ ફિનાલેમાં ઝારખંડનું પ્રતિનિધિત્વ કર્યું(Femina Miss Jharkhand Riya Tirkey) હતું. આ અંગે મુખ્યપ્રધાન હેમંત સોરેને ટ્વીટ કરીને રિયાને અભિનંદન પાઠવ્યા(CM Hemant Soren congratulates Riya Tirkey) હતા. મિસ ઈન્ડિયા ગ્રાન્ડ ફિનાલેમાં સામેલ થનારી તે પ્રથમ આદિવાસી છોકરી છે.

આ પણ વાંચો - femina miss india 2022: સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયા 2022નો ખિતાબ જીત્યો

2015થી મોડેલિંગ કરી રહી છે - રિયા તિર્કીએ વર્ષ 2015થી મોડેલિંગ ક્ષેત્રમાં તેની સફર શરૂ કરી હતી. 8 વર્ષની સતત મહેનત અને સમર્પણ પછી તે આખરે ફેમિના મિસ ઈન્ડિયાના 31 રાજ્યોના સ્પર્ધકો સાથે જોડાઈ હતી. આ સિદ્ધિ પર ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને ટ્વિટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા કહ્યું કે, આ ક્ષણ ઝારખંડ માટે ગર્વની છે, ઝારખંડ વતી રિયા તિર્કીને શુભેચ્છાઓ. ફેમિના મિસ ઈન્ડિયા ઝારખંડ જીતવી તે તેના જીવનની સૌથી મહત્વપૂર્ણ ક્ષણ છે.

આ પણ વાંચો - આ એક્ટ્રેસ જમ્પસૂટમાં લાગી રહી છે મનમોહક જૂઓ ફોટોઝ

મુખ્યપ્રધાને આપી શુભેચ્છાઓ - રિયા તિર્કી, જે રાંચીના વિવેકાનંદ વિદ્યા મંદિરની વિદ્યાર્થીની હતી, તે આદિવાસી સમુદાયમાંથી આવે છે. રિયા રાજ્યની પ્રથમ આદિવાસી છોકરી છે. જેણે ફેમિના મિસ ઈન્ડિયામાં ઝારખંડ માટે પ્રતિનિધિત્વ કર્યું છે. રિયા તિર્કી પણ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આંધ્રપ્રદેશના વિજયવાડામાં રહી ચૂકી છે. તેમણે તેમનું ઉચ્ચ શિક્ષણ પીબી સિદ્ધાર્થ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટમાં કર્યું. રિયા તિર્કી એક મોડલ છે અને એક શાનદાર અભિનેત્રી પણ છે. રિયા આદિવાસી સમુદાયમાંથી આવનારી પ્રથમ મહિલા છે. જેણે મિસ ઈન્ડિયાના ગ્રાન્ડ ફિનાલેમાં દાવો રજૂ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.