Chandrayaan-1 News: ચંદ્રયાન-1ના ડેટાનું સંશોધનઃ પૃથ્વીના ઈલેક્ટ્રોન દ્વારા ચંદ્રમા પર બની રહ્યું છે પાણી

Chandrayaan-1 News: ચંદ્રયાન-1ના ડેટાનું સંશોધનઃ પૃથ્વીના ઈલેક્ટ્રોન દ્વારા ચંદ્રમા પર બની રહ્યું છે પાણી
અમેરિકાના માનોઆની હવાઈ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ભારતના ચંદ્રયાન-1ના રિમોટ સેન્સિંગ ડેટા પર સંશોધન કરી રહ્યા છે. જેમાં મહત્વનું તારણ સામે આવ્યું છે. સંશોધન દરમિયાન માહિત મળી છે કે પૃથ્વી પરના હેવી ઈલેક્ટ્રોન્સ ચંદ્ર પર પાણી બનાવી રહ્યા છે. વાંચો રસપ્રદ તારણ વિશે
નવી દિલ્હીઃ ભારતના અવકાશી અભિયાન ચંદ્રયાન-1ના ડેટા પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. આ સંશોધનનું તારણ છે કે પૃથ્વી પરના બહુ ઊર્જામય ઈલેક્ટ્રોન ચંદ્ર પર પાણી બનાવી રહ્યા છે. ચંદ્રની સપાટી પરના ખડકો અને પથ્થરોના અભ્યાસ કરતા અમેરિકાની હવાઈ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને મહત્વની જાણકારી પ્રાપ્ત થઈ છે.જેમાં પૃથ્વી પરના ઈલેક્ટ્રોન ચંદ્ર પર પાણી બનાવવાની ક્ષમતા ધરાવતા હોવાનું માલૂમ પડ્યું છે.
નેચર એસ્ટ્રોનોમી જનરલમાં રિસર્ચ પ્રકાશિત થયુંઃ નેચર એસ્ટ્રોનોમી જર્નલમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર ચંદ્રની સપાટી પર પાણીના સુક્ષ્મ નિર્માણમાં આ ઈલેક્ટ્રોન ભાગ ભજવતા હોવાનું સામે આવ્યું છે. રિસર્ચ રિપોર્ટ અનુસાર આ માહિતી ભવિષ્યમાં ચંદ્ર પર માનવ વસવાટમાં ખૂબજ ઉપયોગી થઈ પડશે. 2008માં લોન્ચ થયેલું ભારતનું અવકાશી મિશન ચંદ્રયાન-1 ચંદ્ર પર પાણીના અણુ શોધવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ચંદ્રયાન-1 એ ચંદ્રના અભ્યાસ માટેનું પ્રથમ મિશન હતું.
ચંદ્રયાન-1નું સ્પેકટ્રોમીટર મહત્વનો ભાગઃ અમેરિકાની હવાઈ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ રિસર્ચર શૌઈ લી જણાવે છે કે સૂર્યના પવનો ચંદ્રની સપાટી પર ઊર્જાનો મારો કરે છે જે ફોટોન સ્વરૂપે હોય છે. આ સમગ્ર અથડામણમાં ચંદ્રની સપાટી પર પાણી રચાતું હોવાની સંભાવના છે. લી અને તેના સાથીદારો ચંદ્રયાન-1 પર રહેલા સ્પેક્ટ્રોમિટરના ડેટાનો અભ્યાસ કરે છે. આ સ્પેક્ટ્રોમીટર મૂન માઈનોરલોજી મેપર ઈન્સ્ટ્રુમેન્ટ છે.
ચંદ્રના દક્ષિણ ધૃવ પર જનાર ભારત પ્રથમ દેશઃ ચંદ્રયાન-1ને ભારતના ઈસરો દ્વારા 2008માં લોન્ચ કરવામાં આવ્યું હતું. હજુ ગયા મહિને જ ભારતે ચંદ્રના દક્ષિણ ધૃવ પર રોવર અને લેન્ડ સાથે ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ કર્યુ છે. આ સફળતા મેળવનાર ભારત પ્રથમ દેશ બની ગયો છે.
