ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા ચંદ્રાબાબૂ નાયડૂ, સત્તામાં નહીં આવે ત્યાં સુધી વિધાનસભા નહીં જાય

author img

By

Published : Nov 19, 2021, 7:37 PM IST

ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા ચંદ્રાબાબૂ નાયડૂ, સત્તામાં ન આવે ત્યાં સુધી વિધાનસભા નહીં જાય

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન ચંદ્રબાબૂ નાયડૂ (Chandrababu Naidu)ના ભાવુક થવાનો વિડીયો સામે આવ્યો છે. TDP પ્રમુખ (Chairman of Telugu Desam Party) અને આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)માં મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતા ચંદ્રબાબૂ નાયડૂ વિધાનસભા (Assembly)ના ઘટનાક્રમને લઇને ભાવુક થયા. વિડીયોમાં જોવા મળે છે કે ભાવુક નાયડૂની આંખોમાં આંસૂ આવી ગયા. તેમણે કહ્યું કે, જ્યાં સુધી તેઓ સત્તામાં નહીં આવે, ત્યાં સુધી વિધાનસભાની અંદર દાખલ નહીં થાય.

  • ચંદ્રબાબૂની પત્ની પર સાધવામાં આવ્યું નિશાન
  • પત્નીના અપમાનથી ભાવુક થયા ચંદ્રાબાબૂ
  • છેલ્લા અઢી વર્ષથી હું અપમાન સહન કરી રહ્યા હોવાનું જણાવ્યું

અમરાવતી: તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ (Chairman of Telugu Desam Party) એન. ચંદ્રબાબૂ નાયડૂ (Chandrababu Naidu) શુક્રવારના આંધ્ર પ્રદેશ વિધાનસભા (Andhra Pradesh Assembly)માં ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું કે, જે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી છે તેની મેં ક્યારેય કલ્પના નહોતી કરી. મારી પત્ની પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. તેમના વિશે અપશબ્દો કહેવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નાયડૂ પોતાની પત્ની ભુવનેશ્વરીના કથિત અપમાનની ઘટના પર ભાવુક થઈ ગયા.

છેલ્લા અઢી વર્ષથી હું અપમાન સહન કરી રહ્યો છું - ચંદ્રાબાબૂ

ભાવુક સ્વરમાં વિપક્ષના નેતાએ સદનમાં કહ્યું કે, સત્તારૂઢ YSR કૉંગ્રેસ (YSR Congress)ના સભ્યો દ્વારા તેમના પર સતત કરવામાં આવી રહેલા અપશબ્દોથી તેઓ દુ:ખી છે. નાયડૂ (Naidu)એ કહ્યું કે, "છેલ્લા અઢી વર્ષથી હું અપમાન સહન કરી રહ્યો છું, પરંતુ શાંત રહ્યો. આજે તેમણે મારી પત્નીને પણ નિશાન બનાવી છે. હું હંમેશા સન્માનની સાથે રહ્યો છું. હું આ વધારે સહન ન કરી શકું."

ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા ચંદ્રાબાબૂ નાયડૂ

ધારાસભ્યો સાથેની બેઠકમાં ભાવુક થયા

સ્પીકર તમ્મિનેની સીતારામે (Speaker Sitaram of Speaker Tammini) માઇક ઑફ કરી દીધું, પરંતુ તેમણે બોલવાનું ચાલું રાખ્યું. ઉલ્લેખનીય છે કે કૃષિ ક્ષેત્ર પર એક સંક્ષિપ્ત ચર્ચા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ પૂર્વ મુખ્યપ્રધાને પોતાની નિરાશા વ્યક્ત કરી છે. બાદમાં, તેમણે પોતાના રૂમમાં પોતાની પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરી, ત્યાં તેઓ ઘણા જ ભાવુક થઈ ગયા હતા. મુંગલાગિરીમાં TDP કાર્યાલયમાં આયોજિત એક મીડિયા સંમેલનમાં ચંદ્રબાબૂ નાયડૂ ધ્રુસકે-ધ્રુસકે રડતા જોવા મળ્યા.

આજે પત્નીનું અપમાન કરવામાં આવ્યું

ચંદ્રબાબૂ નાયડૂએ કહ્યું કે, "મેં મારા જીવનમાં ક્યારેય પણ આવું નથી જોયું. મેં મારા રાજકીય જીવનમાં ક્યારેય આટલું કષ્ટ નથી ઉઠાવ્યું. મેં અનેક અપમાન ઉઠાવ્યા, પરંતુ આજે મારી પત્નીનું અપમાન કરવામાં આવ્યું, જ્યારે તેમને રાજનીતિથી કોઈ લેવા-દેવા નથી. મારા સત્તામાં રહેવા દરમિયાન કોઇનું પણ અપમાન નથી કરવામાં આવ્યું." તેમણે કહ્યું કે, "પુરાણોમાં ઉલ્લેખ છે કે દ્રોપદીને ભરી સભામાં અપમાનિત કરવામાં આવી હતી."

સત્તામાં ન આવે ત્યાં સુધી સદનમાં નહીં આવે ચંદ્રાબાબૂ

નાયડૂએ પ્રશ્ન કર્યો કે, "શું લોકો વિપક્ષમાં બેસવા પર પણ જવાબદારી અનુભવે છે?" સમગ્ર ઘટનાથી સ્તબ્ધ TDP ધારાસભ્યોએ નાયડૂને સાંત્વાના આપી, ત્યારબાદ તેઓ તમામ ગૃહમાં પાછા આવી ગયા. નાયડૂએ કહ્યું કે, જ્યાં સુધી હું સત્તામાં ના પાછો ફરું, સદનમાં નહીં આવું.

આ પણ વાંચો: Repeal Farm Law: જાણો શું છે કૃષિ કાયદાઓ, જેના પર સરકાર અને ખેડૂતો હતા આમને-સામને

આ પણ વાંચો: કૃષિ કાયદાની જાહેરાત કરી તેમાં અમને શંકા, પી.એમએ સત્ર બોલાવીને જાહેરાત કરવી જોઈએ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.