ઉતરાખંડ: BRO માના પાસ સુધી 30 ફૂટ ઉંચા બરફને દૂર કરવામાં વ્યસ્ત

author img

By

Published : May 20, 2021, 9:42 AM IST

Updated : May 20, 2021, 12:44 PM IST

40 કિ.મી. જેટલો બરફ રસ્તા પરથી દૂર કરવો પડે છે

બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને ચીન સરહદ વિસ્તાર માના પાસ સુધીના માર્ગને ખોલવાનું કામ શરૂ કર્યું છે.

  • BRO માના પાસ સુધી 30 ફૂટ ઉંચા બરફને દૂર કરવામાં વ્યસ્ત
  • રસ્તા પર લગભગ 30 ફૂટ હિમવર્ષા
  • 40 કિ.મી. જેટલો બરફ રસ્તા પરથી દૂર કરવો પડે છે
  • ઘણા દિવસોથી તૂટક-તૂટક બરફવર્ષા

ચમોલી: બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) એ ભારત-ચીન સરહદ વિસ્તાર માના પાસ સુધીના માર્ગને ખોલવાનું કામ શરૂ કર્યું છે. અહીંના રસ્તા પર લગભગ 30 ફૂટ હિમવર્ષા થાય છે. ઘણી જગ્યાએ આઇસબર્ગ તૂટીને રસ્તા પર આવી ગયા છે. BRO દ્વારા વાહનોના ટ્રાફિક માટેનો માર્ગ લગભગ 16 કિ.મી. માટે ખુલ્યો છે. જ્યારે હજી 40 કિ.મી. બરફ રસ્તા પરથી દૂર થવાનો બાકી છે.

BRO માના પાસ સુધી 30 ફૂટ ઉંચા બરફને દૂર કરવામાં વ્યસ્ત

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં BRO કેમ્પ હિમપ્રપાતની ઝપેટમાં, 384 મજૂરોને બચાવાયા, 8 મૃતદેહ મળ્યા

BRO પર વહેલી તકે રસ્તો ખોલવાનું દબાણ

રસ્તો ખોલવા માટે BRO દ્વારા પાંચ મશીન લગાવવામાં આવ્યા છે. સેના, ITBP અને BROનાં સૈનિકો સિવાય સરહદી વિસ્તારના માના છેલ્લા ગામની બહાર કોઈને પણ જવા દેવા નથી. ભારતીય સેનાની છેલ્લી સૈન્ય ચોકી મના પાસ નજીક છે. અહીં સેનાના જવાનો સરહદની સુરક્ષા માટે તૈયાર છે. આ દિવસોમાં અહીં ચારે બાજુ બરફ પડ્યો છે. જેના કારણે હદ સુધી લશ્કરી વાહનોની અવર-જવર બંધ થઈ ગઈ છે. રસ્તો બંધ થવાને કારણે સૈનિકોને લોજિસ્ટિક અને અન્ય જરૂરી સામગ્રી પૂરા પાડવામાં મુશ્કેલીઓ ઉભી થાય છે. આને કારણે BRO પર વહેલી તકે રસ્તો ખોલવાનું દબાણ છે.

આ પણ વાંચો: લાહૌલ સ્પીતી: BROનાં જવાનોએ બરફમાં ફસાયેલા 87 લોકોનાં જીવ બચાવ્યા

ટૂંક સમયમાં રસ્તો ખુલશે

BROનાં કેપ્ટન સુનિલ કુમારે કહ્યું કે, આઇસબર્ગ રસ્તા પર આવી ગયા છે. આઈસબર્ગ કાપીને રસ્તાઓ સરળ બનાવવામાં આવી રહ્યા છે. 16 કિ.મી.નો રસ્તો બરફથી સાફ થઈ ગયો છે. જ્યારે હજી 40 કિ.મી. જેટલો બરફ રસ્તા પરથી દૂર કરવો પડે છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી તૂટક-તૂટક બરફવર્ષા થઈ રહી છે. જેના કારણે રસ્તાને લીસો કરવામાં પણ મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. BROના કાર્યકરો દિવસ-રાત માર્ગને સારો બનાવવામાં વ્યસ્ત છે. ટૂંક સમયમાં સૈન્ય વાહનોની અવર-જવર માટે રસ્તો ખુલશે.

Last Updated :May 20, 2021, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.