અમદાવાદના જિલ્લા જજના પુત્ર અને કમિશ્નરના ખાતામાંથી ઠગાઈ કરનાર 4 આરોપીની કરાઈ ધરપકડ

author img

By

Published : Sep 29, 2020, 7:48 AM IST

giridih

લાખો રુપિયાની ઠગાઈ કરનાર 4 સાયબર આરોપીઓની ધરપકડની ઘટના સામે આવી છે. ગુજરાત અને ગિરિડીહની સાયબર પોલીસની ટીમ મળી આગળની તપાસ હાથ ધરી છે.

ઝારખંડ/ ગિરિડીહ : સાયબર ગુનામાં ફ્રૉડ કરનાર શાતિર આરોપીઓએ ગુજરાતન જિલ્લા જજના પુત્ર અને કમિશ્નરના બેન્કના ખાતમાંથી લાખો રુપિયાની ઠગાઈ કરી છે. ગુજરાત અને ગિરિડીહની સાયબર પોલીસ ટીમે આ સમગ્ર મામલે 4 આરોપીઓની ધરપકડ કરી હતી .ચારેય આરોપીઓની ધરપકડ જિલ્લાના ગાંડેય, તારાટાંડ વિસ્તાર અને જમાતાડાથી કરવામાં આવી છે.

ધરપકડ કરાયેલા આરોપઓમાંથી 1ની પાસે 1 કરોડની સંપતિ છે.આ સમગ્ર ઘટનાની જાણકારી આપતા સાયબર સેલના ડીએસપી સંદીપ સુમન સમદર્શીએ જણાવ્યું કે, આરોપીઓએ ગુજરાતના જિલ્લા જજના પુત્રના બેંકના ખાતામાંથી 11 લાખ રુપિયા અને કમિશ્નરના ખાતામાંથી 8 લાખ રુપિયા ફ્રૉડ કર્યા હતા. ધરપકડ કરાયેલા આરોપી પાસેથી મોબાઈલ, એટીએમ કાર્ડ, સિમકાર્ડ સહિતની ચીજવસ્તુઓ ઝપ્ત કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મંટૂ મંડલ, કુલદીપ મંડલ અને અજય મંડલને ગુજરાત પોલીસની ટીમ રિમાન્ડ પર લઈ આવી છે. જ્યારે પપ્પૂ મંડલથી સાયબર પોલીસ પુછપરછ કરી રહી છે.

અમદાવાદ સાયબર પોલીસમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ગુજરાત પોલીસની ટીમ ગિરીડીહ પહોંચી હતી અને સ્થાનીક પોલીસના સહયોગથી છાપેમારી કરી આરોપીઓની ધરપકડ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.