ચા રસિકો માટે નવો સ્વાદ, બામ્બુનાં પાનની ચા

author img

By

Published : May 24, 2021, 4:13 PM IST

ચા રસિકો માટે નવો સ્વાદ, બામ્બુનાં પાનની ચા

બામ્બુ આર્ટમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની વિશેષ ઓળખ પ્રાપ્ત કરનારા રાજ્ય ત્રિપુરાએ પોતાની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેર્યું છે. ત્રિપુરાએ હવે માર્કેટમાં બામ્બુનાં પાનની ચા રજૂ કરી છે.

  • તમામ પ્રકારના બામ્બુના પાનમાંથી બની શકે છે ચા
  • બામ્બુ સોસા. ઓફ ઈન્ડિયાના સભ્યએ શરૂ કર્યું ઉત્પાદન
  • 120 રૂપિયે કિલોની બેઝિક પ્રાઈઝ પર વેચાણ

અગરતાલા: નોર્થ ઈસ્ટનું નાનકડું રાજ્ય ત્રિપુરા સમયાંતરે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પોતાની બામ્બુ બોટલ, બામ્બુ રાઈસ જેવા વિવિધ પ્રોડક્ટ્સ સાથે પોતાની આગવી ઓળખ છોડી જાય છે. ત્યારે હવે ત્રિપુરામાં બામ્બુના પાનની ચાનું ઉત્પાદન શરૂ થયું છે.

પેકેજિંગ બાદ બામ્બુના પાનની ચા
પેકેજિંગ બાદ બામ્બુના પાનની ચા

500 કિલોનો ઓર્ડર દિલ્હીના એક્સપોર્ટરને મોકલ્યો

આ ચાના શોધકર્તા સમીર જમતિયાએ જણાવ્યું હતું કે, બામ્બુના પાનની ચાનો 500 કિલોનો પ્રથમ ઓર્ડર દિલ્હીના એક એક્સપોર્ટરને મોકલી દેવાયો છે. જ્યારે અન્ય 3-4 કિલો જથ્થો મદુરાઈથી ત્રિપુરા આ ચા બનવાની પ્રોસેસ સમજવા આવેલા એક યુવાન દ્વારા ખરીદવામાં આવ્યો છે. સમીર જમતિયા બામ્બુ સોસાયટી ઓફ ઈન્ડીયાના સભ્ય છે. તેઓ બામ્બુ અંગે સંશોધન કરવા વિવિધ દેશોમાં ફર્યા છે અને વર્ષો સુધી ચાઈનામાં બામ્બુ આર્ટને લઈને કામ કર્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે, તેમણે આ ચાના પ્રોડક્શન માટે બામ્બુના કૂણા પાંદડા વીણવાથી લઈને પેકેજિંગ સહિતની કામગીરી એકલા હાથે જ શરૂ કરી હતી.

એન્ટીઓક્સિડન્ટ્સ અને એન્ટીબાયોટીક તત્વોથી ભરપૂર

સમીર જમતિયાએ વધુમાં કહ્યું હતું કે, એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે બામ્બુના પાનની ચા એન્ટીઓક્સિડન્ટ્સ અને એન્ટીબાયોટીક તત્વોથી ભરપૂર હોય છે. વધુમાં સિલિકોનની હાજરીથી વાળ, ત્વચા, નખ તેમજ હાડકાઓ અને દાંતને સ્વસ્થ અને મજબૂત રાખે છે. આ ચાની કિંમત અને વેરાયટીઝ અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, આ ચાની બેઝ પ્રાઈઝ 120 રૂપિયા પ્રતિકિલો રાખવામાં આવી હતી. ત્રિપુરામાં કુલ 30 પ્રજાતિના બામ્બુ ઉગે છે. કોઈપણ પ્રકારના બામ્બુના પાનમાંથી ચા બનાવી શકાય છે. અમે અત્યાર સુધી કોનકાઈચ બામ્બુ (Konkaich Bamboo) નો ઉપયોગ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.