ઐતિહાસિક નિર્ણય : તાજ મહેલથી લઈને આ મોટા સ્મારકો પર જતા પહેલા આ જાણજો...
Updated on: Aug 6, 2022, 2:27 PM IST

ઐતિહાસિક નિર્ણય : તાજ મહેલથી લઈને આ મોટા સ્મારકો પર જતા પહેલા આ જાણજો...
Updated on: Aug 6, 2022, 2:27 PM IST
દેશમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ'(azadi ka amrit mahotsav) અભિયાન હેઠળ અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, ભરતના ઐતિહાસિક સ્મારકોને લઈને સરકાર (Archaeological Survey Of India) દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આગામી 11 દિવસ સુધી પ્રવાસીઓને નિ:શુલ્ક પ્રવેશ આપવાનો નિર્ણય (free entry in taj mahal) કરવામાં આવ્યો છે.
આગ્રાઃ દેશમાં આઝદીના 75 વર્ષ પુરા થવા પર 'આઝાદી કા અમૃત મહોત્સવ' (free entry in taj mahal) કાર્યક્રમ અંતર્ગત અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે. આ કાર્યક્રમને લઈને લોકોમાં પણ ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમને વધુ આનંદદાયક મનાવતા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્ગારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 5 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી દેશભરના સંરક્ષિત,સ્મારકોમાં પ્રવાસીઓને નિ:શુલ્ક (Free entry to monuments) નિહાળવાનો મોકો આપવામાં આવ્યો છે. (har ghar tiranga campaign )
લોકોને એક મોટી ભેટ : આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમ દેશભરમાં ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. આ અવસર પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણએ દેશના લોકોને એક મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (Archaeological Survey Of India) એ દેશભરના સંરક્ષિત સ્મારકોમાં પ્રવાસીઓને મફત પ્રવેશ આપવાનો આદેશ જારી કર્યો છે. પુરાતત્વ સર્વેક્ષણના જણાવ્યા અનુસાર, 5 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી તાજ મહેલ (free entry in taj mahal), આગ્રાનો કિલ્લો, કુતુબ મિનાર, ખજુરાહો સહિત દેશના તમામ સ્મારકોમાં ફ્રી એન્ટ્રી મળશે. દેશી અને વિદેશી પ્રવાસીઓ પણ તાજ મહેલ અને અન્ય સ્મારકો નિ:શુલ્ક જોઈ શકશે. ASIનો આ ઐતિહાસિક નિર્ણય છે.
આ પણ વાંચો: સોમનાથ મહાદેવ દાદાને કરાયો સૂર્યદર્શન શ્રૃંગાર, શિવભક્તોએ કર્યા અલૌકિક દર્શન
ASIનો ઐતિહાસિક નિર્ણય: ASI ડાયરેક્ટર (સ્મારક) ડૉ. એન.કે. પાઠકે બુધવારે સાંજે આ આદેશ જારી કર્યો છે. આ આદેશ અનુસાર, 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમ હેઠળ પ્રવાસીઓને દેશભરના તમામ ASI સંરક્ષિત સ્મારકોમાં મફત પ્રવેશ મળશે. ASI આગ્રા સર્કલના અધિક્ષક પુરાતત્વવિદ્ રાજકુમાર પટેલે જણાવ્યું હતું કે મુખ્યાલયના આદેશ અનુસાર હવે 5 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી તાજમહેલ, આગ્રા, કિલ્લો, સીકરી સીકરી, અકબરની કબર, એત્માદ--ઉદ-દૌલામાં પ્રવાસીઓનો મફત પ્રવેશ રહેશે. ASIએ દેશભરના તમામ સ્મારકોમાં 11 દિવસ માટે ફ્રી એન્ટ્રીનો ઓર્ડર જારી (Free entry to monuments) કર્યો છે. ASIનો ઐતિહાસિક નિર્ણય છે.
આ પણ વાંચો: Share Market India: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સ-નિફ્ટી બંનેમાં ઉછાળો
