ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા હાઈકોર્ટનું સૂચન, જાણો શું છે ભારતીય સંસ્કૃતિમાં ગાયનું મહત્વ

author img

By

Published : Sep 2, 2021, 4:10 PM IST

ગાયને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવો જોઈએ અને આ માટે સંસદમાં બિલ લાવવું જોઈએ: અલ્હાબાદ હાઈકોર્ટ

અલ્હાબાદ હાઈકોર્ટે એક મોટું સૂચન આપ્યું છે. કોર્ટે કહ્યું છે કે, ગાયને માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી ન જોવી જોઈએ. દરેક નાગરિક દ્વારા સંસ્કૃતિનું રક્ષણ થવું જોઈએ. કોર્ટે સૂચવ્યું છે કે, ગાયને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવો જોઈએ અને આ માટે સંસદમાં બિલ લાવવું જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે, ગાયની પૂજા થશે તો જ દેશ સમૃદ્ધ થશે.

  • અલ્હાબાદ હાઈકોર્ટની કેન્દ્ર સરકારને ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની સલાહ
  • હિંદુ ધર્મમાં ગાયનું અનોખું મહત્વ, ગાયની હત્યા મહાપાપ
  • સમુદ્ર મંથન દરમિયાન ધરતી પર દિવ્ય ગાયની ઉત્પત્તિ થઈ હતી
  • અથર્વવેદ પ્રમાણે 'ગાય સમૃદ્ધિનો મૂળ સ્ત્રોત છે
  • ગાયનું છાણ ખાતર તરીકે, મૂત્ર દવા તરીકે ઉપયોગી
  • ગાયના દૂધમાં માનવ શરીરના પોષક તત્વો વિપુલ પ્રમાણમાં હોય છે

અલ્હાબાદ: ઉત્તર પ્રદેશમાં ગાયોની સુરક્ષા માટે જ્યાં યોગી સરકાર સતત પ્રયાસ કરી રહી છે અને વિવિધ યોજનાઓ ચલાવી રહી છે. તો હવે અલ્હાબાદ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની સલાહ આપી છે. આવો જાણીએ કે આખરે આપણા જીવનમાં ગાયનું શું મહત્વ છે અને કોર્ટે રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવાનું કયા હેતુથી સૂચવ્યું છે.

ગાયનું રહસ્ય

ભારતમાં વૈદિક કાળથી જ ગાયનું મહત્વ છે. શરૂઆતમાં આપ-લે અને વિનિમય વગેરેના માધ્યમ તરીકે ગાયનો ઉપયોગ થતો હતો અને મનુષ્યની સમૃદ્ધિની ગણના તેની પાસે રહેલી ગાયોની સંખ્યાના આધારે થતી હતી. હિંદુ ધાર્મિક દ્રષ્ટિથી પણ ગાય પવિત્ર મનાતી રહી છે તથા આની હત્યા મહાપાપમાં ગણવામાં આવે છે. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે સમુદ્ર મંથન દરમિયાન ધરતી પર દિવ્ય ગાયની ઉત્પત્તિ થઈ હતી. ભાગવત પુરાણ અનુસાર સમુદ્ર મંથન દરમિયાન પાંચ દિવ્ય કામધેનુ (નંદા, સુભદ્રા, સુરભી, સુશીલા, બહુલા) નીકળી હતી. કામધેનુ અથવા સુરભી (સંસ્કૃત: કામધુક) બ્રહ્મા દ્વારા લેવામાં આવી હતી. દિવ્ય વૈદિક ગાય (ગૌમાતા) ઋષિને આપવામાં આવી હતી જેથી તેના દિવ્ય અમૃત પંચગવ્યનો ઉપયોગ યજ્ઞ, આધ્યાત્મિક વિધિઓ અને સમગ્ર માનવતાના કલ્યાણ માટે થઈ શકે.

ભારતમાં ગાયને દેવીનો દરજ્જો

ભારતમાં ગાયને દેવીનો દરજ્જો પ્રાપ્ત છે. માનવામાં આવે છે કે ગૌમાતાની અંદર 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ હોય છે. દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજાના અવસર પર ગાયોની ખાસ પૂજા કરવામાં આવે છે અને તેને મોરપીંછા વગેરેથી શણગારવામાં આવે છે. પુરાણો અનુસાર ગાયને કોઈપણ રીતે પરેશાન કરવી ઘોર પાપ મનાય છે. ગાયની હત્યા નર્કના દ્વારા ખોલવા સમાન છે, જ્યાં અનેક જનમો સુધી દુ:ખ વેઠવું પડે છે. અથર્વવેદ પ્રમાણે 'ધેનુ સદાનામ રઈનામ' અર્થાત 'ગાય સમૃદ્ધિનો મૂળ સ્ત્રોત છે.' ગાય સમૃદ્ધિ અને વિપુલતાનું પ્રતીક છે. તે બ્રહ્માંડના પોષણનો સ્ત્રોત છે અને માતા છે. ગાય ફક્ત એ કારણે પૂજનીય નથી કે તે દૂધ આપે છે, પરંતુ તેનું એ માટે પણ તે પૂજનીય છે કે કારણ કે ગાય આપણને સામાજિક પરિપૂર્ણતા આપે છે. ઉલ્લેખનીય છે કે માન્યતા અનુસાર 84 લાખ યોનિઓની યાત્રા કર્યા પછી આત્મા છેલ્લી યોનીના રૂપમાં ગાય બની જાય છે. ગાય લાખો યોનિઓનો પડાવ છે, જ્યાં આત્મા આરામ કરે છે અને પછી આગળની યાત્રા શરૂ કરે છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ગાયનું મહત્વ

વૈજ્ઞાનિકો પ્રમાણે ગાય એકમાત્ર એવું પ્રાણી છે જે ઑક્સિજન ગ્રહણ કરે છે અને છોડે પણ છે, જ્યારે મનુષ્ય સહિત તમામ પ્રાણી ઑક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. વૃક્ષ-છોડ આનાથી વિપરીત કરે છે. ગાયના છાણમાં લગભગ 300 કરોડ જીવાણું હોય છે, જે ખેતરમાં ઘણાં બધાં કીટાણુઓને મારીને માટીને ફળદ્રુપ બનાવે છે. હરિત ક્રાંતિથી પહેલા ખેતરમાં ગાયના છાણમાં ગૌમૂત્ર, લીમડો, ધતૂરો અને આકડાના પત્તાને ભેળવીને નાંખવામાં આવતા હતા. માનવામાં આવે છે કે ગાયનું છાણ મચ્છર અને કીટાણુઓના હુમલાને રોકે છે. આ ઉપરાંત ગૌમૂત્ર અનેક રોગોમાં કારગર મનાય છે. વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી શોધમાં જાણવા મળે છે કે ગાયમાં જેટલી સકારાત્મક ઊર્જા હોય છે એટલી કોઈ બીજા પ્રાણીમાં નથી. ગાયની પીઠ પર કરોડરજ્જુમાં સ્થિત સૂર્યકેતુ સ્નાયુ હાનિકારક કિરણોત્સર્ગને અવરોધિત કરીને પર્યાવરણને સ્વચ્છ રાખે છે. તે પર્યાવરણ માટે ફાયદાકારક છે.

ગાયના દૂધનું મહત્વ

ગાયના દૂધથી અનેક પ્રકારની પ્રોડક્ટ બને છે. તો હિંદુ ધર્મના પૂજા-પાઠમાં પણ ગાયના દૂધનો જ ઉપયોગ કરવામાં આવે છે. છાણમાંથી ઈંધણ તેમજ ખાતર મળે છે. તેના મૂત્રથી દવાઓ અને ખાતર બને છે. ગાયનું દૂધ એક એવું ભોજન છે જેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, દૂધ, ખાંડ, ખનીજ-ક્ષાર, ચરબી વગેરે માનવ શરીરના પોષક તત્વો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. ગાયનું દૂધ ઉપયોગી રસાયણો ઉત્પન્ન કરે છે, આવી માહિતી વૈજ્ઞાનિક સંશોધન અને ધાર્મિક ગ્રંથોમાં બતાવવામાં આવી છે.

મુઘલકાળમાં ગૌહત્યા પર પ્રતિબંધ હતો

ઉલ્લેખનીય છે કે ગાયનું મહત્વ મુઘલ શાસનમાં પણ રહ્યું છે. ત્યાં સુધી કે મુઘલ શાસક બાબર, હુમાયૂ, અકબર અને જહાંગીરે પોતાના શાસનકાળમાં ગૌહત્યા પર પ્રતિબંધ લગાવ્યો હતો. તો પોતાના કાર્યકાળમાં શાહજહાંએ પણ આ વ્યવસ્થા ચાલું રાખી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.