400થી વધારે ચોરી કરેલા મોબાઈલ જ્યાં છુપાવ્યા હતા એ જોઈને પોલીસના પગ નીચેથી પણ જમીન સરકી જઈ,જાણો કેસ

author img

By

Published : Jun 20, 2022, 10:46 PM IST

400થી વધારે ચોરી કરેલા મોબાઈલ જ્યાં છુપાવ્યા હતા એ જોઈને પોલીસના પગ નીચેથી પણ જમીન સરકી જઈ,જાણો કેસ

ભરતપુરના કમાન વિસ્તારના પહારી પોલીસ સ્ટેશને (Stolen mobile recovered in Bharatpur)લગભગ 1.5 કરોડ રૂપિયાના ચોરાયેલા મોબાઈલ રિકવર કર્યા છે. આ કેસમાં 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. એક ટ્રક અને કાર જપ્ત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, નાકાબંધી દરમિયાન એક ટ્રક અને તેને લઈ જતી કારની તપાસ કરાઈ હતી. પછી ટ્રકમાંથી ટાયરોમાં છુપાવેલા 400 થી વધુ ચોરાયેલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા.

ભરતપુર: રાજસ્થાનના ભરતપુર પાસે કમાન વિસ્તારના પહારી પોલીસ સ્ટેશને નાકાબંધી કરીને આશરે 1.5 કરોડ રૂપિયાની કિંમતના 400 થી વધુ મોબાઈલ ફોન રિકવર (Stolen mobile recovered in Bharatpur) કરવામાં સફળતા મળી છે. તે જ સમયે, એક ટ્રક અને કાર પણ જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ કેસમાં જોડાયેલાની ઊંડી પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે આ કેસમાં 6 લોકોને કસ્ટડીમાં લીધા હતા.

આ પણ વાંચો: 70 વર્ષે લગ્ન કરવાની ઈચ્છા ડોક્ટરને મોંઘી પડી, ગૂમાવ્યા 1.80 કરોડ

શું કહે છે પોલીસ: કમાનના ડીએસપી પ્રદીપ યાદવે જણાવ્યું કે બાતમીદાર પાસેથી એક ચોક્કસ માહિતી મળી હતી કે એક ટ્રક આવી રહી છે જેમાં ટાયર ભરેલા છે એવું કહેવાયું હતું. તે ટાયરોની અંદરથી કરોડો રૂપિયાના એન્ડ્રોઈડ મોબાઈલ મળી આવ્યા હતા. પછી ખ્યાલ આવ્યો કે, આ મોબાઈલ ચોરીના હતા. આ ટ્રક અંગેની એક ચોક્કસ બાતમી મળતા પહાડી પોલીસ સ્ટેશને નાકાબંધી કરી હતી. નાકાબંધી દરમિયાન પોલીસે ટ્રક પર નજર રાખવા એક કારને રોકી હતી. પછી ટ્રકને પણ રોકીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ કરતાં માલૂમ પડ્યું કે વાહનમાં ટાયર ભરેલા હતા. એમાં 400 થી વધુ મોબાઈલ ફોન છુપાવેલા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.