ઓમિક્રોને રાજસ્થાનમાં પણ દસ્તક આપી: જયપુરના 9 દર્દીઓમાં કોરોનાનો નવો વેરિયન્ટ

author img

By

Published : Dec 5, 2021, 8:18 PM IST

ઓમિક્રોને રાજસ્થાનમાં પણ દસ્તક આપી: જયપુરના 9 દર્દીઓમાં કોરોનાનો નવો વેરિયન્ટ

ઓમિક્રોને રાજસ્થાનમાં પણ દસ્તક આપી છે. રવિવારે રાજધાની જયપુરમાં 9 દર્દીઓમાં કોરોનાનો આ નવો વેરિયન્ટ (Omicron cases in Rajasthan ) જોવા મળ્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે.

  • ઓમિક્રોને રાજસ્થાનમાં પણ દસ્તક આપી
  • મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે વાતની પુષ્ટિ કરી
  • તમામ દર્દીઓ હોસ્પિટલમાં ક્વોરેન્ટાઇન

જયપુર: આખરે, કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોને રાજસ્થાનમાં પણ દસ્તક આપી છે. રાજધાની જયપુરમાં 9 દર્દીઓમાં આ નવો વેરિયન્ટ (Omicron cases in Rajasthan )જોવા મળ્યો છે. તાજેતરમાં, દક્ષિણ આફ્રિકાના ચાર શંકાસ્પદ દર્દીઓ અને તેમના સંપર્કમાં આવેલા અન્ય પાંચ દર્દીઓના નમૂના જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા.

મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે વાતની પુષ્ટિ કરી

સવાઈ માન સિંહ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સુધીર ભંડારીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે 9 દર્દીઓમાં કોરોનાનો નવો વેરિયન્ટ (Omicron Variants in Rajasthan) જોવા મળ્યો છે. તાજેતરમાં, દક્ષિણ આફ્રિકાથી જયપુર આવેલા 4 દર્દીઓના નમૂના જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. વાસ્તવમાં આ ચારેય દર્દીઓ કોવિડ-19 સંક્રમિત હતા. આવી સ્થિતિમાં, જ્યારે આ દર્દીઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું ત્યારે અન્ય 5 દર્દીઓ પણ તેમના સંપર્કમાં આવ્યા, ત્યારબાદ આ 5 દર્દીઓ પણ સંક્રમિત જણાયા.

તમામ દર્દીઓ હોસ્પિટલમાં ક્વોરેન્ટાઇન

આવી સ્થિતિમાં આ 9 દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આવ્યા બાદ એ વાતની પુષ્ટિ થઈ કે આ તમામ દર્દીઓ કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોન (new variant of corona in rajasthan )થી સંક્રમિત છે. હાલમાં, સાવચેતીના ભાગ રૂપે આ ​​દર્દીઓને RUHS હોસ્પિટલમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, હાલમાં આ તમામ દર્દીઓની હાલત સારી છે અને તમામ દર્દીઓમાં કોઈ લક્ષણ નહી હોવાનું કહેવાય છે. આ 9 દર્દીઓમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: નાઇજીરિયાથી પુણે આવતા 6 લોકો ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત, મહારાષ્ટ્રમાં કુલ દર્દીઓની સંખ્યા 8

આ પણ વાંચો: Delhi Omicron Cases: દિલ્હીમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ, આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કરી પુષ્ટિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.