જયપુરના ચાકસુમાં વાન ટ્રેલર સાથે અથડાતા થયેલા અકસ્માતમાં 6ના મોત, 5 ઈજાગ્રસ્ત

author img

By

Published : Sep 25, 2021, 10:44 AM IST

જયપુરના ચાકસુમાં વાન ટ્રેલર સાથે અથડાતા થયેલા અકસ્માતમાં 6ના મોત, 5 ઈજાગ્રસ્ત

રાજસ્થાનમાં જયપુરના ચાકસુમાં આજે (શનિવારે) ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં વાનચાલક સહિત 6 પરીક્ષાર્થીઓના મોત થયા છે. જ્યારે 5 વિદ્યાર્થી ગંભીર રીતે ઈઝાગ્રસ્ત થયા છે, જેમની સારવાર ચાલી રહી છે.

  • રાજસ્થાનમાં જયપુરના ચાકસુમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો
  • અકસ્માતમાં વાનચાલક સહિત 6 પરીક્ષાર્થીઓના થયા મોત
  • તમામ પરીક્ષાર્થી REET 2021ની પરીક્ષા આપીને પરત જઈ રહ્યા હતા
  • NH-12 નિમિડિયા વળાંક પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

જયપુર (રાજસ્થાન): રાજધાની જયપુરના ચાકસુમાં આજે (શનિવારે) ગમખ્વાર રોડ અકસ્માત સર્જાયો છે, જેના કારણે 6 લોકોના મોત થયા છે અન 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને ચાકસુની સેટેલાઈટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ તમામ પરીક્ષાર્થી બારાથી સીકર રિટની પરીક્ષા (REET 2021) આપીને પરત જઈ રહ્યા હતા. આ ઘટના NH-12 નિમિડિયા વળાંકની છે. આપને જણાવી દઈએ કે, વાનમાં 11 લોકો સવાર હતા.

બેકાબૂ ઈકો વાન ટ્રેલરમાં ઘુસી ગઈ હતી

આ અંગે મળતી માહિતી અનુસાર NH-12 પર નિમોડિયા વળાંક પાસે આ અકસ્માત સર્જાયો હતો. એક ઈકો વાન બેકાબૂ થઈને ટ્રેલરમાં ઘુસી ગઈ હતી. જોકે, આ અકસ્માતમાં વાન સવારચાલક સહિત 6 પરીક્ષાર્થીઓના મોત થયા છે. જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે એક પરીક્ષાર્થીની સ્થિતિ ખૂબ જ ગંભીર છે.

એક પરીક્ષાર્થીનું ઘટનાસ્થળે મોત થયું

ચાકસુ પોલીસ સ્ટેશનના અધિકારી હીરાલાલ સૈનીએ જણાવ્યું હતું કે, વાહનચાલક અને એક પરીક્ષાર્થીનું તો ઘટનાસ્થળે જ મોત થયું હતું, જેનો મૃતદેહ ચાકસુ મોર્ચરીમાં રાખવામાં આવ્યો છે. જ્યારે 4 પરીક્ષાર્થીઓનું મહાત્મા ગાંધી હોસ્પિટલમાં મોત થયું છે. આ ચારેયના મૃતદેહને હોસ્પિટલના મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે. પોલીસે મૃતકોના પરિવારજનોને ઘટનાની માહિતી આપી છે.

પરીક્ષાર્થીઓ બારાથી સીકર REET પરીક્ષા આપવા માટે રવાના થયા હતા

ઘટનાની સૂચના પછી પોલીસે (Police) ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. તમામ પરીક્ષાર્થી બારા જિલ્લાના આસપાસના જાણવા મળી રહ્યું છે. આ તમામ બારાથી સીકર REET પરીક્ષા આપવા માટે રવાના થયા હતા. જોકે, ચાકસુ પોલીસ દુર્ઘટનાગ્રસ્ત વાહનોને પોલીસ સ્ટેશને લઈ આવી છે અને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો- વડોદરાના આજવા રોડ પર વહેલી સવારે ટ્રકની અડફેટે વિદ્યાર્થીનું મોત

આ પણ વાંચો- હરિયાણામાં શાળાની છત પડતા 25 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત, પાંચની હાલત ગંભીર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.