સાયબર અટેકઃ વર્ષ 2020માં 237 'સાયબર હુમલા'થી આરોગ્ય સેવાક્ષેત્ર પર અસર પડી

author img

By

Published : Mar 13, 2021, 7:22 PM IST

સાયબર એટેકઃ વર્ષ 2020માં 237 'સાયબર ધાડ'થી આરોગ્ય સેવાક્ષેત્રને અસર પડી

સાયબર સિક્યુરિટી કંપની ટેનેબલના જણાવ્યા અનુસાર 2020માં આરોગ્ય સેવાક્ષેત્રે લગભગ 237 સાયબર હુમલાની અસર થઈ હતી. 2020માં 10 કરોડથી વધુ આરોગ્ય સેવાઓના રેકોર્ડ બહાર આવી ગયા હતા. આમ થવા માટે રેન્સમવેરને આરોગ્ય સેવા સુરક્ષાના ઉલ્લંઘનના મુખ્ય કારણ તરીકે દર્શાવવામાં આવ્યાં છે.

  • 2020માં થયાં 237 સાયબર હુમલા
  • આરોગ્યક્ષેત્રની સેવાઓ થઈ પ્રભાવિત
  • વિશ્વમાં સાયબર અટેકનો વધતો વ્યાપ

નવી દિલ્હીઃ 2020ના વર્ષમાં વૈશ્વિક સ્તરે આરોગ્ય સેવાક્ષેત્રે આશરે 237 સાયબર હુમલાની ઘટનાઓ સામે આવી છે, જ્યારે 2021ના ફેબ્રુઆરી સુધીમાં પણ આવા વધુ 56 કેસ સામે આવ્યા છે. સાયબર સિક્યુરિટી કંપની ટેનેબલના એક રિપોર્ટમાં આવો દાવો કરવામાં આવ્યો હતો. એટલે કે, IL 14 મહિના દરમિયાન કુલ 293 સાયબર હુમલાની ઘટનાઓ નોંધાઈ છે અને 57.34 ટકા કેસોમાં તે અંગેની સ્પષ્ટતાઓ પણ જાહેર કરવામાં આવી છે.

10 કરોડથી વધુ આરોગ્ય રેકોર્ડ બહાર આવ્યાં

આ માહિતીમાં એ પણ જાણવા મળે છે કે 2020માં 10 કરોડથી વધુ હેલ્થકેર સંબંધિત રેકોર્ડ બહાર આવ્યાં હતા, જ્યારે 2021ના ​​પહેલા બે મહિનામાં 28.6 લાખ રેકોર્ડ જ બહાર આવ્યાં છે.

આ પણ વાંચોઃ ભારત સહિત 6 દેશ પર સાયબર એટેકના હુમલાનો ભય

રેન્સમવેર સહિત આ છે મુખ્ય કારણો

રેન્સમવેરને આમ થવા માટેના મૂળ કારણ તરીકે નોંધવામાં આવ્યું છે. જેનું પ્રમાણ 54.95 ટકા છે. રયૂક તેમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવેલું રેન્સમવેર હતું અને તેના સાયબર હુમલા કુલ રેન્સમવેરના 8.64 ટકાના પ્રમાણમાં હતાં. રયૂક પછીના નંબરે મેજ 6.17 ટકા, કોન્ટી 3.7 ટકા, અને રેવિલ / સોન્ડીનોકીબી 3.09 ટકા છે. અન્ય મુખ્ય કારણોમાં ઇમેઇલ કોમ્પ્રોમાઈઝ, ફિશિંગ 21.16 ટકા, આંતરિક જોખમ 7.17 ટકા અને અસુરક્ષિત ડેટાબેઝ 3.75 ટકા જેટલું પ્રમાણ ધરાવે છે.

આરોગ્ય સંસ્થાઓએ ચેતી જઇને લાવવો જોઇએ ઉકેલ

ટેનેબલના સુરક્ષા મેનેજર રિયો ક્વિનલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોવિડ -19 મહામારીએ વૈશ્વિક સ્વાસ્થ્ય સંબંધિત માળખા પર અભૂતપૂર્વ કહેવાય એવું દબાણ વધાર્યું છે. જેનો ગેરલાભ ઉઠાવીને સાયબર હુમલાખોરો તોડફોડ કરવાનો મોકો ઝડપી રહ્યા છે. ટેનેબલે આરોગ્યક્ષેત્રને સચેત કરતાં જણાવ્યું હતું કે આરોગ્ય સંગઠનોએ પોતાની સંસ્થાને આ પ્રકારે સાયબર એટેકનું લક્ષ્ય બનીને પ્રભાવિત થઈ શકવાની સંભાવનાઓ અને નબળાઇઓને ઓળખીને તેનો ઉકેલ લાવી દેવો જોઇએ.

આ પણ વાંચોઃ COVID-19 સાથે જોડાયેલા ફિશિંગ એટેકમાં 667 ટકાનો જંગી વધારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.