ભારતીય વાયુસેનામાં 2 મિરાજ 2000 યુદ્ધ વિમાનોનો સમાવેશ, ગ્વાલિયર એરબેઝ પર પહોંચ્યા

author img

By

Published : Nov 25, 2021, 4:18 PM IST

ભારતીય વાયુસેનામાં સામેલ થયા 2 મિરાજ 2000 યુદ્ધ વિમાન, ગ્વાલિયર એરબેઝ પર પહોંચ્યા

સરહદ પર તણાવ (tension at the border)ની વચ્ચે ભારતીય વાયુસેના (indian air force )ને 2 સેકેન્ડ હેન્ડ મિરાજ 2000 યુદ્ધ વિમાન (mirage 2000 fighter aircraft) ફ્રાન્સ (france) પાસેથી મળ્યા છે. બંને વિમાન ગ્વાલિયર એરબેઝ (gwalior air base) પર પહોંચી ચૂક્યા છે. આ વિમાનોથી વાયુસેનાના કાફલાને મજબૂતી મળશે.

  • ફ્રાન્સ પાસેથી 2 મિરાજ 2000 ટ્રેનર વર્ઝનના વિમાન મળ્યા
  • વિમાનને નવીનતમ ધોરણો પ્રમાણે અપગ્રેડ કરાશે
  • ભારત પાસે લગભગ 51 મિરાજ એરક્રાફ્ટ છે

નવી દિલ્હી: ભારતીય વાયુસેના (indian air force)ને ફ્રાન્સ (france) પાસેથી 2 મિરાજ 2000 યુદ્ધ વિમાન (mirage 2000 fighter aircraft) મળ્યા છે. સરકારી સૂત્રો પ્રમાણે, "ભારતીય વાયુસેનાને ફ્રાન્સ પાસેથી 2 મિરાજ 2000 ટ્રેનર વર્ઝનના વિમાન (trainer version aircraft) મળ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, બંને વિમાન ફ્રાન્સની વાયુસેના સાથે ઉડાન ભરતા હાલમાં જ ગ્વાલિયર એરબેઝ (gwalior air base) પર પહોંચ્યા છે.

મિરાજ 2000ને નવી ટેકનોલોજીથી સજ્જ કરાશે

સૂત્રોએ કહ્યું છે કે, હિંદુસ્તાન એરોનોટિક્સ લમિટેડ (hindustan aeronautics limited)માં ચાલી રહેલા મિરાજ અપગ્રેડ પ્રોગ્રામ (mirage upgrade programme) હેઠળ વિમાનને હવે નવીનતમ ધોરણો (the latest standards) પર અપગ્રેડ કરવામાં આવશે. આમાં જૂની ટેક્નોલોજીને બદલે નવી ટેક્નોલોજી નાંખવામાં આવશે, જેથી તે દુશ્મનોના છક્કા છોડાવી શકે.

ફ્રાન્સની મદદથી વિમાનોને અપગ્રેડ કરી રહ્યું છે ભારત

ઉલ્લેખનીય છે કે ભારત પાસે લગભગ 51 મિરાજ એરક્રાફ્ટ (mirage aircraft) છે, જેમાં 3 સ્ક્વોડ્રન (squadron) બનાવવામાં આવી છે અને તમામ ગ્વાલિયર વાસુ આર્મી સ્ટેશન (gwalior military station) પર તૈનાત છે. ભારત ફ્રાંસની મદદથી આ વિમાનોને અપગ્રેડ કરી રહ્યું છે, પરંતુ વચ્ચે કેટલાક પ્લેન ક્રેશ થવાને કારણે અપગ્રેડેશનમાં ઉપયોગમાં લેવાતી કેટલીક કિટ બચી ગઈ હતી, જે આ બંને પ્લેનમાં ફીટ કરવામાં આવશે.

બાલાકોટ એરસ્ટ્રાઇકમાં મહત્વની ભૂમિકા ભજવી હતી

ભારતીય વાયુસેના પાસે પહેલાથી જ મિરાજ યુદ્ધ વિમાનોનો કાફલો છે. તમે આના પરથી તેની તાકાતનો અંદાજ લગાવી શકો છો કે જ્યારે ભારતે 26 ફેબ્રુઆરી 2019ના રોજ બાલાકોટ સ્ટ્રાઈક કરી હતી, ત્યારે 12 મિરાજ 2000 જેટ નિયંત્રણ રેખા પાર કરીને પાકિસ્તાનમાં ઘૂસી ગયા હતા અને જૈશ-એ-મોહમ્મદ દ્વારા ચલાવવામાં આવી રહેલા આતંકવાદી કેમ્પ્સને ધ્વસ્ત કર્યા હતા. મિરાજને બાલાકોટ સ્ટ્રાઈક માટે તેના સ્પાઈસ-2000 બોમ્બની કારણે પસંદ કરવામાં આવ્યું હતું, જે 70 કિલોમીટરના અંતર સુધી માર કરી શકે છે.

આ પણ વાંચો: સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપતા કર્ણાટક કોંગેસના નેતાઓનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

આ પણ વાંચો: સરકારને ઘેરવા વિપક્ષ કરી રહ્યું છે તૈયારી, સોનિયા ગાંઘી આવાસ પર સંસદીય જૂથની બેઠક યોજાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.