રાજ્યમાં 82,441 પ્રજ્ઞાચક્ષુ લોકો માટે કચ્છમાં બ્રેઈલ લિપિમાં મતદાન સ્લીપ પ્રિન્ટ કરાઈ

author img

By

Published : Nov 22, 2022, 5:01 PM IST

પ્રજ્ઞાચક્ષુ લોકો માટે કચ્છમાં બ્રેઈલ લિપિમાં મતદાન સ્લીપ પ્રિન્ટ કરાઈ

રાજ્યમાં 1લી ડિસેમ્બર અને 5મી ડીસેમ્બર એમ બે તબક્કામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat assembly election 2022) મતદાન યોજાશે. આ વર્ષે ભારતના ચૂંટણી પંચ (election commision of india) દ્વારા હાલ એકસેસિબલ ઇલેક્શન થીમને પસંદ કરવામાં આવી છે. ગુજરાતમાં પ્રથમ વખત વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરનાર પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે બ્રેઈલ લિપિમાં મતદાન સ્લીપ (special Braille script)કચ્છની નવચેતન સંસ્થા દ્વારા પ્રિન્ટ કરવામાં આવી રહી છે.

કચ્છ: પ્રજ્ઞાચક્ષુ લોકો (the blind people) પોતાના મતનું દાન સરળ રીતે કરી શકે તે દિશામાં ચુંટણી પંચ (election commision of india) સતત પ્રયત્ન કરતું રહે છે. આ માટે જ દિવ્યાંગ મતદારોને મતદાન લાઈનમાંથી છૂટ આપવી, હરેક મતદાન બુથ પર વ્હીલચેર(wheelchair at poling booth) ઉપલબ્ધ કરાવવી વગેરે ઉપરાંત આ વર્ષે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat assembly election 2022) દિવ્યાંગ મતદારોને ખાસ છૂટ આપી પોતાના ઘરે મતદાન કરી શકે તે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો તેની સાથે જ રાજ્યમાં પ્રજ્ઞાચક્ષુ મતદારોને આ વર્ષે પહેલી વખત વિધાનસભા ચૂંટણી માટે ખાસ બ્રેઈલ લિપિમાં પ્રિન્ટ (special Braille script) કરાયેલ મતદાન સ્લીપ આપવામાં આવશે.

પ્રજ્ઞાચક્ષુ લોકો માટે કચ્છમાં બ્રેઈલ લિપિમાં મતદાન સ્લીપ પ્રિન્ટ કરાઈ

82441 જેટલા પ્રજ્ઞાચક્ષુ મતદારો રજીસ્ટર થયા: ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં પણ નવચેતન દ્વારા જ ગુજરાતના પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે બ્રેઈલ સ્લીપ પ્રિન્ટ કરવામાં આવી હતી. તો આ વખતે પહેલી વખત વિધાનસભા ચૂંટણી માટે પણ આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ વખતે રાજ્યમાં 82441 જેટલા પ્રજ્ઞાચક્ષુ મતદારો રજીસ્ટર થયા છે. તેઓ પણ પોતાની મતદાન સ્લીપ વાંચી પોતાના મતદાન મથક, બુથ વગેરે વિશે જાણી શકે તે માટે સ્લીપને ખાસ બ્રેઈલ લિપિમાં પ્રિન્ટ કરવામાં આવી રહી છે. આ પ્રિન્ટિંગનું કામ કચ્છના ભુજ તાલુકાના માધાપર ગામે આવેલી નવચેતન સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ખૂબ જ ઓછા સમય, ઓછા લોકોની મહેનત અને ટેકનોલોજીની મદદથી આ કામ પાર પાડવામાં આવી રહ્યું છે.

વોટર સ્લિપ 25 નવેમ્બર સુધી પહોંચાડવા આવશે: આ અંગે વધુ માહિતી આપતા નવચેતન અંધજન મંડળનાં ચીફ કોર્ડીનેટર દીપક પ્રસાદે જણાવ્યું હતું કે, બેઇલ યુનિવર્સલ વોટર સ્લિપ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. જે બે તબક્કામાં કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કાની કામગીરીની વોટર સ્લિપ 25 નવેમ્બર સુધી અને બીજા તબક્કાની વોટર સ્લીપ 30મી સુધી પહોંચતી કરી દેવાશે. પ્રથમવાર વિધાનસભા ચૂંટણી માટે માધાપરમાં કચ્છ ઉપરાંત રાજ્યનાં 32 જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ 82,441 મતદારોની બેઇલ અને યુનિવર્સલ વોટર સ્લિપ અહીં તૈયાર કરાઈ હતી.

વિશેષ સ્લીપ: બ્રેઈલ સ્લીપની આ સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરનાર નવચેતન સંસ્થાના સ્પેશ્યલ એજ્યુકેટર હિમાંશુ સોમપુરાએ જણાવ્યું હતું કે છે.બ્રેઈલ લીપી વધારે જગ્યા રોકતી હોવાના કારણે સામાન્ય મતદાન સ્લીપથી આ ચાર ઘણી મોટી છે. પરંતુ પ્રજ્ઞાચક્ષુ મતદારને પોતાની બધી વિગતો પૂરી પાડવા ઉપરાંત બુથ લેવલ પરના કર્મચારી પણ સ્લીપને ઓળખી શકે તે માટે વિધાનસભા ક્રમાંક, ભાગ નંબર અને ભાગ ક્રમાંક લખેલું સ્ટીકર લગાવવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.