પક્ષ પલટો કર્યો છતા પણ ટિકિટથી રહ્યા નેતાઓ વંચિત

author img

By

Published : Nov 17, 2022, 7:09 PM IST

તડપ તડપ કે ઈસ દિલ સે...પક્ષ પલટો કર્યો ને ટિકિટ પણ ન મળી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) હવે નજીક આવી ગઇ છે. આજે વિધાનસભાની ચૂંટણી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. ત્યારે આજના દિવસે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જેમાંથી કોંગ્રેસ છોડીને ભાજપમાં (Leaders coming to BJP from Congress) આવનાર દસ નેતાઓને ટિકિટ આપવામાં આવી નથી. કોના તૂટી ગયા દિલના અરમાન? ભાજપે પુર્વ કોંગી નેતાઓને શું આપી રેવડી?

અમદાવાદ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવનારા તમામ નેતાઓને હેતું કે 2022 વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) આપણને ટિકિટ મળી જશે. પણ ભાજપે આ વખતે કોંગ્રેસ છોડીને આવનાર દસ નેતાઓને ટિકિટ આપી નથી. આ નેતાઓને એવું હતું કે ભાજપમાં જઇને ટિકિટ મળશે અને સત્તા મળશે. પરંતુ તેમની જ પાર્ટીએ એટલે કે ભાજપે તેમને રેવડી આપી દીધી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા છેલ્લા એક વર્ષથી જાણે કે પક્ષ પલટાની મૌસમ આવ્યો હોય તેમ એક બીજી પાર્ટીમાં નેતાઓ જઇ રહ્યા હતા. ખાસ કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારા નેતાઓની સંખ્યા (Leaders coming to BJP from Congress) ખૂબ વધારે જોવા મળી હતી.

સમગ્ર ચિત્ર સ્પષ્ટ વિધાનસભા ચૂંટણીનો (Gujarat Assembly Election 2022) આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. ત્યારે આજે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી(Bharatiya Janata Party) અને કોંગ્રેસે 182 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. બસ હવે ચૂંટણી પ્રચાર યુદ્ધ શરૂ થશે. જો કે કોંગ્રેસ છોડીને આવનારા અડધો ડઝનથી વધુ નેતાઓને ભાજપે ટિકિટ આપી નથી. કે પછી બીજી કોઈ પ્રચારની કામગીરી પણ સોંપી નથી. આ નેતાઓના અરમાન તો પાર્ટી બદલીને પણ ડૂબી ગયા. ના તો સત્તા મળી કે ના તો મળ્યું પદ.

ટિકિટ માંગી કોંગ્રેસથી કંટાળીની અને સત્તાની લાલચે આવેલા કોંગી નેતાઓ જે હવે ભાજપમાં છે તેમને એવું હતું કે મળી જશે ટિકિટ પરંતુ તેમના અરમાન ચૂર ચૂર થઇ ગયા હતા. હાલ તો હવે એ પુર્વ કોંગી નેતાઓ પછતાઇ રહ્યા હશે કે આ તો પક્ષ બદલવાનો કોઇ ફાયદો જ થયો નહી. જેના કારણે આ તમામ નેતાઓની સ્થિતિ કફોડી બની છે.

ટિકિટ નથી મળી તે નેતાના નામ

(1) જયરાજસિંહ પરમાર

(2) હિમાંશુ વ્યાસ

(3) દિનેશ શર્મા

(4) કેવલ અનિલ જોશિયારા

(5) સોમાભાઈ ગાંડાભાઈ પટેલ

(6) ધવલસિંહ ઝાલા

(7) અમિતભાઈ ચૌધરી

(8) હકુભા જાડેજા

(9) બ્રિજેશ મેરજા

(10) પરસોત્તમ સાબરીયા

ટિકિટની લાલચમાં ભાજપમાં કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમાર ખેરાલુ બેઠક પર ટિકિટ મેળવીને ચૂંટણી લડવા માટે ભાજપમાં જોડાયા હતા. તો હિમાંશુ વ્યાસે વઢવાણ બેઠક પર ઉમેદવારી માંગી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પૂર્વ વિપક્ષના નેતા રહી ચુકેલા દિનેશ શર્મા બાપુનગર બેઠક માટે દાવેદારી કરી હતી. પરંતુ કયાં ખબર હતી કે આ ખ્વાબ બસ ખ્વાબ જ રહી જશે. અનિષ જોશીયારીના અવસાન પછી તેમના પુત્ર કેવલ ભાજપમાંથી ટિકિટ મેળવવાની લાલચે ભાજપમાં જોડાયા હતા. પંરતુ ભાજપે તેમને પણ રેવડી આપી દીધી હતી. સુરેન્દ્રનગરના ધારાસભ્યએ પણ આ લાલચમાં ધારાસભ્ય સોમા ગાંડાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું હતું. એવું કહીએ તો પણ ખોટું નથી કે તેમણે કોંગ્રેસ સાથે દગો કર્યો છે. પરંતુ જેવું કરીએ તેવું ફળ મળે એ કહેવત અનૂસાર તેમને ભાજપએ દગો આપી દીધો છે. એટલે કે સોમાભાઇને પણ ભાજપે સુરેન્દ્રનગરની ટિકિટ આપી નથી. હવે વાત કરીશું એ નેતાઓની કે જેઓ કોંગ્રેસમાંથી તો આવ્યા છે પરંતુ તેઓ માણસા બેઠક પર પેટા ચૂંટણીમાં હારી ગયા હતા. પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને અમિત ચૌધરી બાયડ જેમને ભાજપે રિપિટ કર્યા નથી અને તેમને ફરીથી ટિકિટ આપી નથી. હકુભાને પણ ટિકિટ આપવામાં આવી નથી જેના કારણે તેઓ નારાજ હતા. જેથી તેમને ત્રણ બેઠકના ઇન્ચાર્જ બનાવામાં આવ્યા છે. જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ અને જામનગર ગ્રામ્ય વિધાનસભા સીટના ઇન્ચાર્જ બનાવીને શાંત કરી દેવામાં આવ્યા છે. બ્રિજેશ મેરજા આંતરિક વિરોધને કારણે ટિકીટ આપવામાં આવી નથી. પરસોત્તમ સાબરીયાને પણ ટિકિટ આપવામાં આવી નથી. હવે આ તમામ નેતાઓ પછતાઇ રહ્યા છે પક્ષપલટુ કરીને ના તો લાડવો હાથમાં આવ્યો કે ના તો ભુખ મરી.

ભાજપમાં ભમરડાની જેમ ફર્યા કોંગ્રેસમાંથી આવેલા મોટાભાગના નેતાઓ આજે ભાજપમાં ભમરડાની જેમ ફર્યા કરે છે. અને કોઇને કોઇ સત્તાની લાલચે સરકાર નીચે નાચ્યા કરે છે. ભાજપે કોંગ્રેસના નેતાને સોડમાં લેવાનું સતત ચાલું જ હતું. 2014ની વાત કરવામાં આવે તો વિઠ્ઠલ રાદડિયા અને લીલાધર વાઘેલા જેવા કોંગ્રેસના મોટા નેતાઓ સહિત સાત લોકોને ટિકિટ આપવામાં આવી હતી. અને તેઓને સંસદસભ્ય બનાવ્યા હતાં. અને તે કારણથી જ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના મોટા ભાગના સૂપડા સાફ થઇ હતા.

ભગવો પહેર્યો અને રાતોરાત ટિકિટ હવે એ તો આપણે વાત કરી લીધી કે કોને કોને ટિકિટ ના આપવામાં આવી. પરંતું આપણે હવે એ પણ વાત કરીશું કે જેમણે પક્ષ પલટો કર્યો અને રાતોરાત ટિકિટ મળી ગઇ હતી.એ નેતાઓ કે જેમના અરમાન રાતો રાત પૂરા થઇ ગયા હતા. પક્ષ પલટાની મોસમ જેમને ફળી હોય તેવા નેતાઓની પણ આપણે વાત કરીશું. મોહન રાઠવા એ બે દિવસ પહેલા કોંગ્રેસનો હાથ છોડ્યો હતો અને બે દિવસ પછી જ તેમના પુત્રને ટિકિટ મળી ગઇ હતી. રાજેન્દ્રસિંહ રાઠવા તેમના પુત્ર છે જેમને ભાજપ દ્વારા છોટાઉદેપુરથી ટિકિટ આપવામાં આવી છે. ભગવાન બારડ, જવાહર ચાવડા, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, જેવી કાકાડિયા, અક્ષય પટેલ, જીતુ ચૌધરી, અશ્વિન કોટવાલ અને મોહન રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ટિકિટ ભાજપ તરફથી આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.