મોરબી દુર્ઘટના મામલો:વળતરને લઈને હાઇકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો, કર્યા વેધક સવાલ

author img

By

Published : Nov 24, 2022, 6:45 PM IST

Updated : Nov 24, 2022, 7:45 PM IST

મોરબી દુર્ઘટના મામલો:વળતરને લઈને હાઇકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો

મોરબી બ્રિજ દુર્ઘટનાના (Morbi bridge tragedy) મામલાને લઈને હાઇકોર્ટે (gujart highcourt) જે સુઓમોટો લીધી છે. તે અંગે વધુ સુનવણી હાથ ધરાઈ હતી જેમાં હાઇકોર્ટ વિવિધ મુદ્દાઓ પર અસંતોષ વ્યક્ત (expressed dissatisfaction) કર્યો હતો એ આ સાથે જ હાઇકોર્ટે સરકારને અને મોરબી નગરપાલિકાને ઘણા બધા વેધક પ્રશ્ન પણ કર્યા હતા. હાઇકોર્ટે પ્રાથમિક રીતે કહ્યું હતું કે સરકારને ઓછામાં ઓછું 10 લાખનું વળતર ચૂકવવામાં આવે.

અમદાવાદ: મોરબી બ્રીજ દુર્ઘટનાને (Morbi bridge tragedy) લઈને જે સુનાવણી હાથ ધરાઈ હતી. એમાં હાઇકોર્ટે (gujart highcourt)વળતર અસંતોષ વ્યક્ત (expressed dissatisfaction) કર્યો હતો અને જણાવ્યું હતું કે, મૃતકોના પરિવારને 4 લાખનું વળતર એ પૂરતું નથી. 30 થી 40 વર્ષની ઉંમરના ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. બની શકે કે ઘરના એક માત્ર કમાનાર વ્યક્તિ પણ હોઈ શકે છે, માટે હાઇકોર્ટે પ્રાથમિક રીતે કહ્યું હતું કે સરકારને ઓછામાં ઓછું 10 લાખનું વળતર ચૂકવવામાં (compensated at least Rs 10 lakh) આવે. આ સમગ્ર મામલે સરકાર વતી એડવોકેટ જનરલ (advocate general of highcourt) દ્વારા હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે મોરબીના રાજવી પરિવારે (the royal family of Morbi) તમામ મૃતકોને એક લાખ વળતર ચૂકવ્યું છે.

મુતકોની જ્ઞાતિ જાતિ લખવાની શું જરૂર પડી?: માતા પિતા બંને ગુજરી ગયા હોય એવા કુલ સાત બાળકો છે. જેમને મુખ્યમંત્રી રાહત કોષ પ્રધાનમંત્રી રાહત કોષ અને ખાનગી દાતાઓ થકી મળેલા દાનમાં પ્રતિ બાળકને 37 લાખ ચૂકવવામાં આવશે. અદાણી ફાઉન્ડેશન તરફથી પ્રતિ બાળક 25 લાખ પણ અપાયા છે. જો કે સરકાર દ્વારા જે વળતર આપવામાં આદેશ કરવામાં આવ્યો છે. એને લઈને હાઇકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ હાઇકોર્ટ એ પણ સવાલ કર્યો હતો કે મુતકોની જ્ઞાતિ જાતિ લખવાની શું જરૂર પડી છે? તમામ મૃતકો સમાન રીતે જ ગણાય માતા અને પિતા બંને ગુજરી ગયા હોય એવા બાળકોને પ્રતિ મહિને 3000 નું વળતર સરકાર ચૂકવશે તેમ જણાવતા હાઇકોર્ટે કહ્યું હતું કે 3000માં બાળકના સ્કૂલના યુનિફોર્મોને પુસ્તકો પણ નથી આવતા તો વળતર પૂરતું નથી.

હાઇકોર્ટની ટકોર: હાઇકોર્ટે સુનાવણી દરમિયાન પણ જણાવ્યું હતું કે જો ઘાયલ થનાર વ્યક્તિને મોટી હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય ત્યાં રાજ્ય સરકાર કરે તો પગલાં લે અને તેમને યોગ્ય સારવાર આપે. હાઇકોર્ટે મોરબી નગરપાલિકાને વેધક સવાલ કર્યા હતા. હાઇકોર્ટે સરકારને પણ સવાલ કર્યો હતો કે ઓરેવા ગ્રુપના સંચાલકો સામે શું પગલાં લેવાયા છે? હાઇકોર્ટે સખત વલણ અપનાવીને મોરબી નગરપાલિકાને પૂછ્યું હતું કે સાડા પાંચ વર્ષ સુધી કોઈ અગ્રીમેન્ટ વિના ઓરેવા ગ્રુપને વાપરવા કેમ દીધો શા માટે પાંચ પાંચ વર્ષ સુધી તમે લોકો ચૂપ રહ્યા?

તમામ બ્રિજનો સર્વે: આ સમગ્ર સુનાવણી બાદ હાઈકોર્ટે આજે સરકારને મહત્વનું હુકમ કર્યો છે અને કહ્યું હતું કે રાજ્યના તમામ બ્રિજનો સર્વે કરવામાં આવે અને તમામ બ્રિજ યુઝ કરવા માટે ફીટ છે કે નહીં એ સર્ટિફિકેટ પણ રજૂ કરવામાં આવે. જે બ્રિજમાં મરામત કરવાની હોય એ તત્કાલ રીપેર કરવામાં આવે અને દસ દિવસમાં આ કામગીરી પૂર્ણ કરી રિપોર્ટ કરવા કોર્ટે હુકમ કર્યો છે. આ સાથે જ બીજો હુકમ એ પણ કર્યો છે કે એસઆઇટીની તપાસનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવે અને જો એસઆઇટીની તપાસ યોગ્ય ન લાગે તો હાઇકોર્ટ અન્ય એજન્સીને પણ તપાસ સોંપી દેશે.

હાઇકોર્ટનું મહત્વનું અવલોકન: આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટનું એ મહત્વનું અવલોકન રહ્યું હતું કે બ્રિજની મરામત માટેના કોન્ટ્રાક્ટ અને એ અંગેના પત્ર વ્યવહારમાં મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રુપને ટિકિટના ભાવમાં જ રસ હોય એવું તેમની વચ્ચેના પત્ર વ્યવહારથી ફલિત થાય છે. બ્રિજની દશા અને જોખમ મુદ્દે ચિંતા ના હોય એવું પણ દેખાઈ આવે છે. આટલી મોટી દુર્ઘટના બાદ પણ મોરબી નગરપાલિકાને સુપર સીડ કેમ નથી કરી? જો સરકાર પોતાની સત્તા નહીં વાપરે તો કોર્ટ રિટ ઈશ્યુ કરશે. મોરબી દુર્ઘટના અંગે હવે વધુ સુનાવણી 12 ડિસેમ્બરના રોજ હાજર કરવામાં આવશે.

Last Updated :Nov 24, 2022, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.