ધરમપુરમાં EVM સાથે છેડખાનીને લઈ વિવાદ, EVMને લઈ જતી બસને અટકાવાઈ

author img

By

Published : Dec 2, 2022, 10:29 AM IST

ધરમપુરમાં EVM સાથે છેડખાનીને લઈ વિવાદ

વલસાડની ધરમપુર વિધાનસભા બેઠક(Dharampur assembly seat) ઉપર મતદાન પૂર્ણ થયા બાદ (First phase voting complete) પોલિંગ સ્ટાફ EVM બંધ કરી બસમાં જવા રવાના થતા હતા. ત્યારે EVM સિલ કરવામાં જે દોરી ઉપયોગ થાય છે તે સિલ ન કરી હોવાનું ઝોનલ અધિકારીને ધ્યાને આવતા ફરી સિલિંગ પ્રક્રિયા હાથ ધરી(EVM Sealing process) હતી. જોકે કેટલાક ગ્રામજનોને ગેરસમજ ઉભી થતા EVMમાં છેડખાની થઈ રહી હોવાનું કહી વિવાદ ઉભો(EVM tampering controversy) કર્યો હતો. જેને લઈ પોલીસ સહિત વહીવટી તંત્ર દોડતું થયું હતું.

વલસાડ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને(gujarat legislative assembly 2022) લઈને પ્રથમ તબક્કાના મતદાનની પ્રક્રિયા પૂર્ણ(First phase voting complete) થઈ ચૂકી છે. 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં ક્યાંક શાંતિપૂર્ણ રીતે મતદાન થયુ તો ક્યાંક મતદાનની પ્રક્રિયામાં ખલેલ જોવા મળ્યો હતો. તો ક્યાંક વિવાદ પણ ઉભા થયા હતા. ત્યારે વલસાડના ધરમપુરમાં (Dharampur assembly seat) EVM સાથે છેડખાની થઈ હોવાનો વિવાદ સામે આવ્યો હતો.

ધરમપુરમાં EVM સાથે છેડખાનીને લઈ વિવાદ

માજી સરપંચના પ્રવેશને લઈને વિવાદ: ધરમપુર વિધાનસભા બેઠકના કકડકુવા બુથ ઉપર મતદાન પૂર્ણ થયા બાદ પોલિંગ સ્ટાફ EVM બંધ કરી બસમાં જવા રવાના થતા હતા. ત્યારે EVM સિલ કરવામાં જે દોરી ઉપયોગ થાય છે તે સિલ ન કરી હોવાનું તપાસ દરમિયાન ઝોનલ અધિકારીના ધ્યાનમાં આવ્યું હતું. તેમણે ફરી ઇવીએમ બસમાંથી ઉતારી સિલિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. ફરી મશીનો નીચે ઉતારીને કામગીરી કરવા સ્કૂલના રૂમ ખોલવામાં આવ્યા હતા. ફરી સિલ કરવાની પ્રક્રિયા હાથ ધરવા માટે સ્કૂલના ઓરડા ખોલવા માટે માજી સરપંચ આનંદ પાસે ચાવી મંગાવી હતી અને તેઓ ચાવી આપવા સ્કૂલ ઉપર પહોંચ્યા હતા. ત્યારે લોકોને સામાન્ય વ્યક્તિને મતદાન બુથમાં પ્રવેશ ન હોય તો અત્યારે માજી સરપંચના પ્રવેશને લઈને વિવાદ કર્યો હતો.

ધરમપુરમાં EVM સાથે છેડખાનીને લઈ વિવાદ
ધરમપુરમાં EVM સાથે છેડખાનીને લઈ વિવાદ

EVM લઈ જતી બસ અટકાવી: ગ્રામજનોએ ઇવીએમમાં છેડખાની થઈ સમજીને ઇવીએમ લઈ જતી બસ અટકાવી દીધી હતી. ઘટના અંગેની જાણકારી મળતા જ સ્થળ ઉપર પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા. ગ્રામજનોને ઇવીએમને લઈને થયેલ ગેરસમજને દૂર કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.

ગ્રામજનોની ગેરસમજ દૂર કરાઈ: જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટરે સમગ્ર બાબતે ખુલાસો કર્યો હતો કે એક વાર ઇવીએમમાં ક્લોઝ બટન દબાવી દેવામાં આવે કે તે બાદ ઇવીએમ મશીનમાં કોઈ પણ પ્રકારે છેડખાની કરી શકાય એમ છે જ નહિ એટલું જ નહીં બસમાં મુકેલ ઇવીએમ મશીન એટલે નીચે ઉતારવામાં આવ્યા હતા કે તેમાં ઉપયોગમાં આવતી દોરી વડે પેટી સિલ કરાયી નહોતી જે ધ્યાને આવતા તે ફરી નીચે ઉતારી સિલ કરવાની કામગીરી ચાલો રહી હતી, લોકોને જે ગેરસમજ થઈ છે તે યોગ્ય નથી. એક વાર ઇવીએમ મશીન ક્લોઝ બટન દબાવી દેવાય પછી એમાં કોઈ છેડખાની થઈ શકતી નથી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.