મતદાન જાગૃતિ માટે અરવલ્લી માં અનેકવિધ કાર્યક્રમો યોજાયા

author img

By

Published : Dec 2, 2022, 3:40 PM IST

Gujarat election awareness campaign

Gujarat Assembly election second phase: અરવલ્લી જિલ્લામાંમાં પાંચમી ડીસેમ્બરે મતદાન થવા જઇ રહ્યુ છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિના કાર્યક્રમો (Gujarat election awareness campaign) યોજાયા હતા. જેમાં Juice For Vote, Live Talk Show અને 'કોફી વિથ કલેકટર' જેવા કાર્યક્રમોમાં મતદારોએ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો.

મોડાસા- અરવલ્લી : જિલ્લામાંમાં પાંચમી ડીસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 હેઠળ બીજા તબક્કાનું મતદાન (Gujarat Assembly election second phase) થનાર છે, ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિના કાર્યક્રમો (Gujarat election awareness campaign) યોજાયા હતા. જેમાં Juice For Vote, Live Talk Show અને 'કોફી વિથ કલેકટર' જેવા કાર્યક્રમોમાં મતદારોએ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો.

Gujarat election awareness campaign
સરગવા અને પાલકનો જ્યુસ

યુવતી અને મહિલાઓને સરગવા અને પાલકનો જ્યુસ આપવામાં આવ્યો: મતદાન જાગૃતિના અભિયાન ના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી ના માર્ગદર્શન હેઠળ, ICDS વિભાગના સહયોગ દ્વારા સ્વિપ અંતર્ગત Juice For Vote કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં જિલ્લાના તમામ ૩૩ low voters turnout વાળા બુથના ગામમાં, મહિલાઓ અને યુવતીઓને મતદાન અંગેની માહિતી આપવામાં આવી અને અચૂક મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં તમામ યુવતી અને મહિલાઓને સરગવા અને પાલક નો જ્યુસ આપવામાં આવ્યો. શારીરિક, માનસિક તંદુરસ્તી ની સાથે લોકશાહીની તંદુરસ્તી માટે મતદાન કેટલું આવશ્યક છે તેની ચર્ચા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમમાં ૩૩ બૂથમાં ૪૫૫ યુવતી અને ૭૬૬ મહિલાઓએ ભાગ લીધો.

Gujarat election awareness campaign
Live Talk Show

જિલ્લામાં Live Talk Show યોજાયો: જ્યારે સરકારી ઇજનેરી કોલેજ મોડાસા ખાતે મતદાન જાગૃતિની થીમ પર Live Talk Show નું આયોજન કરવામાં આવ્યું. જેમાં maiden voters અને Young Voters ને અનુલક્ષીને વિવિધ પ્રવૃતિઓ જેમ કે Walk For Vote, Whistle For Vote, Skip For Vote, Sing For Walk and Debate For Vote- જેવા રસપ્રદ રાઉન્ડ રાખવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમમાં વિજેતા થનાર ટીમને ઈનામ અને સર્ટિફિકેટ આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું જિલ્લા ચૂંટણી અધિકારીના facebookમા live કરવામાં આવ્યું હતું. જિલ્લાના ૨૫૦૦ જેટલા યુવા મતદાર દ્વારા સમગ્ર કાર્યક્રમ નિહાળવામાં આવ્યા હતા.

Gujarat election awareness campaign
કોફી વિથ કલેકટર

'કોફી વિથ કલેકટર' કાર્યક્રમ યોજાયો: તો વળી અરવલ્લી જિલ્લામાં મતદાન રેટ વધારવા માટેના નવીન અને રચનાત્મક કાર્યક્રમ coffee with collector મોડાસા ના દાદા દાદી ના વિસામા ખાતે યોજાયો હતો. જેમાં સિનિયર સિટીઝન અને પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલ મતદારોને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. નરેન્દ્ર કુમાર મીના દ્વારા સંબોધવામાં આવ્યા. મતદારોના સૂચન અને તેમની મુશ્કેલીઓ અંગે પણ ખૂબ વિસ્તૃત અને રચનાત્મક ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆતમાં મતદારોને મતદાન ને લગતી વિવિધ રમત રમાડવામાં આવી. જેના વિજેતાઓને ઈનામ આપી સન્માનવામાં આવ્યા.

Gujarat election awareness campaign
મતદાન જાગૃતિના કાર્યક્રમો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.