સિદ્ધપુરના ભામાશા તરીકે ઓળખાતા બળવંતસિંહ રાજપૂતને મળ્યુ આ ખાતુ...

author img

By

Published : Dec 12, 2022, 3:24 PM IST

Updated : Dec 12, 2022, 8:09 PM IST

Etv Bharat

પાટણની સિદ્ધપુર વિધાનસભા બેઠક (Siddhpur Assembly Consituency) પરથી ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતને પણ ભૂપેન્દ્ર પટેલ કેબિનેટના પ્રધાનોમાં સ્થાન (Bhupendra Patel Cabinet Balvantsinh Rajput ) મળ્યુ છે, ત્યારે જાણો તેમને કયુ ખાતુ મળ્યુ છે? (Balvantsinh Rajput Oath Ceremony in Gandhinagar )

પાટણ: જિલ્લાની 4 વિધાનસભા બેઠકો પૈકી કૉંગ્રેસનો ગઢ ગણાતી સિદ્ધપુર વિધાનસભા બેઠક (Siddhpur Assembly Seat) પર બળવંતસિંહ રાજપૂતને ભાજપે ટિકીટ આપી હતી, ત્યારે સિદ્ધપુર વિધાનસભા ક્ષેત્રમાં બળવંતસિંહ રાજપૂતને લોકો આવકારી રહ્યા લીધા હતા અને વિજય અપાવ્યો હતો. આજના શપથ ગ્રહણ સમારોહમાં તેમણે પણ પોતાની જવાબદારી નીભાવવાના શપથ લીધા હતા. (Balvantsinh Rajput Oath Ceremony in Gandhinagar ) ગાંધીનગરમાં બળવંતસિંહ રાજપૂતનો શપથ સમારોહ યોજાયા બાદ તેમને લઘુ ઉદ્યોગ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર ખાતું અપાયું છે. (Bhupendra Patel Cabinet Balvantsinh Rajput)

સરકારે વિકાસકાર્યો કર્યા: ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં બળવંતસિંહ રાજપૂતે (Balwantsinh Rajput BJP Candidate) જણાવ્યું હતું કે, પાર્ટીએ જે જવાબદારી મને સોંપી છે. તે નિષ્ઠાથી પૂરી કરીશ. છેલ્લા 25 વર્ષથી ગુજરાત અને 8 વર્ષથી કેન્દ્રમાં ભાજપ સરકારે જે રીતે વિકાસલક્ષી કામો કર્યા છે. તે વિકાસના મુદ્દાઓ પર કામ કઈશું. પાટણ જિલ્લાની સિદ્ધપુર બેઠક પરથી આ વખતે ભાજપે ભામાશા તરીકે ઓળખાતા બળવંતસિંહ રાજપૂતને ચૂંટણી મેદાને ઉતારતા જીત મેળવી હતી.

પૂર્વ સાંસદે કર્યું આહ્વાન જિલ્લામાં 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં મતદાનની પ્રક્રિયા થઈ હતી. ત્યારે ભાજપે પ્રથમ યાદીમાં સિદ્ધપુર અને ચાણસ્મા વિધાનસભા બેઠકો ઉપર ઉમેદવારોના નામની સત્તાવાર રીતે જાહેરાત કરી હતી. તેવામાં સિદ્ધપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને આ વિસ્તારના ભામાશા બળવંતસિંહ રાજપૂતે ફોર્મ (Balwantsinh Rajput BJP Candidate Nomination form) ભર્યું હતું. ત્યારબાદ તેમણે જંગી જાહેરસભા સંબોધી હતી, જેમાં પૂર્વ સાંસદ દિલીપ પંડ્યાએ બળવંતસિંહ રાજપૂતને જંગી મતોથી જીતાડવા આગેવાનો કાર્યકરોને આહ્વાન કર્યું હતું.

હું જ ઉમેદવાર છું તેવું સમજી મતદાન કરવા અપીલ તો પ્રદેશના પૂર્વ મહામંત્રી કે. સી. પટેલે પણ સિદ્ધપુરના વિકાસ માટે હું જ ઉમેદવાર છું તેવું સમજીને મતદાન કરાવી બળવંતસિંહ રાજપૂતને વિજય બનાવવા લોકોને અપીલ કરી હતી. સાથે જ સિદ્ધપુરનું કમળ ગાંધીનગરમાં મોકલવા કાર્યકરોને હાકલ કરી હતી.

કામના કારણે ભાજપે ટિકીટ આપીઃ રાજપૂત આ અંગે ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતે (Balwantsinh Rajput BJP Candidate Nomination form) જણાવ્યું હતું કે, છેલ્લા 40 વર્ષથી આ વિસ્તારમાં પ્રજાના પ્રતિનિધિ તરીકે મેં કામ કર્યું છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સરકાર વિકાસલક્ષી કામો કરી રહી છે, ત્યારે ભાજપે મને ટિકીટ આપી છે. હું સ્થાનિક ઉમેદવાર છું. દરેક સમાજના નાના-મોટા કામો કર્યા છે. એટલે મને ટિકીટ મળી અને આ વખતની ચૂંટણીમાં જંગી બહુમતોથી વિજય થયો છે.

Last Updated :Dec 12, 2022, 8:09 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.