ભાજપ તરફથી એકમાત્ર એવા ઉમેદવાર જે ખ્રિસ્તી આદિવાસી સમાજથી આવે છે

author img

By

Published : Nov 20, 2022, 8:27 PM IST

Gujarat Assembly election 2022

ગુજરાતની 182 વિધાનસભા (Gujarat Assembly election 2022 ) બેઠકમાંથી તાપી જિલ્લાની વ્યારા વિધાનસભા બેઠક એવી છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ખ્રિસ્તી ધર્મના ઉમેદવારને (Vyara Assembly Christian Candidate) ઊભા કર્યા છે. તેઓ વિધાનસભા ચૂંટણી માટે ભાજપ તરફથી એકમાત્ર એવા ઉમેદવાર છે, જેઓ ખ્રિસ્તી આદિવાસી સમાજથી આવે છે.

સુરત: વ્યારા વિધાનસભા ઉમેદવાર મોહન કોંકણી મૂળ ગુજરાતના તાપીના ડોલવણ તાલુકાના હરીપુરા ગામના રહેવાસી છે. તેમના પિતા એક ખેડૂત છે. તેઓ લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. તેઓ 1995થી રાજકીય ક્ષેત્રે સક્રિય થયા હતા. 2002થી 2005 સુધી તાલુકા યુવા મોર્ચા અને સંગઠનની જવાબદારી નિભાવી હતી. પુર્વ સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ માવજી ચૌધરીને 2015માં જિલ્લા પંચાયતની સીટ પર હરાવી જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા તરીકે કાર્યરત થયા હતા. 2020-21 માં જિલ્લા પંચાયતની સીટ પર વિજેતા થઈને જિલ્લા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ તરીકે હાલ કાર્યરત છે. (Gujarat Assembly election 2022 )

વ્યારા વિધાનસભા
વ્યારા વિધાનસભા

ખ્રિસ્તી સમાજ નિર્ણાયક ભૂમિકામાં: વ્યારા વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો અહીં 45 ટકાથી પણ વધુ મતદાતાઓ ખ્રિસ્તી સમાજના છે, જેના કારણે અહીં નિર્ણાયક ભૂમિકામાં આ સમાજના લોકો જોવા મળતા હોય છે, છેલ્લા 15 વર્ષથી આ બેઠક કોંગ્રેસ જીતી આવી છે. આ જ કારણ છે કે, આ વખતે ભાજપે ખ્રિસ્તી સમાજથી આવનાર મોહન કોંકણીને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. ભાજપ તરફથી ખ્રિસ્તી (Vyara Assembly Christian Candidate) આદિવાસી સમાજના ઉમેદવાર છે, ત્યારે કોંગ્રેસ તરફથી પણ ખ્રિસ્તી સમાજથી આવનાર પુનાભાઈ ગામીત આ વખતે ઉમેદવાર છે. જ્યારે આમ આદમી પાર્ટીએ હિંદુ ધર્મથી આવનાર બીપીન ચૌધરીને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.

2017માં કોંગ્રેસના પુનાભાઈ ગામીતએ બીજેપીના અરવિંદ ચૌધરીને 24 હજાર વોટોથી હરાવ્યા
2017માં કોંગ્રેસના પુનાભાઈ ગામીતએ બીજેપીના અરવિંદ ચૌધરીને 24 હજાર વોટોથી હરાવ્યા

મતોનું ધ્રુવીકરણ થઈ શકે: વ્યારામાં 2.23 લાખ મતદાતાઓ નોંધાયા છે, જેમાંથી 45 ટકા ખ્રિસ્તી ધર્મના લોકો મતદાતાઓ છે. ગામીત 76,000 અને કોકણી 16,700 છે. 4,822 મુસ્લિમ સમાજના અને 3922 ભીલ આદિવાસી સમાજના મતદાતાઓ છે. વર્ષ 2017માં કોંગ્રેસના પુનાભાઈ ગામીતએ બીજેપીના અરવિંદ ચૌધરીને 24 હજાર વોટોથી હરાવ્યા હતા. વ્યારાના ખ્રિસ્તી સમાજના અગ્રણી હિતેશ ગામીતએ જણાવ્યું હતું કે, આ વખતે મતોનું ધ્રુવીકરણ થઈ શકે છે. ખાસ કરીને વ્યારા વિધાનસભા બેઠક પર મતોનો વિભાજન જોવા મળી શકે છે.

મતોનું ધ્રુવીકરણ થઈ શકે
મતોનું ધ્રુવીકરણ થઈ શકે

પાયાના કાર્યકરને જ ઉમેદવાર બનાવવામાં આવ્યા: તાપી જિલ્લા ભાજપ પ્રમુખ વિક્રમ તરસાડીયાએ જણાવ્યું હતું કે અમારા વ્યારા ના ઉમેદવાર ખ્રિસ્તી સમાજથી આવે છે પરંતુ તેઓ ખ્રિસ્તી હોવાના કારણે તેમને મતો મેળવવા માટે ઉમેદવાર નથી બનાવવામાં આવ્યા તેઓ પાયાના કાર્યકર રહી ચૂક્યા છે અને સંગઠનને મજબૂત કરવા વર્ષોથી એવો કાર્યકર્તા આવ્યા છે અને દરેક સમાજ માટે કામ કરતા આવ્યા છીએ અને લોકો આ વાત જાણે છે અહીં કોઈપણ ધર્મને લઈ વાત નથી. અહીં માત્ર પાયાના કાર્યકરને જ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

આ વખતે ભાજપએ માસ્ટર સ્ટ્રોક માર્યો: અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત ખાસ કરીને ડાંગ અને તાપી જિલ્લામાં અવારનવાર ધર્મ પરિવર્તન એક મુદ્દો બની રહે છે આદિવાસી આવનાર હિન્દી ધર્મના લોકો મોટી સંખ્યા માં ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂક્યા છે અને તેમની ઘર વાપસી કરવા માટે હિન્દુ સંગઠન કામ પણ કરી રહ્યા છે અને આ મુદ્દો હંમેશા થી ઉઠાવવામાં પણ આવતો હોય છે વ્યારા બેઠક પરત પંદર વર્ષથી કોંગ્રેસનો કબજો રહ્યો છે અને કોંગ્રેસ બેઠક મેળવવા માટે આ વખતે ભાજપએ માસ્ટર સ્ટ્રોક માર્યો છે પ્રથમવાર હશે કે ભાજપ એ આદિવાસી બહુલ્ય વિધાનસભા બેઠક પર ક્રિશ્ચન ઉમેદવારને જીત માટે ઉતાર્યા છે. 182 થી બેઠક પર એક પણ મુસ્લિમ ઉમેદવાર ભાજપ તરફથી ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.