ચૂંટણી જંગમાં હનુમાનનો પ્રવેશ, રાજકીય વિશ્લેષકે ગણાવ્યો અયોગ્ય

author img

By

Published : Nov 22, 2022, 6:46 PM IST

Gujarat Assembly Election 2022

Gujarat Assembly Election 2022: ચૂંટણી પ્રચારમાં હવે હનુમાન દાદાનો પણ ઉલ્લેખ થઈ રહ્યો છે. ગઈકાલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કોડીનાર અને માળિયા ખાતે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી સભા કરી હતી. જેમાં દ્વારકાથી લઈને દિવ સુધીના દરિયાકાંઠા પર દાદાઓનો ખાતમો થયો છે અહીં હવે એકમાત્ર હનુમાન દાદા (Amit Shah statement on Hanuman) જોવા મળી રહ્યા છે આ નિવેદનને ભાજપે આવકાર્યો છે પરંતુ રાજકીય વિશ્લેષકો દેવી-દેવતાઓને ચૂંટણી પ્રચાર મા ઉલ્લેખ કરવાને અયોગ્ય માની રહ્યા છે.

જૂનાગઢ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) માટે પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે ચૂંટણી પ્રચાર ખૂબ જોર સોરથી થઈ રહ્યો છે, ત્યારે ચૂંટણી પ્રચારમાં હવે હનુમાન દાદાની પણ એન્ટ્રી થતી જોવા મળે છે ગઈકાલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પ્રચાર દરમિયાન દ્વારકાથી લઈને દિવ સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં દાદાઓનો ખાતમો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તેવો ઉલ્લેખ કરીને અહીં હવે માત્ર હનુમાનદાદા (Amit Shah statement on Hanuman) જોવા મળે છે તેવુ નિવેદન આપ્યું હતું.

જૂનાગઢમાં દાદા એકજ હશે હનુમાન દાદા

અમિત શાહના નિવેદનને સમર્થન: અમિત શાહના આ નિવેદનને રાજકીય વિશ્લેષકો જરૂર કરતા વધુ (Political Expert on Hanuman Statement) માની રહ્યા છે. તો બીજી તરફ ભાજપના આગેવાનો આ નિવેદનને સમયોચિત અને યોગ્ય ગણાવી રહ્યા છે. અમિત શાહના નિવેદન બાદ આજે જુનાગઢમાં ભાજપના ઉમેદવાર સંજય કોરડીયાના સમર્થનમાં ભાજપ અગ્રણી ગિરીશ કોટેચાએ મોટું બેનર મારીને અમિત શાહના નિવેદનને પોતાનું સમર્થન આપ્યું હતું.

Junagadh bjp election campain
અમિત શાહના નિવેદનને સમર્થન

હનુમાન દાદાનું બેનર: બેનર લગાવવાને લઈને Etv ભારતે ગિરીશ કોટેચા સાથે વાતચીત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે, ભાજપના રાજ્યમાં (Junagadh bjp election campain) શાસન ખૂબ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. પ્રશાસનના ભયથી માફીયાઓ ભો ભીતર થયા છે. સરકારની આ કામગીરીને ધ્યાને રાખીને અમિત શાહના નિવેદન બાદ ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં આ બેનર (Hanuman Poster in Gujarat Election )લગાવવામાં આવ્યું છે. રાજકીય વિશ્લેષક ધિરુભાઈ પુરોહિત ચૂંટણી પ્રચારમાં હનુમાનદાદાનો ઉપયોગ અને તેમનો ઉલ્લેખ જે પ્રકારે કરવામાં આવી રહ્યો છે, તેને થોડું વધારે પડતું માની રહ્યા છે.

હનુમાન દાદા સમગ્ર હિન્દુ ધર્મના આરાધ્યદેવ છે તેને લઈને રાજનીતિ ન થવી જોઈએ તેવું માની રહ્યા છે. સાચા અર્થમાં રાજકારણ અને ધર્મ બને અલગ છે. તેમ છતાં અને ખાસ કરીને ચૂંટણીના સમયમાં પ્રચાર માધ્યમોમાં હિન્દુ ધર્મ અને તેમના દેવી દેવતાઓ આવતા હોય છે. ધર્મ કે હિન્દુ દેવી દેવતાઓના નામે પ્રચાર કરવો તે થોડું વધારે માનવામાં આવે છે. ધિરુ પુરોહિત પોતે કોઈ પણ ધર્મ કે તેમના આરાધ્ય દેવોનો ચુટણી પ્રચારમા સમાવેશ કરવો તેને અયોગ્ય માની રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.