આણંદની 7 વિધાનસભા પર ચૂંટણીને લઈને તંત્ર સજ્જ

author img

By

Published : Dec 2, 2022, 12:16 PM IST

આણંદની 7 વિધાનસભા પર ચૂંટણીને લઈને તંત્ર સજ્જ

આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે બીજા તબકકામાં તા. 5 ડિસે.2022ના રોજ મતદાન યોજાનાર છે. તમામ બેઠકો પરથી કુલ 69 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં છે. મતદાન આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોવાથી ચૂંટણી પ્રચાર-પ્રસાર વેગવંતો બની રહ્યાનું ઠેર ઠેર જોવા મળી રહ્યું છે.

આણંદ: રાષ્ટ્રીય પક્ષોના સ્ટાર પ્રચારકો જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે.બીજી તરફ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શાંતિભર્યા માહોલમાં મતદારોને સરળતા રહે તે પ્રકારે ચૂંટણી યોજાઇ તે માટે સતત પ્રયાસરત બન્યું છે. આ ઉપરાંત પોલીસ સહિત ચૂંટણી પંચના નિર્દેશથી ગોઠવાયેલ વિશિષ્ટ ટીમો દ્વારા જિલ્લામાં રોકડ સહિતની ગેરકાયદે અવરજવર ન થાય તે માટે નિયત ચેકીંગ પોઇન્ટ પર રાઉન્ડ ધ કલોક ફરજ બજાવી રહી છે. જિલ્લાના સાત મતદાર વિભાગોમાં ઉભા કરાયેલ કુલ 1810 મતદાન મથકો પૈકી 465 શહેરી વિસ્તારમાં અને 1345 મતદાન મથકો ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે. તમામ મતદાન મથકોની સ્થળ તપાસ, નિયમોનુસારની સુવિધા સહિતની કામગીરી તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.

આણંદની 7 વિધાનસભા પર ચૂંટણીને લઈને તંત્ર સજ્જ
આણંદની 7 વિધાનસભા પર ચૂંટણીને લઈને તંત્ર સજ્જ

7 પૈકી આણંદ બેઠકમાં એક યુવા સંચાલિત મતદાન મથક ઊભું કરાશે: આ મતદાન મથકે 25થી 30 વર્ષના અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવશે. યુવા મતદારોને મતદાન પ્રક્રિયાનો વિશિષ્ટ અનુભવ આપવા માટે ચૂંટણી પંચ દ્વારા દરેક જિલ્લામાં 1-1 યુવા સંચાલિત મતદાન મથક ઉભું કરવામાં આવનાર છે. જેમાં 25 થી 30વર્ષની વયના અધિકારીઓ-કર્મચારીઓ મતદાન મથક ઉપર ફરજ બજાવશે. આણંદ જિલ્લામાં અંદાજીત 33,516 નવા મતદારો મતદાન કરવાના છે. નવા ઉમેરાયેલા યુવા મતદારોને મતદાન અને ચૂંટણી પ્રક્રિયા તરફ આકર્ષવા માટે જિલ્લાની સાત પૈકીની આણંદ બેઠકમાં આવેલ એમ.બી.પટેલ કોલેજ ખાતે યુવા સંચાલિત મતદાન મથક ઉભું કરવામાં આવશે.

905 મતદાન મથકોએ લાઇવ વેબકાસ્ટીંગ: આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકોના કુલ 1810 મતદાન મથકોએ ચૂંટણી પ્રક્રિયા માટેની જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ અપાઇ રહ્યો છે. જોકે આ પૈકીના 907 મતદાન મથકોએ લાઇવ મોનીટરીંગ કેમેરા લગાવાયા છે અને વેબકાસ્ટીંગની મદદથી કલેકટર કચેરી ખાતેના કંટ્રોલરૂમમાં બેઠાં બેઠાં ચૂંટણી પ્રક્રિયાનું સતત મોનીટરીંગ કરવામાં આવશે. આણંદ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ 151 મતદાન બુથોનું લાઇવ મોનીટરીંગ કરવામાં આવશે.

7 ઇકો ફ્રેન્ડલી મતદાન બૂથ ઉભા કરાશે: ચૂંટણી પંચ દ્વારા રાજયમાં કુલ 51739 મતદાન બૂથો પૈકી 180 મતદાન બૂથ ઇકો ફ્રેન્ડલી મતદાન બૂથ તરીકે ઉભા કરવામાં આવનાર છે. આણંદ જિલ્લાની સાત બેઠકોમાં 1-1 ઇકો ફ્રેન્ડલી મતદાન બૂથ સીંગલ યુઝ પ્લાસ્ટીક પોલિસ્ટાયરીન સહિતના બનેલા મટીરીયલ, ડેકોરેશન માટે પ્લાસ્ટીક સ્ટીક બલૂન, પ્લાસ્ટીક ફલેગ્સ, કેન્ડી સ્ટીકસ, આઇસક્રીમ સ્ટીકસ, 100 માઇક્રોનથી ઓછી સાઇઝના પ્લાસ્ટીકની પ્લેટસ, કપ, ફ્રોર્ક, ચમચી, ટ્રે, મીઠાઇ-નાસ્તાની પેકીંગ ફિલ્મસ, પોસ્ટર જેવી પર્યાવરણ મિત્રની શ્રેણીમાં સમાવિષ્ટ ન હોય તે તમામ વસ્તુનો ઉપયોગ ટાળીને મતદાનની કામગીરી કરશે. જેમાં ખંભાતમાં ટીમ્બા, બોરસદમાં પામોલ, આંકલાવમાં આસોદર, ઉમરેઠમાં થામણા, આણંદમાં શહેરમાં બૂથ નં.172, પેટલાદમાં શહેરમાં બૂથ નં.115 અને સોજીત્રામાં રેલ ગામે ઇકો ફ્રેન્ડલી મતદાન બૂથ ઉભા કરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.