ભરોસાની સરકાર પર અન્ય પક્ષના ઉમેદવારને ભરોસો નથી; સ્ટ્રોંગ રૂમ બહાર ઉમેદવારોનો પહેરો

author img

By

Published : Dec 4, 2022, 1:57 PM IST

ભરોસાની સરકાર પર અન્ય પક્ષના ઉમેદવારને ભરોસો નથી

વલસાડ જિલ્લાની 5 વિધાનસભાની (5 assembly seat of valsad district)ચૂંટણી 1 ડિસેમ્બરના રોજ યોજાઈ(first phase poling) ચુકી છે. EVMમાં કોઈ ગરબડ ના થાય તે માટે વલસાડના AAP અને CONGRESS ના ઉમેદવારો સ્ટ્રોંગ રૂમ બહાર પહેરો કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. તેમના મતે EVM સાથે ચેડાં થઈ શકેની આશંકાને (Fears of EVM tampering)લઈ તેઓ સ્ટ્રોંગની બહાર દરેક હરકત ઉપર નજર રાખી બેઠા છે.

વલસાડ: વલસાડ જિલ્લાની 5 વિધાનસભાની (5 assembly seat of valsad district)ચૂંટણી 1 ડિસેમ્બરના રોજ યોજાઈ(first phase poling) ચુકી છે. તમામ EVM અને VVpat મશીનો વલસાડ ખાતે આવેલ મતગણતરી સેન્ટર અને સ્ટ્રોંગ રૂમમાં(EVM machine in strong room) લાવવામાં આવ્યા છે. જેને હાઈ સિક્યોરીટી અને CCTVથી સજ્જ સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. છતાં કોઈ ગરબડ ના થાય તે માટે વલસાડના AAP અને CONGRESS ના ઉમેદવારો સ્ટ્રોંગ રૂમ બહાર પહેરો કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. તેમના મતે EVM સાથે ચેડાં થઈ શકેની આશંકાને (Fears of EVM tampering)લઈ તેઓ સ્ટ્રોંગની બહાર દરેક હરકત ઉપર નજર રાખી બેઠા છે.

ભરોસાની સરકાર પર અન્ય પક્ષના ઉમેદવારને ભરોસો નથી

5 વિધાનસભાની ગણતરી એક જ સ્થળે: વલસાડ જિલ્લાની પાંચ વિધાન સભા બેઠક વલસાડ,ધરમપુર,કપરાડા પારડી ઉમરગામની ચૂંટણી તારીખ 1 ડિસેમ્બરના રોજ યોજાઈ ચુકી છે. જે બાદ તમામ EVM મશીન સ્ટ્રોંગ રૂમમાં(EVM machine in strong room) લાવીને વલસાડ પોલીટેક્નિક કોલેજ ખાતે લઈ આવી હાઈ સિક્યુરિટી સાથે મુકવમાં આવ્યા છે. વલસાડ પોલી ટેક્નિક ખાતે જ 5 વિધાન સભાની ગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે.

AAP-CONGRESSના ઉમેદવારો સ્ટ્રોંગ રૂમ બહાર અડિંગો: પોલી ટેક્નિક ખાતે બનાવવામાં આવેલ EVM અને VVpat મશીન રાખવા માટે બનાવવામાં આવેલ સ્ટ્રોંગ રૂમની (EVM machine in strong room)બહાર વલસાડ વિધાન સભા બેઠકના 'આપ'માં ઉમેદવાર રજૂ મરચા તેમજ કોંગ્રેસના ઉમેદવાર કમલ પટેલ સહિતના તમામ ઉમેદવારો એક સાથે જ બહાર બેસેલ નજરે ચડી રહ્યા છે. જેઓનું માનવું છે કે EVM મશીનમાં કોઈ પણ પ્રકારે કોઈ ગડબડ ન થાય તે માટે અમે નજર રાખી રહ્યા છે.

EVM મશીન હાઈ સિક્યુરિટીમાં: ચૂંટણી બાદ મત ગણતરી સ્થળ એટલે કે વલસાડ પોલી ટેક્નિક ખાતે રાખવામાં આવેલ EVM અને VVpat મશીનો હાઈ સિક્યુરિટીમાં(EVM machine in strong room) રાખવામાં આવ્યા છે. સ્ટ્રોંગ રૂમની આસપાસમાં દરેક સ્થળે CCTV લગાવવામાં આવ્યા છે. જેથી કોઈ પણ હિલચાલ ઉપર નજર રાખવામાં આવી શકે વળી પોલીસ પહેરો પણ રાખવામાં આવ્યો છે.

EVMમાં ચેડાંની આશંકા: આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશભાઇ પટેલ ઉર્ફે રાજુ મરચા એ જણાવ્યું કે જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો વાઇરલ થઈ રહ્યા છે. તે જોતા કોઈ પણ વ્યક્તિને આશંકા (Fears of EVM tampering)ઉભી થાય એમ છે. જેને જોતા એક મહિના બાદ આમ આદમીના જનાદેશ જે EVMમાં બંધ છે. એના ઉપર નજર રાખવી જરૂરી છે ત્યારે ટેકનોલોજી એટલી હદે વધી ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.