સુરતમાં મતદાતાઓને રીઝવવા તંત્ર દ્વારા ચાર કેટેગરીમાં બુથ તૈયાર કરવામાં આવ્યાં

author img

By

Published : Nov 30, 2022, 4:12 PM IST

સુરતમાં મતદાતાઓને રીઝવવા તંત્ર દ્વારા ચાર કેટેગરીમાં બુથ તૈયાર કરવામાં આવ્યાં

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022) ના પહેલા તબક્કાના મતદાનને ( First Phase Poll )લઇને સુરતમાં ચૂંટણી તંત્રની વિશેષ તૈયારીઓની વાત કરીએ. સુરતની શહેર અને જિલ્લાની 16 બેઠક પર મહત્તમ મતદાનના હેતુથી વિશેષ પ્રયત્નરુપે ચૂંટણી પંચ દ્વારા યુથ બુથ, ઇકો ફ્રેન્ડલી બુથ, પિંક બુથ ( Pink Booth Concept of Election Commission ) જેવા નવતર અભિગમ દાખવવામાં આવ્યાં છે. જાણીએ વધુ વિગતો.

સુરત શહેર અને જિલ્લાની 16 વિધાનસભા બેઠક માટે પહેલી ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022) ના પહેલા તબક્કાના મતદાનની ( First Phase Poll ) સુરત તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ વખતે ખાસ ચાર કેટેગરીમાં બુથ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી યુથ બુથ અને સખીમંડળ બુથ સહિત ઇકો ફ્રેન્ડલી બુથ પણ સમાવિષ્ટ છે. મહિલાઓ માટે ખાસ પિંક બુથ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં તમામ પોલિંગ અને પોલીસ અધિકારી મહિલાઓ હશે. એટલું જ નહીં, યુથમાં જે પણ પોલિંગ અને પોલીસ અધિકારી હશે તેમની વય મર્યાદા 35 હશે. વધુમાં વધુ મતદાન થાય આ માટે આ ખાસ વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે.

યુથ બુથ અને સખીમંડળ બુથ સહિત ઇકો ફ્રેન્ડલી બુથ પિંક બુથ તૈયાર

સૌથી વધુ 1,02,506 યુવા મતદારો સુરતમાં સુરત એ ડાયમંડ સિટી તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. ત્યારે હવે સુરતની વધુ એક નવી ઓળખ સામે આવી છે. કારણ કે, સમગ્ર રાજ્યમાંથી સૌથી વધુ 1,02,506 યુવા મતદારો આ શહેરમાં છે. બીજી તરફ રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે રાજ્ય ચૂંટણી પંચે વિશેષ વ્યવસ્થા કરી છે. ત્યારે આ વખતે રાજ્યમાં યુવા મતદારોની સંખ્યામાં પણ ધરખમ વધારો થયો છે. અને તેમાં પણ સુરત શહેરમાં સૌથી વધુ યુવા મતદારો નોંધાયા છે, જેઓ આ વખતે ચૂંટણી માટે મતદાન કરશે.

દોઢ લાખ જેટલા મતદારો યુવા યુથ બુથ અંગે જિલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યું હતું કે, સુરત શહેર અને જિલ્લામાં સાત એવા બુથ છે જે યુથ બુથ છે.આ વખતે સુરત શહેર અને જિલ્લામાં 18 થી 30 વર્ષની વય જૂથમાં વધુ મતદાન થાય આ માટે ચૂંટણી પંચ દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ અંગે જાગૃતિ ઝુંબેશ પણ ઉપાડવામાં આવી હતી. આશરે દોઢ લાખ જેટલા મતદારો છે જે લોકો આ વખતે પહેલી વખત ચૂંટણીમાં મતદાન કરશે જેમાં સવા લાખ જેટલા મતદારો એવા છે જે પહેલી વખત મતદાન કરવા જઈ રહ્યા છે તો તેમને સુવિધા પૂરી પાડવા માટે આ બુથ બનાવવામાં આવ્યું છે જેમાં 35 વર્ષ સુધીના પોલિંગ સ્ટાફ તૈનાત રહેશે.

સખી પોલિંગ સ્ટેશન સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યું હતું કે અત્યારે આપણા પાસે ચાર જુદી જુદી કેટેગરીના મતદાન મથકો બનાવવામાં આવેલા છે સખી પોલિંગ સ્ટેશન છે જેમાં ઓલ વુમન પોલિંગ પાર્ટી હોય છે અને અહીં જે પણ પોલીસ ફોર્સ ડિપ્લોય કરવામાં આવે છે તે પણ મહિલાઓ હોય છે અને આ સંપૂર્ણ મહિલાઓ દ્વારા સંચાલિત પોલિંગ સ્ટેશન હોય છે સુરત જિલ્લામાં આવા 112 મતદાન મથકો છે.

16 ઇકો ફ્રેન્ડલી પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા સાથે તેઓએ જણાવ્યું હતું કે સુરતમાં 16 મતદાન મથકો મોડેલ પોલિંગ સ્ટેશન છે. જેમાં સારામાં સારી બેઠક વ્યવસ્થા હોય છે ચા પાણીની વ્યવસ્થા હોય છે એ ગ્રેડ સ્ટેન્ડર્ડ ની વ્યવસ્થા ત્યાં મળતી હોય છે આ ઉપરાંત સુરત જિલ્લામાં 16 ઇકો ફ્રેન્ડલી પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે જેમાં કોઈ પણ પ્રકારનો સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ કરવામાં આવતું નથી. બાયોડીગ્રેડેબલ અને રિસાયકલ તમામ સુવિધાઓ હોય છે.

ટ્રાઇબલ થીમ ઉપર બે મતદાન મથકો આ ઉપરાંત કલેકટર આયુષ ઓકે જણાવ્યું હતું કે ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં ટ્રાઇબલ થીમ ઉપર બે મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે જેમાં વાસ અને લાકડાનો જ ઉપયોગ કરીને આખુ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે જેમાં મતકુટીર પણ સામેલ છે જે હાલ માંડવી અને માંગરોલ તાલુકામાં તૈયાર કરવામાં આવ્યું છે આ એક યુનિક વસ્તુ લોકોને જોવા મળશે.

એક્ષપેન્ડીચર સેન્સીટીવ કન્સ્ટીટયુઅન્સી જિલ્લામાં કુલ 526 પોલીંગ સ્ટેશન લોકેશનને સંવેદનશીલ મતદાન મથક લોકેશન તરીકે નકકી કરવામાં આવેલ છે. આ તમામ લોકેશન પર મતદાનના દિવસે વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. તથા જિલ્લાના કુલ મતદાન મથકોમાંથી 2632 મતદાન મથકો પર મતદાનના દિવસે વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. ઉધના વિધાનસભા મતદાર વિસ્તારને એક્ષપેન્ડીચર સેન્સીટીવ કન્સ્ટીટયુઅન્સી (ESC) તરીકે નકકી કરવામાં આવ્યું છે.

62,037 મતદારો 89 વર્ષથી ઉપરના સુરત જિલ્લામાં 16 વિઘાનસભા મત વિસ્તારમાં કુલ 47,39,201 મતદારો નોંઘાયેલા છે. જેમાં 25,46,933 પુરૂષ મતદારો, 21,92,109 મહિલા મતદારો, 159 થર્ડ જેન્ડર મતદારો નોંઘાયેલા છે. જે પૈકી 62,037 મતદારો 89 વર્ષથી ઉપરના, 23,859 દિવ્યાંગ મતદારો તથા 423 સર્વિસ મતદારો છે.

દરેક મતદાન મથક પર વીવીપેટની સુવિધા સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યું હતું કે, દરેક મતદાન મથક પર વીવીપેટની સુવિધા હશે જે બટન દબાવીને મતદાન કરવામાં આવ્યું હોય તેને મતદાતા વેરીફાઈ કરી શકશે. વર્ષ 2019 માં પણ આવી જ રીતે વીવીપેટની સુવિધા થકી લોકોએ મતદાન કર્યું હતું આ તમામ જોગવાઈઓ આજે પણ યથાવત રહેશે જેની પૂરતી તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે.

વરાછા રોડ વિધાનસભામાં કુલ 199 મતદાન મથકો સૌથી વધુ ક્રિટિકલ પોલિંગ સ્ટેશન (સીપીએસ) ધરાવતા વિધાનસભા જો કોઇ હોય તો એ વરાછા રોડ વિધાનસભા મત વિસ્તાર છે. વરાછા રોડ વિધાનસભામાં કુલ 199 મતદાન મથકો છે આ પૈકી 97 ટકા એટલે કે 193 મતદાન મથકોને ક્રિટિકલ સ્ટેટસમાં મૂકવામાં આવ્યા છે. એ પછી કરંજ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 176 મતદાન મથકો છે જે પૈકી 95.45 ટકા એટલે કે 168 મતદાન મથકો ક્રિટિકલ છે. અન્ય પાટીદાર પ્રભાવિત મતદાન મથકો કે જેમને ક્રિટિકલ ઝોનમાં મૂકાયા છે એમાં કામરેજ વિધાનસભામાં કુલ 520 મતદાન મથકો પૈકી 383 (74 ટકા) મતદાન મથકો ક્રિટિકલ છે. સુરત ઉત્તર વિધાનસભામાં 33 અને કતારગામ વિધાનસભા મત વિસ્તારમાં 31 ટકા મતદાન મથકો ક્રિટિકલ ઝોનમાં છે.
સુરત શહેર જિલ્લાની વાત કરીએ તો કુલ 16 વિધાનસભા મત વિસ્તાર માટે ઉભા કરવામાં આવનારા 4637 મતદાન મથકો પૈકી 41 ટકા મતદાન મથકોને ક્રિટિકલ ઝોનમાં મૂકીને એ મુજબની વ્યવસ્થાઓ તા.1લી ડિસેમ્બર અગાઉથી સ્થાપિત કરી દેવામાં આવશે.

સૌથી વધુ ક્રિટિકલ મતદાન મથકો વરાછા વિઘાનસભામાં કુલ 199 મતદાન મથક છે તેમાં ક્રિટિકલ મતદાન મથક 193 છે. કરંજ વિધાનસભામાં 176માંથી 168 ક્રિટિકલ મતદાન મથક છે. કામરેજ વિધાનસભામાં 520માંથી 383 ક્રિટિકલ મતદાન મથક છે. સુરત ઉત્તરમાં 163માંથી 54 ક્રિટિકલ મતદાન મથક છે અને કતારગામ વિધાનસભામાં 293માંથી 90 ક્રિટિકલ મતદાન મથક આવેલાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.