વલસાડની 5 બેઠકો પર 35 ઉમેદવારો મેદાનમાં, કઈ બેઠક અને કોણ છે ઉમેદવારો જૂઓ

author img

By

Published : Nov 28, 2022, 5:00 PM IST

વલસાડની 5 બેઠકો પર 35 ઉમેદવારો મેદાનમાં, કઈ બેઠક અને કોણ છે ઉમેદવારો જૂઓ

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )ના પહેલા ચરણના મતદાન ( First Phase Poll ) નું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે. ત્યારે જે બેઠકની જીતને સરકાર બનાવનારી જીત તરીકે ઓળખવામાં આવી છે તેવી વલસાડ વિધાનસભા બેઠક ( Candidates of Valsad Seats ) સહિતની જિલ્લાની બેઠકો પર કેટલા ઉમેદવાર ( 35 candidates on 5 seats of Valsad ) ચૂંટણી લડી રહ્યાં છે તે વિશે જોઇએ આ રીપોર્ટ

વલસાડ 1 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )ના પહેલા ચરણનું મતદાન ( First Phase Poll ) છે. જે વલસાડમાં પણ યોજાશે. ત્યારે વલસાડ જિલ્લાની પાંચ બેઠકો ઉપર દરેક ઉમેદવારો ચૂંટણીમાં જીતના દાવા કરી રહ્યા છે. કહેવાય છે કે વલસાડ જે જીતે એજ પક્ષની સરકાર વર્ષોથી બનતી આવી છે. વલસાડની પાંચ વિધાનસભા બેઠક ઉપર 35 ઉમેદવારો ( 35 candidates on 5 seats of Valsad ) ચૂંટણી મેદાનમાં છે. જ્યાં 392 મતદાન મથકો ઉપરથી કુલ 13,26,460 મતદારો 1 ડિસેમ્બરે મત અધિકારનો ઉપયોગ કરશે. ત્યારે દરેક બેઠકો ઉપર કયા પક્ષના કેટલા ઉમેદવારો છે તેની માહિતી ( Candidates of Valsad Seats ) જોઈએ.

નસીબવંતી બેઠક પર જે જીતે તે પક્ષની સરકાર બનવાની માન્યતા
નસીબવંતી બેઠક પર જે જીતે તે પક્ષની સરકાર બનવાની માન્યતા

વલસાડ વિધાનસભા બેઠક ઉપર કુલ 7 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં વલસાડ વિધાનસભા બેઠક ( Candidates of Valsad Seats ) ઉપર કુલ 2,64,278 મતદારો છે. પૈકી પુરુષ 1,33,422, સ્ત્રી 1,22,520 મતદારો છે. જ્યારે વલસાડમાં કુલ 273 બૂથ ઉપર મતદાન યોજાશે. વલસાડ બેઠક ઉપર કુલ 7 ઉમેદવારો છે તેમાં ભરતભાઈ કિકુભાઈ પટેલ ભાજપ, કમલ શાંતિલાલ પટેલ કોંગ્રેસ, રાજેશ મંગુભાઈ પટેલ આમ આદમી પાર્ટી, કમલેશભાઈ ભરતભાઈ યોગી સમાજવાદી પાર્ટી, રાજેશ ઠાકોર ભાઈ ગોહિલ ભારતીય રિપબ્લિકન પક્ષ, મહેશ વિનાયક આચાર્ય પ્રજા વિજય પક્ષ, હેમંત ગોપાલ ટંડેલ રાષ્ટ્રીય સમાજ પક્ષ) વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે.

કનુ દેસાઈની પ્રતિષ્ઠાનો જંગ
કનુ દેસાઈની પ્રતિષ્ઠાનો જંગ

પારડી વિધાનસભા બેઠક ઉપર 6 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ પારડી વિધાનસભા બેઠક ( Pardi Assembly Seat ) ઉપર 6 ઉમેદવારો વચ્ચે જંગ છે. જેમાં નાણાંપ્રધાન રહી ચૂકેલા કનુ દેસાઈને ભાજપે ફરી ટીકીટ આપી છે, ત્યારે પારડીમાં 245 બુથ ઉપર 2,59,263 મતદારોમાં પુરુષ 1,36,738, સ્ત્રી 1,22,520 મતદારો 6 ઉમેદવારો છે. આ ઉમેદવારોમાં કનુભાઈ મોહનભાઈ દેસાઈ ભાજપ, જયશ્રી બેન પટેલ કોંગ્રેસ, કેતનભાઈ કિશોર ભાઈ પટેલ આમદમી પાર્ટી, સંજય પરસોત્તમ પરમાર રાષ્ટ્રીય સમાજવાદી પક્ષ, પટેલ નવીન કુમાર રાકેશભાઈ અપક્ષ, અને પ્રવીણ કુમાર ભોલા પ્રસાદ સિંગ અપક્ષ વચ્ચે ચૂંટણી જંગ યોજાશે. ગત ટર્મમાં 2017માં કુલ 1,53,179 જેટલું મતદાન થયું હતું જેમાં 98379 મતો કનુ દેસાઈને મળ્યા હતાં તેઓ વિજયી થયા હતાં.

કપરાડા બેઠક પર આદિવાસી મતોનું પ્રભુત્વ
કપરાડા બેઠક પર આદિવાસી મતોનું પ્રભુત્વ

કપરાડા વિધાનસભા બેઠકમાં કુલ 7 ઉમેદવારો વચ્ચે જંગ કપરાડા વિધાનસભા બેઠક ( Kaprada Assembly Seat ) ઉપર કુલ 7 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જ્યાં પાણી પુરવઠાપ્રધાન જીતુ ચૌધરીને ભાજપે ફરી રિપીટ કર્યા છે. તેઓ પણ ચૂંટણી જંગમાં છે. ત્યારે કપરાડા બેઠક ઉપર સૌથી વધુ 306 મતદાન મથકો આવેલ છે. જ્યાં કુલ મતદારો 2,66,475, જેમાં પુરુષ 1,35,275,જ્યારે સ્ત્રી 1,31,195 છે. ત્યારે ઉમેદવારોમાં જોઈએ તો જીતુભાઇ હરજીભાઈ ચૌધરી ભાજપ, વસંત બરજુલભાઈ પટેલ કોંગ્રેસ, જ્યેન્દ્ર લક્ષ્મણ પટેલ આમ આદમી પાર્ટી, વૈચંદ લલ્લુભાઈ પટેલ બહુજન સમાજ પાર્ટી, ગુરવ કમલેશ શ્રવણભાઈ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, સુભાષ રડકાભાઈ પટેલ રાષ્ટ્રીય સમાજવાદી પક્ષ, ગૌરાંગ રમેશભાઈ પટેલ અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જોકે વર્ષ 2017 માં જીતુભાઇ ચૌધરી કોંગ્રેસમાં હતાં., તે સમયે 1,95,421 જેટલું મતદાન થયું હતું જેમાં તેમણે માત્ર 93000 વોટ મળ્યા હતાં તેઓ માત્ર 170 મતોથી વિજયા થયા હતાં.

ધરમપુર બેઠક પર કોંગ્રેસ માટે ઉજળી તક
ધરમપુર બેઠક પર કોંગ્રેસ માટે ઉજળી તક

ધરમપુર વિધાનસભા બેઠક ઉપર કુલ 9 ઉમેદવારો ચૂંટણી જંગમાં ધરમપુર વિધાનસભા બેઠક ( Dharampur Assembly Seat ) ગત ટર્મમાં કોંગ્રેસ પાસે હતી જેને ભાજપે આંચકી લીધી હતી. અરવિંદ પટેલ ધારાસભ્ય બન્યા હતાં. ભાજપે આ વખતે પણ ફરી તેમને ટીકીટ આપી રિપીટ કર્યા છે. ત્યારે આ વખતે 9 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ધરમપુર બેઠક ઉપર 1 ડિસેમ્બરે 290 મતદાન મથકો ઉપરથી મતદાન થશે. ધરમપુરમાં કુલ 2,51,046,પુરુષ 1,25,245 જયારે સ્ત્રી 1,25,801 મતદારો મતદાન કરશે. 9 ઉમેદવારોમાં અરવિંદ છોટુભાઈ પટેલ ભાજપ, કિશન વી.પટેલ કોંગ્રેસ, રતિલાલ વજીરભાઈ ઠાકર્યા બીએસપી, કમલેશભાઈ ઘેલાભાઈ પટેલ આમ આદમી પાર્ટી, બારત આનંદ ડુબીયા ભાઈ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, સુરેશ બલલુભાઈ પટેલ ભરતીય ટ્રાઈબલ પાર્ટી, કલ્પેશ પટેલ અપક્ષ, ગાંવીત કલ્પેશ મગનભાઈ અપક્ષ, જાનું ધાકલ કાકડ અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જે માટે પ્રચાર કાર્ય જોર શોરથી ચાલી રહ્યું છે. 2017 ની ચૂંટણીમાં કુલ 1,77,380 જેટલું મતદાન થયુ હતું જેમાં અરવિંદ પટેલને 94,944 મતો મળ્યા હતા અને તેઓ 22,246 મતો મેળવી જીત્યાં હતાં.

અહીંથી સતત જીત્યાં છે રમણલાલ પાટકર
અહીંથી સતત જીત્યાં છે રમણલાલ પાટકર

ઉમરગામ વિધાનસભા બેઠક ઉપર કુલ 6 ઉમેદવાર ચૂંટણી જંગમાં છેલ્લા 7 ટર્મથી એટલે કે 35 વર્ષથી ઉમરગામ વિધાનસભા બેઠક ( Umargam Assembly Seat ) સતત રમણભાઈ પાટકર વિજેતા થતા આવ્યા છે. ત્યાં ફરી ભાજપે તેમને રિપીટ કર્યા છે. આ વખતે કુલ 6 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. આ વખતે ઉમરગામ બેઠક ઉપર 278 મતદાન મથકો ઉપરથી કુલ 2,85,398 મતદારો પૈકી 1,51,902 પુરુષ અને 1,33,493 સ્ત્રી મતદારો મતદાન કરશે. ઉમરગામ બેઠક ઉપર કુલ 6 ઉમેદવારો વચ્ચે જંગ જામશે જેમાં નરેશભાઈ વજીરભાઈ વડવી કોંગ્રેસ, બોચલ હસમુખ રમણભાઈ કોમ્યુમિસ્ટ પાર્ટી-માર્કસવાદી, અશોક મોહન ભાઈ પટેલ આમ આદમી પાર્ટી, મોહનભાઈ રવીયાભાઈ કોહકેરિયા કોમ્યુનિસ્ટ પાર્ટી-લેલીનવાદી, વઘાત રવિન્દ્ર સોમાભાઈ ભારતીય ટ્રાઇબલ પાર્ટી. ગત ટર્મ એટલે કે 2017 ની વિધાન સભામાં ચૂંટણીમાં 1,57,728 મતદાન થયું હતું જેમાં રમણલાલ પાટકરને 96004 મતો મળ્યા હતાં. તેઓ 41,690 મતોની લીડથી વિજેતા થયા હતાં. આમ વલસાડ જિલ્લામાં 5 વિધાનસભામાં ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે 1 તારીખે મતદાન થયા બાદ પરિણામ ઉપર જ સૌની મીટ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.