આણંદના 247 વરિષ્ઠ નાગરિકો અને 67 દિવ્યાંગ મતદારો ઘરે બેસીને કરશે મતદાન

author img

By

Published : Nov 23, 2022, 1:41 PM IST

આણંદના 247 વરિષ્ઠ નાગરિકો અને 67 દિવ્યાંગ મતદારો ઘરે બેસીને મતદાન કરશે

આણંદ જિલ્લાના (7 Seat of anand district) 247 વરિષ્ઠ નાગરિકો અને 67 દિવ્યાંગ મતદારો મતદાન મથકે ગયા વગર ઘરે બેસીને મતદાન કરશે.વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં (Gujarat Legislative Assembly General Election 2022) સૌ પ્રથમવાર 80 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો ઘરે બેઠા જ મતદાન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આણંદ: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 (Gujarat Legislative Assembly General Election 2022) અંતર્ગત આણંદ જિલ્લાની 7 બેઠકો (7 Seat of anand district) ઉપર આગામી તા. 5મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. સમગ્ર ગુજરાતની સાથે આણંદ જિલ્લામાં પણ લોકશાહીના આ પર્વમાં વધુને વધુ મતદાન થાય અને મતદારો તેમના માતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચ (the Election Commission) દ્વારા આ વખતની ચૂંટણીમાં સૌ પ્રથમવાર 80 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો ઘરે બેઠાં બેઠાં જ મતદાન કરી શકે (senior citizens above 80 years of age and disabled voters can vote at home) તે માટેની વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 80 વર્ષથી વધુ વય ધરાવતાં 31,484 વરિષ્ઠ નાગરિકો અને મતદાર યાદીમાં દિવ્યાંગ તરીકે ફલેગ થયેલ હોય તેવા 10,807 દિવ્યાંગજનો મળી કુલ 42,291 મતદારો પૈકી ઘરે બેસી મતદાન કરી શકે (42,291 voters who can vote at home) છે.

ફોર્મ-12-Dનું વિતરણ: વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો ઘરે બેઠાં બેઠાં જ મતદાન કરી શકે તે માટેની વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે ચૂંટણી પંચની સૂચનાનુસાર આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 80 વર્ષથી વધુ વય ધરાવતાં 31,484 વરિષ્ઠ નાગરિકો અને મતદાર યાદીમાં દિવ્યાંગ તરીકે ફલેગ થયેલ હોય તેવા 10,807 દિવ્યાંગજનો મળી કુલ 42,291 મતદારો પૈકી ઘરે બેસી મતદાન કરવા ઈચ્છતાં મતદારોને ઘરે રહીને મતદાન કરવા માટે જરૂરી માહિતી ભરવા માટેના કોરા ફોર્મ-12ડી વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાંથી 247 વરિષ્ઠ નાગરિકો અને 67 દિવ્યાંગજનો દ્વારા ઘરે રહીને જ મતદાન કરવાનો વિકલ્પ પસંદ કરી ફોર્મ-12 ડી માં જરૂરી વિગતો ભરીને તે જમા કરાવવામાં આવ્યા. મતદારો દ્વારા જમા કરાવવામાં આવેલા આ ફોર્મ-12 ડી ને ધ્યાને લઈ આગામી દિવસોમાં સબંધિત મતદાર વિભાગમાંથી મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા પોલીંગ ઓફિસર સહિતની અધિકારી-કર્મચારીઓની ટીમ મતદારોના ઘરે જઈને સબંધિત મતદારને પોસ્ટલ બેલેટ આપીને તેમને ઘરે બેઠા બેઠા જ મતદાન કરાવશે.

વિશેષ આયોજન: મતદારોના ઘરે તેમને મતદાન કરાવવા જતા પહેલા તેમને એસ.એમ.એસ. દ્વારા, મોબાઈલ દ્વારા અને બી.એલ.ઓ. મારફત અગાઉથી જાણ કરવામાં આવશે. એટલું જ નહી પરંતુ સબંધિત મતદારના ઘરે મતદાન અર્થે જતા પહેલા તે મતદાર બેઠક ઉપરના તમામ ઉમેદવારોને પણ આ બાબતની જાણ કરવામાં આવશે. ત્યારબાદ સબંધિત મતદાર વિભાગની મતદાન ટુકડી મતદારના ઘરે જઈને સબંધિત મતદારને પોસ્ટલ બેલેટ આપશે. પોસ્ટલ બેલેટની સાથે બે કવર પણ મતદારને આપવામાં આવશે. ત્યારબાદ મતદાર દ્વારા ઘરે બેઠા જ પોસ્ટલ બેલેટથી મતદાન કરી તે પોસ્ટલ બેલેટને કવરમાં મૂકવામાં આવશે. આ કવરને ઉપસ્થિત સૌની હાજરીમાં સીલબંધ કરવામાં આવશે. ત્યારબાદ આ સીલબંધ કવરને અને ડેકલેરેશનને બીજા કવરમાં મૂકી તેને પણ સીલબંધ કરી મતદારની મતદાનની ગોપનીયતા જળવાય તે બાબતની સવિશેષ કાળજી રાખવામાં આવશે.

ઘરે બેઠાં-બેઠાં જ મતદાન: નોંધનીય છે કે, આણંદ જિલ્લાના 7 મતદાર વિભાગો પૈકી 108-ખંભાત મતદાર વિભાગના 30 વરિષ્ઠ નાગરિકો અને 16 દિવ્યાંગ મતદારો, 109-બોરસદ મતદાર વિભાગના 23 વરિષ્ઠ નાગરિકો અને 5 દિવ્યાંગ મતદારો, 110-આંકલાવ મતદાર વિભાગના 38 વરિષ્ઠ નાગરિકો અને 10 દિવ્યાંગ મતદારો, 111-ઉમરેઠ મતદાર વિભાગના 27 વરિષ્ઠ નાગરિકો અને 3 દિવ્યાંગ મતદારો, 112-આણંદ મતદાર વિભાગના 9 વરિષ્ઠ નાગરિકો અને 4 દિવ્યાંગ મતદારો, 113 પેટલાદ મતદાર વિભાગના 40 વરિષ્ઠ નાગરિકો અને 4 દિવ્યાંગ મતદારો તેમજ 114-સોજીત્રા મતદાર વિભાગના 80 વરિષ્ઠ નાગરિકો અને 25 દિવ્યાંગ મતદારો મળી સમગ્ર આણંદ જિલ્લાના સાતેય મતદાર વિભાગોમાં કુલ મળી 80 વર્ષથી વધુ વય ધરાવતાં 247 વરિષ્ઠ નાગરિકો અને 67 દિવ્યાંગ મતદારો વિધાનસભાની ચૂંટણીમાં મતદાન મથકે ગયા વગર ઘરે બેઠાં બેઠાં જ મતદાન કરી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.