તમિલનાડુના મુખ્યમંત્રી પદે વિજયે લીધા શપથ, 9 નેતાઓ પણ મંત્રી પદે લઈ રહ્યાં છે શપથ - TVK CHIEF THALAPATHY VIJAY
🎬 Watch Now: Feature Video

Published : May 10, 2026 at 10:10 AM IST
|Updated : May 10, 2026 at 10:46 AM IST
ચેન્નાઈ: થલપતિ વિજય તમિલનાડુના નવા મુખ્યમંત્રી પદે આજે શપથ લઈ રહ્યાં છે. તેમનો શપથગ્રહણ સમારોહ ચેન્નાઈના નહેરુ સ્ટેડિયમમાં યોજાયો છે. તેમના શપથગ્રહણને લઈને કાર્યકરો અને સમર્થકો ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. ત્યારે આજનો દિવસ તે તમામ કાર્યકર્તાઓ અને સમર્થકો માટે ખુબજ મહત્વનો સાબિત થઈ રહ્યો છે, બીજી તરફ રાજ્યપાલે વિજયને 13 મે, 2026ના રોજ અથવા તે પહેલાં વિધાનસભામાં બહુમતી (વિશ્વાસનો મત) સાબિત કરવા માટે સમય આપ્યો છે. મહત્વપૂર્ણ છે કે, રાજકીય કટોકટી વચ્ચે, TVK વડા વિજય શનિવાર, 9 મેના રોજ રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને ફરી મળ્યા હતા. વિજયે રાજ્યપાલને 121 ધારાસભ્યોના સમર્થનનો પત્ર સુપરત કર્યો, જે 118ના બહુમતી આંકડો કરતાં ઘણો વધારે છે. TVK ને કોંગ્રેસ, CPI, CPI(M), VCK અને IUML નો ટેકો મળ્યો છે. એકસાથે, TVK ને 121 ધારાસભ્યોનો ટેકો છે, જે 118 ના બહુમતી આંકડો કરતાં વધુ છે.