અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા, ભાઈ બળદેવ, બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા જગતના નાથ - જગન્નાથજીની રથયાત્રા 2026

🎬 Watch Now: Feature Video

thumbnail
ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : July 16, 2026 at 7:44 AM IST

|

Updated : July 16, 2026 at 8:37 AM IST

1 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: શ્રી જગન્નાથ મંદિરથી આજે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રા ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાના ભવ્ય માહોલ વચ્ચે પ્રસ્થાન કરી રહી છે. વહેલી સવારથી જ મંદિર પરિસર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. "જય જગન્નાથ"ના ગગનભેદી નાદ સાથે સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું. રથયાત્રાની શરૂઆત પહેલાં વહેલી સવારે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની પરંપરાગત મંગળા આરતી યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી ઉતારી હતી. ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ત્રણેય દેવોને તેમના પરંપરાગત રથોમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથ, ભગવાન બલભદ્ર તાલધ્વજ રથ અને બહેન સુભદ્રાજી દર્પદલન રથમાં બિરાજમાન થયા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરંપરાગત સોનાની સાવરણી વડે માર્ગની પ્રતીકાત્મક સ્વચ્છીકરણ કરીનેપહિંદ વિધિ કરી હતી. 

Last Updated : July 16, 2026 at 8:37 AM IST