PM મોદીનું વડોદરામાં આગમન, 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ છાત્રાલયના લોકાર્પણ કાર્યક્રમમાં હાજર - PM MODI IN VADODARA
🎬 Watch Now: Feature Video

Published : May 11, 2026 at 6:39 PM IST
|Updated : May 11, 2026 at 8:04 PM IST
વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. સોમનાથમાં અમૃત મહોત્સવમાં હાજરી બાદ હવે તેઓ વડોદરામાં પહોંચ્યા છે. વડોદરામાં શહેરીજનોએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. અહીં તેઓ સરદાર ધામના ઉદ્ધાટન સમારોહમાં પહોંચ્યા છે. પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાનની આ પ્રથમ વડોદરા મુલાકાત હોવાથી શહેરને બંગાળની વિશેષ થીમ પર શણગારવામાં આવ્યું છે.
સોમનાથમાં અમૃત મહોત્સવમાં ભાગ લેવા આવેલા પીએમ મોદીએ સોમનાથ દાદાના દર્શન સાથે વિધિવત પૂજા કરી હતી, શિવલિંગ પર તેમણે જળાભિષેક કર્યો હતો અને મંદિર પર આવેલા સુવર્ણ કળશ પર કુંભાભિષેક કર્યો હતો. સોમનાથ અમૃત મહોત્સવ ઉજવણીના ભાગ રૂપે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશેષ મહાપૂજામાં ભાગ લીધો, ત્યારબાદ કુંભભિષેક અને ધ્વજરોહણ સમારોહ યોજાયો, જેમાં પ્રતિષ્ઠા વિધિ અને મંદિરમાં ધજા ફરકાવવામાં આવી હતી.