PM મોદી ગુજરાતમાં: સાણંદમાં CG સેમી OSAT ફેસિલિટીનું કર્યું ઉદ્ઘાટન - PM મોદી ગુજરાતમાં
🎬 Watch Now: Feature Video

Published : July 4, 2026 at 5:12 PM IST
|Updated : July 4, 2026 at 6:22 PM IST
અમદાવાદ: PM નરેન્દ્ર મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ગયું છે. તેઓ એરપોર્ટથી સાણંદ પહોંચ્યા હતા. અહીં તેમણે CG SEMI આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ ઉદ્ઘાટન ફેસિલિટી ખાતે વ્યાપાર ઉત્પાદનની શરૂઆત સાથે ભારતની સેમિકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તે વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં ભારતની સ્થિતિને મજબૂત કરવા તરફ એક મોટું પગલું દર્શાવે છે. આ પ્રોજેક્ટ ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ માન્યતા પ્રાપ્ત પ્રથમ ચાર પ્રોજેક્ટ્સમાંનો એક છે અને તેને ₹7,500 કરોડથી વધુના કુલ રોકાણ સાથે વિકસાવવામાં આવ્યો છે.
એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી, આ ફેસિલિટી વાર્ષિક 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ્સ સુધીની ઉત્પાદન ક્ષમતા ધરાવશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને હાઇ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગમાં ઝડપી પ્રગતિને કારણે મેમરી અને સ્ટોરેજ સોલ્યુશન્સ માટે વધતી જતી વૈશ્વિક માંગને પૂરી કરવામાં મદદ કરશે. આ ફેસિલિટી ઓટોમોટિવ, ઇન્ડસ્ટ્રિયલ, ટેલિકોમ્યુનિકેશન્સ, 5G અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) ક્ષેત્રોના ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરશે. CG સેમી ફેસિલિટી એન્ડ-ટુ-એન્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સેવાઓ પ્રદાન કરે છે, જેમાં વેફર સોર્ટિંગ, એસેમ્બલી, ટેસ્ટિંગ, પેકેજ ડિઝાઇન, ફેલ્યોર એનાલિસિસ, ટેસ્ટ પ્રોગ્રામ ડેવલપમેન્ટ, પ્રોડક્ટ કેરેક્ટરાઇઝેશન અને લોજિસ્ટિક્સ સપોર્ટનો સમાવેશ થાય છે. આ સુવિધાના કાર્યાન્વયનથી ભારત વિશ્વસનીય અને આત્મનિર્ભર સેમિકન્ડક્ટર ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.
CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ સોલ્યુશન્સ લિમિટેડની સબસિડરી કંપની CG સેમિ પ્રા. લિમિટેડ દ્વારા ₹7600 કરોડના ખર્ચે સાણંદમાં OSAT સુવિધા શરૂ કરવામાં આવી છે. CG સેમી સાથે જાપાનની રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ અને થાઈલેન્ડની સ્ટાર માઈક્રોઇલેક્ટ્રોનિક્સ સંયુક્ત ભાગીદારીમાં છે. આ પ્રોજેક્ટ શરૂ થવાથી સાણંદમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે.
આ OSAT સુવિધામાં QFN, QFP જેવી લિગેસી ચીપ્સ અને આધુનિક FC-BGA અને FC-CSP ચિપ્સનું નિર્માણ કરવામાં આવશે જે ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ડસ્ટ્રીઅલ સાધનો, 5G સાધનો અને પાવર એપ્લિકેશન ક્ષેત્રની જરૂરિયાતોને પૂર્ણ કરશે. આ કંપનીમાં અત્યારે 300થી વધુ કર્મચારીઓ કાર્યરત છે. આ પ્લાન્ટ શરૂ થવાથી આગામી પાંચ વર્ષમાં 5000 સીધી અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થશે.